તમારા આઈફોનમાં IOS 16 કઇ રીતે ઇન્સ્ટોલ કરશો ?


એપલ કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું વર્ઝન આઇઓએસ ૧૬છેવટે લોન્ચ કરી દીધું છે. આમ તો આ નવું વર્ઝન ઇન્સ્ટોલ કરી શકાય તેવા આઇફોનનું લિસ્ટ બહુ લાંબું છે, સાદી વાત એટલી કે તમારી પાસે આઇફોન૮ કે ત્યાર પછીનો આઇફોન હોય તો તમે તેમાં આ વર્ઝનનો લાભ લઈ શકો છો. એ માટે ફોનના સેટિંગ્સમાં જનરલ પર ટેપ કરો અને તેમાં ‘સોફ્ટવેર અપડેટ’ પર ક્લિક કરો. એ સમયે ફોનમાં પૂરતી બેટરી હોવાની ખાતરી કરી લેશો. આઇઓએસના નવા વર્ઝનમાં તેના લોકસ્ક્રીનને ખાસ્સો બદલી નાખવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે પણ વર્ઝન અપડેટ કરી લેવું સારું!

City News

Sports

RECENT NEWS