Get The App

વોટ્સએપ પર હવે મોકલી શકાશે વીડિયો નોટ્સ: જાણો કેવી રીતે સેન્ડ કરશો…

Updated: Nov 23rd, 2024

GS TEAM

Google News
Google News
વોટ્સએપ પર હવે મોકલી શકાશે વીડિયો નોટ્સ: જાણો કેવી રીતે સેન્ડ કરશો… 1 - image

Whatsapp Video Notes: વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા અને ઉપયોગી ફીચર્સ લાવી રહ્યું છે. તેમાંથી એક છે વીડિયો નોટ્સ. વોટ્સએપ યુઝર્સ હવે વ્યક્તિગત રીતે કે ગ્રુપમાં વીડિયો નોટ્સ શેર કરી શકે છે.

કેવી રીતે સેન્ડ કરશો વીડિયો નોટ્સ

1 કેમેરાનું બટન દબાવી રાખવું: જે વ્યક્તિ કે ગ્રુપમાં વીડિયો નોટ્સ મોકલવા માંગો છો તેને ઓપન કરો. ચેટ બોક્સની બાજુમાં કેમેરાનું બટન હશે. તેને દબાવી રાખો. ત્યાર બાદ કાઉન્ટડાઉન શરૂ થતાં જ વીડિયો નોટ્સ રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે. આ દરમિયાન, તમે મુખ્ય કેમેરા અને સેલ્ફી કેમેરા વચ્ચે સ્વિચ કરી શકશો. કેમેરાનું બટન છોડી દેતાં જ વીડિયો નોટ્સ ઓટોમેટિકלי સેન્ડ થઈ જશે.

2 હેન્ડ્સ-ફ્રી રેકોર્ડિંગ ઓપ્શન: કેમેરાનું બટન દબાવી રાખો, અને કાઉન્ટડાઉન શરૂ થાય ત્યારે આંગળી ઉપરની સાઇડ સ્વાઇપ કરો. આથી લોક મોડ ઓન થઈ જશે અને તમે બન્ને હાથનો ઉપયોગ કરી શકશો.

વોટ્સએપ પર હવે મોકલી શકાશે વીડિયો નોટ્સ: જાણો કેવી રીતે સેન્ડ કરશો… 2 - image

વીડિયો નોટ્સ કેવી રીતે જોશો

મોકલાયેલ વીડિયો નોટ્સ જે વ્યક્તિને મોકલવામાં આવ્યું છે તે તેની ચેટમાં દેખાશે. તે સમયે ઓડિયો મ્યુટ રહેશે અને વીડિયો ઓટોમેટિકલી પ્લે થશે અને ત્રણ વખત લૂપમાં ચાલશે. કોઈ ટેપ કરતાં એ વીડિયો ફરીથી શરૂ થશે અને ઓડિયો પણ સંભળાશે. અટકાવવા માટે ફરીથી ટેપ કરો.

આ પણ વાંચો: ટ્રમ્પ અને મસ્ક સાથે પિચાઈનો ફોન કૉલ, બાદમાં તમામ કર્મચારીઓને મેસેજ ડિલીટ કરવાનો ગૂગલનો આદેશ

વીડિયો નોટ્સ જોઈ છે કે નહીં કેવી રીતે ચેક કરશો

મોકલેલી વીડિયો નોટ્સને જોઈ છે કે નહીં, તે ચેક કરવા માટે, નોટ્સને પ્રેસ કરીને રાખો. ખુલેલી વિન્ડોમાં મોર ઓપ્શન પર ક્લિક કરો, અને ત્યારબાદ ઇન્ફો પર ક્લિક કરો. ગ્રુપમાં તમે આ જોઈ શકશો, અને પર્સનલ ચેટ માટે રીડ રિસિપ્ટ ઓન હોવી જરૂરી છે.