WhatsApp પર ઓટો ડાઉનલોડ કેવી રીતે કરવું બંધ જાણો step by step
દિલ્હી, 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મૈસેજિંગ એપ વોટ્સએપ પર મીડિયા ફાઈલ્સ જ્યારે આપમેળે ડાઉનલોડ થઈ જાય છે ત્યારે લોકોના ફોનમાં અનેક સમસ્યાઓ થાય છે. મેમરી ઘટી જવાના કારણે ફોન પણ બરાબર રીતે કામ કરતો નથી. વોટ્સએપ પણ સ્લો થઈ જાય છે. વોટ્સએપ પર આ રીતે ડાઉનલોડ થતા ફોટો, વીડિયો અને ઓડિયો ફોનની ગેલેરીની જગ્યા રોકે છે અને સાથે જ મીડિયા પ્લેયર માટે પણ ભારણ બની જાય છે. આ તમામ વસ્તુઓ ફોનની સ્પેસ પણ રોકી લે છે અને ખાસ વાત તો એ છે કે ફોનમાં આવતી કેટલીક વસ્તુઓ તો બિનઉપયોગી હોય છે. ફોનની સ્પેસ બચાવવા માટે વોટ્સએપમાં થોડા ફેરફાર કરવા જરૂરી હોય છે. કેવી રીતે કરવા આ ફેરફાર જાણો સ્ટેપ બાય સ્ટેપ.
સૌથી પહેલા વોટ્સએપ વેબ ઓપન કરો. તેમાં સેટિંગ્સમાં જવું અને ત્યારબાદ ચેટ સેટિંગ્સમાં મીડિયા ઓટો ડાઉનલોડ પર ક્લિક કરો. અહીં તમને ત્રણ વિકલ્પ જોવા મળશે જે ઓડિયો, વીડિયો અને ઈમેજ હશે. તેની સામે જોવા મળતા બોક્સમાં ટીક કરી અને ઓકે કરવાથી ઓટો ડાઉનલોડ બંધ થઈ જશે. આમ કર્યા બાદ જ્યારે કોઈ તમને ઈમેજ, ઓડિયો કે વીડિયો મોકલશે તો તે આપમેળે ડાઉનલોડ નહીં થાય. તમે જે વસ્તુઓ ડાઉનલોડ કરશો તે જ ડાઉનલોડ થશે.
આઈફોનમાં આ સેટિંગ કરવા માટે મેનૂમાં જઈ અને સેટિંગ્સ પર ક્લિક કરો. જ્યાં ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝનો વિકલ્પ હશે. અહીં સૌથી ઉપર મીડિયા ઓટો ડાઉલોડનો વિકલ્પ પણ હશે. ઓડિયો, ફોટો, વીડિયો અને ડોક્યૂમેન્ટસ માટે સિલેક્ટ કરી સેટિંગ્સ બદલી ફોનની મેમરી બચાવી શકો છો.