ઇન્સ્ટાગ્રામ પર કોઈ કન્ટેન્ટ પસંદ નથી આવી રહ્યું, જાણો કેવી રીતે એને સ્ક્રીન પર આવતાં અટકાવશો
Limit Content: ઇન્સ્ટાગ્રામ પર આજે દુનિયાભરના વીડિયો આવે છે. આ તમામ વીડિયો દરેક યુઝરને લાયક હોય એવું જરૂરી નથી. આજે ઇન્સ્ટાગ્રામ પર દરેક પ્રકારના કન્ટેન્ટ આવે છે. પહેલા કરતાં ઇન્સ્ટાગ્રામ પર હવે વધુ અશ્લિલ અને સેન્સિટિવ કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. આ કન્ટેન્ટ દરેક વ્યક્તિને પસંદ આવે એવું નથી. આથી આ પ્રકારના કન્ટેન્ટને નજરથી દૂર રાખવું હોય તો એ પણ શક્ય છે. ઘણી વાર બાળકો પણ મોબાઇલ લઈને રીલ્સ જોતા હોય છે. આથી ચોક્કસ પ્રકારના કન્ટેન્ટ તેમની નજરથી દૂર રાખવું પણ એટલું જ જરૂરી છે.
ચોક્કસ કન્ટેન્ટને કેવી રીતે દૂર રાખશો?
ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસ પ્રકારના કન્ટેન્ટને દૂર રાખવા માટે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું. ત્યાર બાદ સૌથી નીચેની બાજુ જમણી તરફ પ્રોફાઇલનું બટન હશે, એના પર ક્લિક કરવું. ત્યાર બાદ ઉપરની બાજુ જમણી બાજુ ત્રણ લાઇન્સ હશે, એ પર ક્લિક કરીને સ્ક્રોલ ડાઉન કરતાં ‘What You See’ કેટેગરી હશે. આ કેટેગરીમાં Suggested Contentમાં જઈને Sensitive Contentમાં જવું. ત્યાર બાદ ‘Less’ Content પર ક્લિક કરવું અને કન્ફર્મ કરવું. આ કરતાંની સાથે જ એ કન્ટેન્ટ સ્ક્રીન પર ધીમે-ધીમે આવવું બંધ થઈ જશે.
આ પણ વાંચો: વોટ્સએપના કોમ્યુનિટી ફીચરની હવે જરૂર નથી, ડિએક્ટિવેટ કરવું છે? જાણો કેવી રીતે
કેવા પ્રકારના કન્ટેન્ટ પર લિમિટ રાખી શકાશે?
યુઝર કોઈ પણ સમયે કન્ટેન્ટ પર લિમિટ રાખી શકે છે અને તેને બદલી પણ શકે છે. વાયલન્સ, સેક્સ્યુઅલ કન્ટેન્ટ, તેમ જ સેક્સ્યુઅલી ઉકસાવતા હોય એવા કન્ટેન્ટ, પ્રમોશનલ કન્ટેન્ટ, એડલ્ટ સર્વિસના કન્ટેન્ટ વગેરેને યુઝર લિમિટ, એટલે કે બંધ કરી શકે છે. આ લિમિટ કરતાં એ તરત જ બંધ થઈ જશે એવું નહીં, પરંતુ અલ્ગોરિધમ ધીમે-ધીમે ચેન્જ થતી જશે અને એ કન્ટેન્ટ આવવું બંધ થઈ જશે.