આજના સમયમાં આપણાં
લગભગ દરેક કામ ઇન્ટરનેટ કનેકશન વિના અધૂરાં રહે છે. મોબાઇલમાં ઇન્ટરનેટ
કનેક્ટિવિટી મેળવવી સહેલી છે કેમ કે તેમાં જ્યારે ઇચ્છીએ ત્યારે ઓફિસ કે ઘરના
વાઇ-ફાઇથી અથવા મોબાઇલ ડેટા પ્લાનની મદદથી આપણે ઇન્ટરનેટ ઓન કરી શકીએ. વાત જ્યારે
લેપટોપ કે કમ્પ્યૂટરની હોય ત્યારે થોડી મુશ્કેલ બને. તેમાં ડેસ્કટોપ હોય તો મોટા
ભાગે કેબલથી ઇન્ટરનેટ કનેકશન મેળવવું પડે. લેપટોપમાં વાઇ-ફાઇની સગવડ ખરી, પરંતુ એ પણ વાઇ-ફાઇ
ઉપલબ્ધ હોય ત્યારે.
ઘરમાં વાઇ-ફાઇ ઉપલબ્ધ
ન હોય ત્યારે લેપટોપમાં ઇન્ટરનેટ કનેકશન મેળવવાનો સૌથી સહેલો રસ્તો આપણા ખિસ્સામાં
જ હોય છે. આપણે મોબાઇલમાંના ઇન્ટરનેટ કનેકશનથી લેપટોપ કે અન્ય મોબાઇલમાં પણ
ઇન્ટરનેટ કનેકશન મેળવી શકીએ છીએ. એ રીતે મોબાઇલથી પીસીમાં ઇન્ટરનેટ કનેક્શન
મેળવવું હોય અને પીસીમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટીની સગવડ ન હોય તો બજારમાં માંડ ત્રણસો
રૂપિયામાં એક ડોંગલ મળે છે, તેનાથી આપણું કામ ચલાવી શકાય.
મૂળ મોબાઇલમાં
કરવાનાં સેટિંગ્સ
યાદ રાખશો કે આપણે જે
મોબાઈલના ઇન્ટરનેટ કનેકશનનો બીજા ડિવાઇસમાં ઉપયોગ કરવાનો હોય તે મોબાઇલમાં આપણે
વાઇ-ફાઇથી નહીં પરંતુ મોબાઇલ કંપનીના ડેટા પ્લાનથી ઇન્ટરનેટ કનેકશન ઓન કરવું પડશે.
આ પછી આપણે એ મોબાઇલને વાઇ-ફાઇ હોટસ્પોટમાં ફેરવી શકીશું. એ માટે નીચેના પગલાં
લેવાં જોઇશે.
સ્માર્ટફોનના
સેટિંગ્સમાં જાઓ.
તેમાં નેટવર્ક એન્ડ
ઇન્ટરનેટમાં જાઓ.
અહીં હોટસ્પોટ એન્ડ
ટીધરિંગનો વિકલ્પ મળશે.
તમારી મોબાઈલ કંપની
અનુસાર અને તેના એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર કદાચ મોબાઇલ હોટસ્પોટ એન્ડ
ટીધરિંગ પણ લખેલું જોવા મળે. તેને ક્લિક કરો.
અહીં તમે જોશો તેમ
આપણને મોબાઈલના ઇન્ટરનેટ કનેકશનને યુએસબી કેબલથી અથવા બ્લૂટૂથ કનેકશનની મદદથી શેર
કરવાના વિકલ્પ મળશે.
આપણે કેબલનો ઉપયોગ
ટાળવો છે અને બ્લૂટૂથથી ઓછી રેન્જ મળશે, એટલે ઉપર આપેલ વાઇ-ફાઇ હોટસ્પોટ પર ક્લિક કરો. તેના
બટનને ઓન કરો.
અહીંથી આપણે મૂળ
મોબાઇલને હોટસ્પોટ તરીકે વાપરવાનાં સેટિંગ્સ કરી શકીશું. અહીં હોટસ્પોટ નેમ જોવા મળશે. તમે ઇચ્છો
તો તેને બદલી શકો છો.
આપણે જ્યારે અન્ય
ડિવાઇસમાં વાઇ-ફાઇ ઓન કરીશું ત્યારે ઉપલબ્ધ વાઇ-ફાઇ સિગનલ્સની યાદીમાં આ નામ પણ
જોવા મળશે.
અહીં હોટસ્પોટ
પાસવર્ડ નક્કી કરવાનો વિકલ્પ પણ મળશે. તમો ઇચ્છો તે પાસવર્ડ નક્કી કરો.
બીજા કોઈ પણ ડિવાઇસને
આપણા આ મોબાઇલના ઇન્ટરનેટ કનેકશન સાથે કનેક્ટ કરીશું ત્યારે આ પાસવર્ડ આપવો પડશે.
હેતુ એ છે કે આ પાસવર્ડ જાણતા હોય તે જ લોકો પોતાના ડિવાઇસમાં આપણા મોબાઇલના
ઇન્ટરનેટ કનેકશનનો ઉપયોગ કરી શકે.
અહીં એક વિકલ્પ
મોબાઇલ સાથે અન્ય કોઈ ડિવાઇસ કનેક્ટ ન હોય ત્યારે આપણા મોબાઈલનું હોટસ્પોટ આપોઆપ
બંધ થાય એવું સેટિંગ કરવાનો પણ જોવા મળશે. તેને ઓન રાખવું હિતાવહ છે.
બીજા ડિવાઇસમાં નેટ
કનેક્શન મેળવવા માટે
હવેનું કામ સહેલું
છે. આપણા અન્ય કોઈ પણ ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન બંધ હોય ત્યારે તે મેળવવા માટે
તેમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન કરો.
ઉપલબ્ધ વાઇ-ફાઇ
કનેકશન્સની યાદીમાં આપણા હમણાં જ જે મોબાઇલનું હોટસ્પોટ સેટ કર્યું તેનું નામ જોવા
મળશે. તેને ક્લિક કરતાં એ હોટસ્પોટનો પાસવર્ડ પૂછવામાં આવશે. પાસવર્ડ આપણે પોતે
સેટ કર્યો હોવાથી આપણને ખબર જ છે. તે પાસવર્ડ આપતાં, પહેલા મોબાઈલના
ઇન્ટરનેટ કનેકશનનો આપણે બીજા લેપટોપ કે મોબાઇલમાં વાઇ-ફાઇ તરીકે ઉપયોગ કરી શકીશું!
આટલું ધ્યાન રાખશો...
એટલું યાદ રાખશો કે
સામાન્ય રીતે, મોટા ભાગની મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપની એક
મોબાઈલમાંના ઇન્ટરનેટ ડેટાનો અન્ય લેપટોપ કે અન્ય મોબાઈલમાં ઉપયોગ કરવાની છૂટ આપે
છે. પરંતુ કેટલીક કંપની તે માટે અલગ ચાર્જ લઈ શકે છે કે મોબાઈલનો પર્સનલ હોટસ્પોટ
તરીકે ઉપયોગ કરવા માટે તેનો એડઓન પ્લાન ખરીદવો જરૂરી હોઈ શકે છે.
એ પણ યાદ રાખવું
જરૂરી છે કે દેખીતી રીતે આપણે એક મોબાઈલમાંથી અન્ય મોબાઈલમાં કે લેપટોપમાં
ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવીએ તો એમાં વપરાતો ડેટા આપણા કુલ વપરાશમાં ગણતરીમાં
લેવાશે.
ઉપરાંત મોબાઇલનો
પર્સનલ હોટસ્પોટ તરીકે ઉપયોગ કરવા માટે તેમાં મોબાઈલ ડેટા પ્લાન હોવો જરૂરી છે. જો
મૂળ મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધીમી હોય અને તેમાં આપણે બીજાં સાધનો કનેક્ટ
કરીએ તો બધામાં કનેકશન ઘણું ધીમું મળશે!
આપણે ફોનના
સેટિંગ્સમાં હોટસ્પોટ એન્ડ ટીધરિંગના વિકલ્પ સુધી
પહોંચી, તેને ઓન કરવાનું રહેશે.
તેમાં ઇચ્છો તો બ્લુટૂથ ટીધરિંગનો વિકલ્પ ઓન
કરો સીધા જ વાઇ-ફાઇ હોટસ્પોટ પર ક્લિક કરી તેનાં
સેટિંગ્સ કરો.
અહીં વાઇ-ફાઇ
હોટસ્પોટનો પાસવર્ડ નક્કી કરી શકાશે, જેની મદદથી,
બીજા સાધનમાં આ મોબાઇલમાંથી ઇન્ટરનેટ
કનેક્શન મેળવી શકાશે.


