Get The App

એક જીમેલમાંથી બીજા Gmailમાં આ સરળ રીતથી કરો તમામ નંબર ટ્રાંસફર

Updated: Jul 24th, 2019

GS TEAM

Google News
Google News
એક જીમેલમાંથી બીજા Gmailમાં આ સરળ રીતથી કરો તમામ નંબર ટ્રાંસફર 1 - image

નવી દિલ્હી, 24 જુલાઈ 2019, બુધવાર

સ્માર્ટફોનના કારણે લોકો પણ સ્માર્ટ અને ઝડપી થઈ ગયા છે. વર્તમાન સમયમાં જ્યારે લોકો ફોન બદલે છે તો તેઓ મેન્યૂઅલી એક એક નંબર બીજા ફોનમાં સેવ નથી કરતા. તેઓ તો જીમેલનો ઉપયોગ કરી આ કામ કરી લે છે. કેટલાક લોકોને આ કોન્ટેક્ટ ટ્રાંસફર કરવાની પ્રક્રિયા અધરી અને જટીલ લાગે છે. પરંતુ આ કામ સાવ સરળ છે. આ રીતથી તમે તમારા જૂના જીમેલ અકાઉંટથી નવા અકાઉંટમાં સરળતાથી કોન્ટેક્ટ ટ્રાંસફર કરી શકો છો. તમે જો બે જીમેલ અકાઉંટ યૂઝ કરતા હોય તો પણ આ રીતથી તમે અકાઉંટમાંથી નંબર ટ્રાંસફર કરી શકો છો. 

1. સૌથી પહેલા કોપ્યૂટરમાં contacts.google.com ઓપન કરી તેમાં મોર વિકલ્પ પર ક્લિક કરો. 

2. હવે ડ્રોપ ડાઉન મેન્યૂમાઁથી Export સિલેક્ટ કરો. તેમાં તમે એ કોન્ટેક્ટને પસંદ કરો જેને ટ્રાંસફર કરવા છે. 

3. ત્યારબાદ તેને Google CSV ફોરમેટમાં Export કરી દો. 

4. એક્સપોર્ટ સિલેક્ટ કર્યા બાદ લોકેશન પસંદ કરો જ્યાં કોન્ટેક્ટ સેવ કરવા હોય. 

5. ફાઈલ એક્સપોર્ટ કર્યા બાદ અકાઉંટ લોગઆઉટ કરી દો. હવે નવા જીમેલ અકાઉંટમાં લોગઈન કરો અને તેમાં સિલેક્ટ કરેલા કોન્ટેક્ટ ઈમોર્ટ કરો. 

બીજી રીત

1. સૌથી પહેલા ફોનમાં Google Contact એપ ઓપન કરો.

2. હવે  Menu બટન પર ટૈબ કરો.

3. હવે ‘Setting’ વિકલ્પને પસંદ કરો.

4. ત્યાં ‘Export’ પર ક્લિક કરો અને જૂના અકાઉંટને ડિલીટ કરી નવા અકાઉંટને એડ કરો. 

5. ત્યારબાદ કોન્ટેક્ટ એપ પર જઈ મેન્યૂમાં જવું અને ઈમોર્ટ સિલેક્ટ કરો.  હવે Import from Storage પર ટેબ કરી ગૂગલ સિલેક્ટ કરો.