app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

તબાહી મચાવશે એસ્ટ્રોઈડ Bennu? ધરતી સાથે ટકરાવવાની આશંકા પર વૈજ્ઞાનિકોએ કહી આ વાત

Updated: Aug 13th, 2021


વૉશિંગ્ટન, તા. 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક ખૂબ જ વિશાળ એસ્ટ્રોઈડ ધરતી સાથે ટકરાવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટ્રોઈડનું નામ Bennu છે. જેની સાઈઝ ન્યુયોર્કની Empire State બિલ્ડીંગ જેટલી મોટી જણાવવામાં આવી રહી છે. 

2021થી 2300 વચ્ચે ટકરાવવાની આશંકા

નાસાએ આ અઠવાડિયાની શરૂઆતમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે એસ્ટ્રોઈડ Bennu ના ધરતી સાથે ટકરાવવાની આશંકા છે. વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યુ કે હજુ ચિંતાની વાત તે નથી કેમ કે, આમાં હજુ સમય છે.

બેન્નુની ધરતીથી વર્ષ 2021થી 2300ની વચ્ચે ટકરાવાની આશંકા 1750માંની એક છે. જોકે આવુ અનુમાન છે કે આનો પ્રભાવ ઘણો ઓછો થશે. એસ્ટ્રોઈડ Bennu પર કરવામાં આવેલી સ્ટડી 'hazard assessment ના લેખક અને વૈજ્ઞાનિક Davide Farnocchiaaએ કહ્યુ કે Bennuના ધરતી સાથે ટકરાવવાની આશંકા 0.037% છે.

Davide Farnocchiaaએ કહ્યુ, હુ Bennuને લઈને પહેલાથી વધારે ચિતિંત છુ. જોકે આ પ્રભાવને લઈને એવી સંભાવના છે કે આ વધારે નહીં હોય.

OSIRIS-REx ડેટા પર બેસ્ડ સ્ટડી

આ સ્ટડીનુ ટાઈટલ છે, 'Ephemeris and hazard assessment for near-Earth asteroid (101955) Bennu' આ અધ્યયન એસ્ટ્રોઈડ્સની ટ્રાજેક્ટરી પર નજર રાખવા માટે કરવામાં આવ્યુ, જે OSIRIS-REx ડેટા પર બેઝ્ડ છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA ધરતી સાથે ટકરાવવાની આશંકા રાખનારા એસ્ટ્રોઈડ્સ પર નજર રાખે છે.

ટકરાવવાની તારીખ

OSIRIS-REx સ્પેસક્રાફ્ટના ડેટામાં જોવા મળ્યુ છે કે વર્ષ 2300 સુધી આને ટકરાવવાની આશંકા કેટલી છે. વૈજ્ઞાનિકો અનુસાર આની સૌથી ચોક્કસ તારીખ 24 સપ્ટેમ્બર 2182 છે. નાસાના ડીપ સ્પેસ નેટવર્ક અને કોમ્પ્યુટર મોડલ્સ દ્વારા વૈજ્ઞાનિક વર્ષ 2135 સુધી આના રસ્તાને જાણી શકે છે.


Gujarat