મોબાઈલ જાસૂસીનો ડર સતાવી રહ્યો છે ? આ સરળ રીતે કરી શકો છો ચેક
નવી દિલ્હી, તા. 25 મે 2022 બુધવાર
સ્માર્ટફોનની જરૂરિયાત એટલી વધી ગઈ છે કે લોકો આને 24/7 પોતાની પાસે રાખે છે. આ કારણે તેનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે. એટલે કે તમે કોની સાથે વાતો કરી રહ્યા છો અથવા કોને મેસેજ કરી રહ્યા છો આની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી શકે છે.
આ માટે ઘણા વાયરસ, માલવેર પણ નોંધાયા છે. મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે. એવામાં તમે કેવી રીતે જાણકારી મેળવી શકો છો કે તમારો ફોન ટ્રેક કરવામાં આવી રહ્યો છે. જેની જાણકારી અહીં આપવામાં આવી છે.
જો તમને કોઈ જાસૂસી કરી રહ્યુ છે તેવુ લાગે તો અહીં કેટલાક કોડ આપવામાં આવ્યા છે. જેને તમે તમારા ફોનના ડાયલપેડ પર ટાઈપ કરીને ચેક કરી શકો છો. તમે આ કોડને ડાયલ કર્યા બાદ કોલ કરીને ડિટેલ ચેક કરી શકો છો.
*#21#
આ કોડથી ચેક કરવામાં આવી શકે છે કે તમારા મેસેજ, કોલ્સ કે અન્ય ડેટા કોઈ બીજા નંબરે ફોરવર્ડ છે કે નહીં. જો કોલ કોઈ બીજા નંબરે ફોરવર્ડ છે તો તેની પણ જાણકારી ફોરવર્ડ નંબર ડિટેલ્સની સાથે આપવામાં આવશે.
*#62#
આ કોડનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો જ્યારે લોકો તમને ફરિયાદ કરે છે કે તમારા નંબર પર કોલ લગાવવા પર નો-સર્વિસ કે નો-આન્સરનુ નોટિફિકેશન આવે છે. આ કોડથી તમને જાણ થશે કે તમારા કોલ્સ, મેસેજ કે ડેટા રિડાયરેક્ટેડ તો નથી.
##002#
આ કોડનો ઉપયોગ કરવાથી યુઝર્સના એન્ડ્રોઈડ ફોનના તમામ રિડાયરેક્શનને સ્વિચ ઓફ કરી દેવાય છે. આ તે સમયે ઘણુ ઉપયોગી થશે જ્યારે તમે રોમિંગનો પ્લાન કરી રહ્યા હોય અને કોઈ અનિચ્છનીય રીડાયરેક્ટ કૉલ માટે રૂપિયા ખર્ચ કરવા ઈચ્છતા નથી.