નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
આજકાલ વોટ્સઅપનો ઉપયોગ ચેટીંગથી લઇને વીડિયો કોલ અને ફોટો,વીડિયો તેમજ ફાઇલ મોકલવા માટે થાય છે. ઘણા લોકો વોટ્સઅપ પર ચેટિંગ કરતી વખતા ઇમોજીનો ઉપયોગ કરતાં હોય છે જે વોટ્સઅપની સુવિધાઓમાની એક છે. જે વાતચીત કરવામાં સરળ અને સુંદર પણ લાગે છે. ત્યારે ઘણી વખત ચેટ કરતી વખતે કોઇ એપ પરથી ડાઉનલોડ કરીને કોઇ તમને સારા સ્ટીકર્સ પણ મોકલતુ હશે. ત્યારે શું તમને ખબર છે કે હવે તમારે ચેટમાં સ્ટીકર્સનો ઉપયોગ કરવા માટે અન્ય કોઇ એપની જરુર નથી. આ સિવાય તમે તમારા જ ફોટાનો કે પછી અન્ય કોઇ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરીને સ્ટીકર્સ બનાવી શકો છો.
તાજેતરમાં જ WhatsAppએ iOS યૂઝર્સ માટે ફોટામાંથી સ્ટીકર બનાવવાની આ સુવિધા લાવ્યુ છે.
તો ચાલો જાણીએ આ સુવિધા કઇ રીતે યુઝ કરી શકાય..
ફોટામાંથી આ રીતે બનાવો સ્ટીકર
- આ માટે સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરવાનું રહેશે.
- ચેટ પર આવીને નીચે તમારે સ્ટીકર પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે ક્રિએટ સ્ટીકર પર ક્લિક કરવાનું રહેશે.
- અલ્બમના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી ફોટો ગેલેરી ઓપન થશે
- ગેલેરીમાંથી તમને ગમતા ફોટો સિલેક્ટ કરો
- આ ફોટા સાથે ટેક્સ એડ કરો
- ટેક્સ્ટ ઉમેર્યા પછી, તમે પહેલેથી છે તે સ્ટીકર એડ કરી શકો છો
- સ્ટીકર બનાવ્યા બાદ તેને સેન્ડ કરી દો
- તમે બનાવેલા સ્ટીકરનો ફરીથી ઉપયોગ કરી શકાય છે
વોટ્સએપનો દાવો છે કે આ નવા ફીચર સાથે વોટ્સએપ યુઝરનો ડેટા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે. એટલે કે, બે વ્યક્તિઓ વચ્ચે શેર કરવામાં આવેલ કોઈપણ સ્ટીકર કોઈપણ ત્રીજી વ્યક્તિની પહોંચની બહાર રહે છે.
ફોટોમાંથી સ્ટીકર બનાવ્યા પછી, તેને તમારા સ્ટીકરોમાં એડ કરી શકો છો જેથી તેનો ફરી ઉપયોગ કરી શકાય. જે બાદ તમે આ સ્ટીકરને ડિલેટ કરીને અન્ય કોઇ ફોટો આજ રીતે અપલોડ કરીને સ્ટીકર્સ બનાવી શકો છો. જેમાં તમે 1થી વધુ સ્ટીકર્સ બનાવીને સેવ રાખી શકો છો.


