નવી દિલ્હી, તા. 24 નવેમ્બર 2020, મંગળવાર
WhatsApp નું ‘Disappearing Message’ફીચર ઇન્ડિયામાં ઉપલબ્ધ થઇ ગઇ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફૉર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગમાં લઇ શકાય છે. જો કે યૂઝર્સે આ ફીચરને ફોનમાં મેન્યુઅલી ઓન કરવું પડશે. વૉટ્સએપનું કહેવું છે કે આ ફીચર મારફતે તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર જાતે જ ગાયબ થઇ જશે.
તેને વન-ઑન-વન ચેટની સાથે-સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાય છે. પરંતુ ગ્રુપ માટે આ ફીચરનો ઉપયોગ માત્ર Admin જ કરી શકે છે.
વૉટ્સએપના આ ફીચર્સની સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. રિપોર્ટ અનુસાર જો તમે 7 દિવસ સુધી મેસેજ જોતાં નથી તો પણ મેસેજ ગાયબ થઇ જશે, પરંતુ જો તમે નોટિફિકેશન પૈનલ ક્લિયર નથી કર્યું તો તમે ત્યાંથી મેસેજ ચેક કરી શકશો.
જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનથી અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ કેટલાક સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે...
વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કર્યા બાદ આ સ્ટેપ્સને ફૉલો કરો...
- સૌથી પહેલા વૉટ્સએપ ઓપન કરો. ત્યારબાદ હવે જે કૉન્ટેક્ટ માટે તમે ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવેટ કરવા ઇચ્છો છો તે ચેટને ઓપન કરો.
- હવે ઓપન કરવામાં આવેલા ચેટને કૉન્ટેક્ટના નામ પર ક્લિક કરો. કૉન્ટેક્ટના નામ પર ક્લિક કરતાં જ તેનું વૉટ્સએપ એકાઉન્ટ ઓપન થઇ જશે.
- અહીં તમને disappearing મેસેજ ફીચર જોવા મળશે, તેના પર ક્લિક કરો. ડિસઅપીયરિંગ મેસેજ ફીચર પર ક્લિક કરતાં જ તમને ON અને OFFનું ઑપ્શન જોવા મળશે. તેને તમે અહીંથી ON કરી દો.
- હવે આ ફીચર એપમાં એક્ટિવેટ થઇ જશે અને મોકલવામાં આવતાં મેસેજ, ફોટો અને વીડિયો 7 દિવસ બાદ જાતે જ ગાયબ થઇ જશે.


