Get The App

તમારા ડ્રોપશિપિંગ બિઝનેસ માટે સપ્લાયર્સ કેવી રીતે શોધશો ?

Updated: Jun 11th, 2023

GS TEAM

Google News
Google News
તમારા ડ્રોપશિપિંગ બિઝનેસ માટે સપ્લાયર્સ કેવી રીતે શોધશો ? 1 - image


- ykuLk÷kRLk rçkÍLkuMkLkwt yk {kuzu÷ sux÷wt ykf»kof Au yux÷wt s {w~fu÷ Ãký Au - çknw {kuxku ykÄkh MkÃ÷kÞh Ãkh Au

www.meesho.com/learn-reselling

ભારતમાં ડ્રોપશિપિંગ બિઝનેસ મોડેલ  પોપ્યુલર બનાવવામાં મીશોનો બહુ મોટો ફાળો છે. એ સૌથી સહેલો રસ્તો પણ છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે. તમે મીશો પર ખરીદી કરતા જ હશો, એ જ રીતે, મીશો પરની વિવિધ પ્રોડક્ટસના કેટેલોગ પોતાના વોટ્સએપ ગ્રૂપમાં શેર કરી શકાય, તેમાં પ્રાઇસ આપણે ઇચ્છીએ તે રાખી શકીએ. જે ઓર્ડર મળે તે મીશોને પાસઓન કરવાના, તે જ ડિલિવરી સંભાળે છે.

www.glowroad.com

મેડિકલ પ્રેક્ટિસ કરતાં એક મહિલા ડોક્ટરે આ સોશિયલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊભું કર્યું. લોકો તેમાં રીસેલર  જોડાઈ શકે, હોલસેલ પ્રાઇસ પર પ્રોડક્ટ્સ મેળવી શકે અને તેને વોટ્સએપ, ફેસબુક વગેરે પર શેર કરીને સેલ કરી શકે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપનીએ એટલું કાઢું કાઢ્યું કે હવે તેને એમેઝોન ઇન્ડિયાએ એક્વાયર કરી લીધી છે, જોકે તે અલગ પ્લેટફોર્મ તરીકે હજી કાર્યરત છે.

www.baapstore.com

૨૦૧૬માં લોન્ચ થયેલા આ સ્ટાર્ટઅપે ભારતમાં ડ્રોપશિપિંગ સપ્લાયર તરીકે મોટું નામ બનાવી લીધું છે. આ સ્ટાર્ટઅપ વિવિધ પ્લાન ઓફર કરે છે, જેમાં આપણી વેબસાઇટ પણ તૈયાર થાય છે. આ ઇ-સ્ટોરમાં બાપસ્ટોર તરફથી હોલસેલ પ્રાઇસ પર પ્રોડક્ટનું લિસ્ટિંગ કરીને  આપણે તેને પોતાના માર્જિન સાથે વેચી શકીએ છીએ. આ કંપની પોતાની પ્રોડક્ટ્સ ડાયરેક્ટ એન્ડ કસ્ટમરને વેચતી નથી.

www.shopify.com

પહેલી વાત - દુનિયાભરમાં નાનામોટા બિઝનેસ માટે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ આપતી આ સર્વિસ પોતે પ્રોડક્ટ્સની સપ્લાયર નથી. એ આપણને માત્ર પોતાનો ઓનલાઇન સ્ટોર ઊભો કરવાની સગવડ આપે છે.

પરંતુ પછી તે ઇન્ડિયામાર્ટ જેવા વિરાટ બીટુબી નેટવર્ક પરથી, વિવિધ પ્રોડક્ટ્સના સપ્લાયર શોધી આપવામાં મદદ કરે છે. એ સપ્લાયર સાથેનું બધું જ ડીલિંગ આપણે સંભાળવાનું!

zÙkuÃkrþ®Ãkøk rçkÍLkuMk Mkkð Mknu÷ku LkÚke

વાસ્તવમાં એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે મોટી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પોતે કોઈ પ્રોડક્ટ બનાવતી નથી કે તેનો સ્ટોક કરતી નથી. એ માત્ર વેચનાર અને ખરીદનારનો મેળાપ કરાવી આપે છે. ડ્રોપશિપિંગ મોડેલથી આપણને પણ બહુ નાના પાયા પરના એમેઝોન/ફ્લિપકાર્ટ બનવાની તક મળે છે!

ડ્રોપશિપિંગ મોડેલ ઓછા રોકાણે બિઝનેસ શરૂ કરવાની તક આપે છે, પરંતુ આ મોડેલમાં પણ સફળતાની કોઈ ગેરંટી નથી. એક તો, લોકો સામાન્ય રીતે ઓનલાઇન શોપિંગ સમયે અજાણી સાઇટ્સ પર ભરોસો મૂકતા નથી, આથી આપણા ઇ-સ્ટોર પરથી ધડાધડ ખરીદી થાય નહીં. જો સપ્લાયર પાસેથી મેળવેલી પ્રોડક્ટસ મોટાં શોપિંગ પ્લેટફોર્મ્સ પર વેચવા જઈએ તો ત્યાં લાખો સેલર્સ વચ્ચે તીવ્ર હરીફાઇ છે!

ઉપરાંત, આપણા બિઝનેસની સફળતાનો બધો આધાર મુખ્યત્વે બે બાબત પર છે - એક, આપણી પોતાની બિઝનેસ તથા માર્કેટિંગની આવડત અને બે, સપ્લાયરની પ્રોડક્ટ તથા ડિલિવરીની ગુણવત્તા. આ બંનેમાંથી કોઈ એકમાં કચાશ રહે તો આપણો બિઝનેસ આગળ વધી શકે નહીં.

Tags :