Get The App

આઇફોનમાં આ સેટિંગ કરવાથી રાતે સારી ઊંઘ આવશે, જાણો વિગત…

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
આઇફોનમાં આ સેટિંગ કરવાથી રાતે સારી ઊંઘ આવશે, જાણો વિગત… 1 - image


iPhone Helps to Get Better Sleep: મોબાઇલનો ઉપયોગ એટલો વધી ગયો છે કે એને કારણે ઘણાં યુઝર્સની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. જોકે આઇફોન યુઝર્સ માટે કેટલાક સેટિંગ્સ છે જેને કારણે કોઈ પણ યુઝર્સની ઊંઘ સારી આવી શકે છે. ઊંઘ ઉડવાનું સૌથું મોટું કારણ બ્લુ લાઇટનું એક્સપોઝર છે અને એને જ દૂર કરવામાં આવે તો ઊંઘ સારી આવી શકે છે.

બ્લુ લાઇટને કારણે ઉડી જાય છે ઊંઘ

બ્લુ લાઇટને કારણે યુઝર્સની ઊંઘ ઉડી જાય એ વિશે દરેકને ખબર છે. આપણા શરીરને ખબર હોય છે કે ક્યારે ઊંઘી જવું અને ક્યારે જાગી જવું. જોકે મોબાઇલ અથવા તો અન્ય સ્ક્રીનની બ્લુ લાઇટ શરીરની જે સિસ્ટમ છે એ પ્રોસેસને અટકાવે છે. આ પ્રોસેસને અટકવાને કારણે શરીરને જે થાક લાગ્યો હોય એ નથી લાગતો. થાક ન લાગ્યો હોય એવું ફીલ થતાં ઊંઘ ઓટોમેટિક ઉડી જાય છે. આ કારણસર ઘણાં લોકોની ઊંઘ ઉડી જાય છે.

બ્લુની સામે રેડ લાઇટ છે સોલ્યુશન

બ્લુ લાઇટના ઇશ્યુને સોલ્વ કરવા માટે સ્ક્રીનની લાઇટ રેડ કરી દેવું એ સોલ્યુશન છે. રેડ લાઇટની વેવલેન્ધ લાંબી હોય છે અને આપણી આંખ માટે એ ડાર્ક કલર હોય છે. આ રેડ લાઇટ એટલે કે ડાર્ક કલર થાકી ગયા હોય એ પ્રોસેસને અટકાવાની જગ્યાએ એને વધારે છે. આથી યુઝર્સને જલદી ઊંઘ આવી જાય છે. આ રેડ લાઇટ કરવાથી ઊંઘવાની ક્વોલિટીમાં પણ બદલાવ જોવા મળે છે. સ્લીપોપોલિસના સરવે મુજબ લગભગ 90 ટકા અમેરિકન રાતે સૂવા પહેલાં સ્ક્રીનનો ઉપયોગ કરે છે. આથી સ્ક્રીનની બ્લુ લાઇટ દરેકને અસર કરતી હોય છે.

આઇફોનમાં આ સેટિંગ કરવાથી રાતે સારી ઊંઘ આવશે, જાણો વિગત… 2 - image

રેડ લાઇટ થેરાપીને કારણે ઊંઘની ગુણવત્તામાં સુધારો

રેડ લાઇટના ફાયદા ઘણાં છે અને એ એક રિસર્ચ દ્વારા પણ સામે આવ્યું છે એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે એક મહિલા એથલિટ દ્વારા રોજ રાતે 30 મિનિટ સુધી રેડ લાઇટ થેરાપી લેવામાં આવી હતી અને બે અઠવાડિયાની અંદર તેની ઊંઘની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. આ સાથે જ તેના પર્ફોર્મન્સમાં પણ વધારો જોવા મળ્યો હતો અને તે વધુ સારી રીતે કસરત કરી શકતી હતી. રેડ લાઇટ નાઇટ વિઝનને નુક્સાન ઓછું કરે છે અને એને કારણે સવારે ઉઠ્યા બાદ વ્યક્તિ થોડા મૂડમાં ન હોય એવા ચાન્સ પણ ઓછા રહે છે.

આ પણ વાંચો: એડવાન્સ્ડ ફાઇટર જેટ બનાવવા માટે ડીપસીક AIનો ઉપયોગ કરી રહ્યું છે ચીન

આઇફોનમાં રેડ લાઇટ કેવી રીતે એક્ટિવેટ કરશો?

આઇફોનમાં રેડ લાઇટ એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલાં સેટિંગ્સમાં જવું. ત્યાર બાદ એસસેબિલિટીમાં જઈને ડિસ્પ્લે એન્ડ ટેક્સ્ટમાં જવું. ત્યાર બાદ કલર ફિલ્ટરમાં જઈને એને ઓન કરવું. ઓન કર્યા બાદ કલર ફિલ્ટર અને હ્યુ બન્નેને એકદમ રાઇટ સાઇડ સુધી સ્લાઇડ કરવું. એ કરતાં જ ડિસ્પ્લે રેડ થઈ જશે. આ કરતાની સાથે જ બ્લુ લાઇટનું એક્સ્પોઝરથી દૂર રહી શકાશે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થશે.

Tags :