Get The App

Tips & Tricks: કોણ કર્યો છે તમારો ફોન નંબર બ્લોક, આ રીતે જાણો..

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
Tips & Tricks: કોણ કર્યો છે તમારો ફોન નંબર બ્લોક, આ રીતે જાણો.. 1 - image

અમદાવાદ, તા. 21 જૂન 2020, રવિવાર

શું તમને લાગે છે કે કોઇ વ્યક્તિએ તમારો ફોન નંબર બ્લોક કરી દીધો છે? જો એવું છે તો તમે સામેવાળી વ્યક્તિને પુછ્યાં વગર જાણી શકશો કે તમારો નંબર બ્લોક કર્યો છે કે નહીં. આજે અમે તમને એક ટ્રિક વિશે જણાવી છીએ જેને ફોલો કરી તમે જાણી શકો છે કે તમારો નંબર બ્લોક તો નથી.

તમારો નંબર બ્લોક થયો છે કે નહીં જાણવા સૌથી પહેલા તે વ્યક્તિને કોલ કરી જુઓ, જેના પર તમને શંકા છે કે તેણે તમારો નંબર બ્લોક કર્યો છે. 

જો ફોન કરવા પર પહેલી રીંગ વાગતા જ ફોન ડિસ્કનેકટ થઇ જાય છે અને મેસેજ સાંભળવા મળે છે કે,‘તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલો નંબર અત્યારે વ્યસ્ત છે.’ તો તમારે શંકા કરવાની જરૂર છે. જોકે, એકવારમાં તે નક્કી નથી કરી શકાતું કે તમારો નંબર બ્લોક કર્યો છે.

દિવસ દરમિયાન તે નંબર પર અલગ અલગ સમયે ફોન કરી જુઓ. જો પહેલી રીંગ પર જ ફોન ડિસ્કનેક્ટ થઇ નંબર વ્યસ્ત બતાવી રહ્યો છે તો પુરી શક્યતા છે કે તમારો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો છે.

જ્યારે તમારો નંબર વારંવાર ડિસ્કનેક્ટ થઇ રહ્યો છે, તો અન્ય કોઇ નંબર પરથી ફોન કરી જુઓ, જે સામેવાળા પાસે પહેલેથી ન હોય. જો તે નંબર પરથી પુરી રીંગ વાગ છે અને પહેલીવારમાં જ કોલ ડિસ્કનેકટ નથી થતો તો તમારો નંબર નિશ્ચિતપણે બ્લોક કરવામાં આવ્યો છે.