Get The App

જાણો ATM કાર્ડને બ્લોક કરવાની સરળ રીત, નહીં જવું પડે બેન્ક

Updated: Jan 22nd, 2019

GS TEAM


Google News
Google News
જાણો ATM કાર્ડને બ્લોક કરવાની સરળ રીત, નહીં જવું પડે બેન્ક 1 - image


દિલ્હી, 22 જાન્યુઆરી 2019, મંગળવાર

આપણે સૌ આજના ડિજિટલ યુગમાં નાણાની લેવડદેવડ માટે કાર્ડનો જ ઉપયોગ કરીએ છીએ. ડેબિટ, ક્રિડિટ જેવા કાર્ડને આપણે ખૂબ સાચવીને રાખીએ છીએ. પરંતુ જો ક્યારેક ભુલથી તમારું કાર્ડ ખોવાઈ જાય તો તમે શું કરો ? સામાન્ય રીતે લોકો સલાહ આપશે કે સૌથી પહેલા બેન્ક જઈ અને કાર્ડને બ્લોક કરાવી દો. પરંતુ આમ કરવાની જરૂર નથી. જીહાં તમે બેન્ક ગયા વિના પણ તમારું કાર્ડ બ્લોક કરી શકો છો. 

ઘરે બેઠા એટીએમ કાર્ડ બ્લોક કરવા માટે જરૂરી છે કે તમારું ઈંટરનેટ બેંકિંગ ચાલું હોય. જો તમારું ઈંટરનેટ બેંકિંગ એક્ટિવ હોય તો સૌથી પહેલા આઈડી અને પાસવર્ડ એડ કરી અને ફોન અથવા લેપટોપમાં લોગઈન કરો. ત્યારબાદ  ATM serviceમાં જઈ અને  block ATM Card નો વિકલ્પ પસંદ કરો. ત્યાં તમને તમારા કાર્ડનો નંબર જોવા મળશે અને તેમાં તમારા ડેબિટ કાર્ડને સિલેક્ટ કરો. 

તમારા એટીએમ માટેના કેટલાક પ્રશ્નોના જવાબ તમને પુછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ એડ કરશો એટલે તમારા રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી એડ કરશો એટલે તમારું કાર્ડ સરળતાથી બ્લોક થઈ જશે. ત્યારબાદ તમને ઈ મેલના માધ્યમથી કંફર્મેશન મળી જશે અને તમે બેન્કને ઈ મેલ કરી નવા કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. 


Tags :