Get The App

Aadhaar Card ખોવાઈ ગયું હોય તો આ રીતે મેળવો નવું કાર્ડ

Updated: Jan 7th, 2019

GS TEAM

Google News
Google News
Aadhaar Card ખોવાઈ ગયું હોય તો આ રીતે મેળવો નવું કાર્ડ 1 - image

દિલ્હી, 7 જાન્યુઆરી 2019, સોમવાર

આધાર કાર્ડ ઓળખનો મહત્વનો પુરાવો છે. કેટલાક કામ તો એવા છે કે જેને આધાર કાર્ડ વિના કરવા અશક્ય છે. તેવામાં જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો પછી સમસ્યા થઈ શકે છે. જો તમારું આધાર કાર્ડ પણ ગુમ થઈ ગયું હોય અને તમારે કોઈ અગત્યનું કામ કરવાનું હોય તો તમે આ રીતે ઓનલાઈન નવું કાર્ડ મેળવી શકો છો. આધાર કાર્ડની વેબસાઈટ પર કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરી અને તમે આધાર કાર્ડને રિપ્રિંટ કરી શકો છો. 

આધાર કાર્ડ રિપ્રિંટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચુકવવી પડશે. UIDAIની વેબસાઈટ પરથી આધાર કાર્ડ રિપ્રિંટ કરવા માટે સૌથી પહેલા તમારો આધાર કાર્ડ નંબર યાદ કરી લેવો. ત્યારબાદ આધાર રિપ્રિંટ વિકલ્પ પસંદ કરો અને તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી એડ કરો. ઓટીપી નોંધાવ્યા બાદ આધાર કાર્ડનું પ્રિવ્યૂ જોવા મળશે. ત્યારબાદ નામ, જન્મ તારીખ અને સરનામું જેવી વિગતો ભરી અને પેમેન્ટ વિકલ્પ સિલેક્ટ કરો. 

1. www.uidai.gov.in વેબસાઈટ પર જવું.

2.  હોમ પેજ પર આધાર કાર્ડ રીપ્રિંટનો વિકલ્પ સિલેક્ટ કરો.

3. ત્યારબાદ 12 આંકડાનો આધાર નંબર તેમાં એડ કરો.

4. મોબાઈલ નંબર પર સેન્ડ ઓટીપી ક્લિક કરો. 

5. ઓટીપી એડ કરી અને આગળના પેજ પર પ્રિવ્યૂની વિગતો ચેક કરી અને પેમેન્ટ પર ક્લિક કરો.

6. ફી જમા કરશો એટલે મોબાઈલ નંબર પર એસઆરએન નંબર આવી જશે.