Get The App

ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી માનવ શરીર કેવું બદલાશે ?

Updated: Nov 9th, 2022

GS TEAM

Google News
Google News
ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી માનવ શરીર કેવું બદલાશે ? 1 - image


સ્માર્ટફોન, ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી યાદશક્તિ, વિચારશક્તિ, સંવેદના, સંવેદના વગેરે પર ઘેરી અસર થાય છે એ આપણે સમજીએ છીએ. યોગ્ય પોશ્ચર જાળવવામાં ન આવે તો તેની શારીરિક માઠી અસરો વિશે પણ આપણે જાણીએ છીએ. પરંતુ ચોંકાવનારી વાત હવે આવે છે - એક કંપનીએ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી ભવિષ્યમાં જન્મનારા માણસના શરીર પર કેવી અસર પડશે તેનું સંશોધન હાથ ધર્યું અને તેની આગાહીઓના આધારે, ભવિષ્યના માણસનાં ૩ડી મોડેલ પણ જનરેટ કર્યાં. ઉત્ક્રાંતિનો નિયમ કહે છે કે જે અંગોનો ઉપયોગ ન થાય એ સમયાંતરે ગાયબ થાય કે સ્વરૂપ બદલે, કંઈક રીતે, આ આગાહી કહે છે કે ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે ભવિષ્યના માણસને ખૂંધ નીકળી આવશે, તેની કરોડરજ્જૂ હાલનું સંતુલન ગુમાવશે, માથાને પૂરતો ટેકો આપવા ગરદનના સ્નાયુઓ વધુ ખેંચાશે, સ્માર્ટફોનના રેડિએશનથી મગજને બચાવવા  ખોપરી વધુ જાડી બનશે, આંખોને બચાવવા બીજી પાંપણ ઊગશે... આ બધી વર્ષો પછીની અસરની વાત છે, આપણે હાલની અસરો વિશે સાવચેત થઈએ તોય ઘણંુ!

Tags :