Get The App

YouTubeથી કેટલી થાય છે કમાણી? 1000 વ્યૂઝ આવવા પર મળે છે આટલા રૂપિયા, જાણો વિગતે

ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ઉત્તરપ્રદેશમાં એક YouTuberને ત્યા રેડ પાડવામાં આવી તો તેની પાસેથી 24 લાખની રોકડા મળ્યા

Updated: Jul 18th, 2023

GS TEAM


Google News
Google News
YouTubeથી કેટલી થાય છે કમાણી? 1000 વ્યૂઝ આવવા પર મળે છે આટલા રૂપિયા, જાણો વિગતે 1 - image
Image Youtube

તા. 18 જુલાઈ 2023, મંગળવાર 

આજકાલ લોકો વિવિધ રીતે યુટ્યુબના માધ્યમથી પૈસાની કમાણી કરતા હોય છે. જેમા ઘણા લોકો તેના વિશે જાણતા હોય છે પરંતુ કેટલાક લોકો જાણતા નથી કે યુટ્યુબમાથી કઈ રીતે પૈસા કમાવા અને તેની શરતો કઈ કઈ છે. આજે YouTube એક કમાણીનું મુખ્ય સાધન બની ગયું છે, પરંતુ કેટલાક લોકોમાં હજુ પણ પ્રશ્ન છે કે તેમાંથી કેટલી કમાણી થતી હશે. YouTube બધા ક્રીયેટર્સને અલગ અલગ રીતે પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ તેના કન્ટેન્ટની ક્વોલીટી, કેટેગરી અને તેના પર કેટલા વ્યુઝ આવે છે તેના પર નિર્ભર હોય છે. આવો જાણીએ કે YouTubeથી લોકો કેટલા પૈસાની કમાણી કરે છે અને કેવી રીતે પૈસા તેમાથી કમાઈ શકાય.

ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ઉત્તરપ્રદેશમાં એક YouTuberને ત્યા રેડ પાડવામાં આવી તો તેની પાસેથી 24 લાખની રોકડા મળ્યા 

ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર ઇન્કમ ટેક્ષ વિભાગની રેડ પડી હતી. રેડમાં  YouTuber પાસેથી 24 લાખની રોકડ રકમ મળી હતી. YouTuber તસ્લીમ ખાન પર આરોપ છે કે તેણે ખોટી રીતે કરોડો રૂપિયાની  કમાણી કરી છે. તસ્લીમ તેના ભાઈ સાથે મળીને બે વર્ષથી યુટ્યુબ ચેનલ Trading Hub3.0 ચલાવે છે.

આ પ્લેટફોર્મમાં તે શેરમાર્કેટને લગતા વીડિયો મુકતો હોય છે. અને હાલમાં જેને ત્યા ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા તે તસ્લીમના ભાઈ ફિરોજે કહ્યુ કે youtubeથી સારી કમાણી થાય છે. અને અત્યાર સુધી તેમણે   YouTubeના માધ્યમથી 1.20 કરોડ રુપિયા કમાઈ લીધા છે અને 40 લાખ ઈન્કમટેક્ષ ભર્યો હતો. 

YouTube થી કેટલી થઈ શકે છે કમાણી.. .

યુટ્યુબ ક્રિયેટર્સના તેના કન્ટેન્ટ પર આવનારા Ads ને રેવન્યું શેર કરે છે. આ આવકનો હિસ્સો જુદા જુદા ક્રીયેટર્સ માટે અલગ હોઈ શકે છે. વાસ્તવમાં, યુટ્યુબથી મળેલા પૈસા કન્ટેન્ટ કેટેગરી, અને અન્ય ઘણા પાસાઓ પર આધાર રાખે છે. રીપોટ અનુસાર ક્રીયેટર્સ Adsના 55% સુધી રૂપિયા કમાય શકે છે. 

પૂરી કરવી પડશે આ શરતો : 

જોકે આ માટે યુજર્સને YouTube Partner Program નો ભાગ હોવો જરૂરી છે. આ પ્રોગ્રામમાં જોડાવા માટે યુજર્સની તેની ચેનલ પર 500 Subcriber અને 3000 કલાક વોચ ટાઈમ હોવા જોઈએ. YouTube Shortsથી પણ ક્રીયેટર્સની કમાણી થાય છે, પણ તેના આવક વિશે વધુ માહિતી નથી.

વર્ષ 2022 ના ડેટા મુજબ અમેરિકામાં YouTubersની કમાણી 4600 ડોલર (આશરે રુ. 3,77,234) મહિનાની છે. સરેરાશ વાત કરીએ તો YouTube ક્રિએટર્સ લગભગ 1000 વ્યૂઝ પર $18 (આશરે રૂ.1558) સુધીની કમાણી કરે છે. કોઈ પણ ક્રીયેટર્સની કમાણી તેના કન્ટેન્ટ, ઓડીયન્સ, વ્યુઝ અને સબ સબ્સક્રાયબર પર આધારિત છે.

YouTube થી કમાણી કરવાની ઘણી રીતો છે અને એક ક્રીયેટર્સ દર મહિને લાખોમાં કમાણી કરી શકે છે

યુજર્સ YouTube Shorts ના માધ્યમથી પણ પૈસા કમાય શકે છે. આ સિવાય લોકો મેમ્બરશિપ અને અન્ય રીતે પણ પૈસા કમાઈ શકે છે. એકંદરે  YouTube થી કમાણી કરવાની ઘણી રીતો છે. એક ક્રીયેટર્સ દર મહિને લાખોમાં કમાણી કરી શકે છે.

Tags :