Get The App

હિમાલયનું સર્જન કેવી રીતે થયું? એક મિનિટનો હતપ્રભ કરી દેતો વીડિયો, જાણો કેટલો સમય લાગ્યો હતો...

આજે જ્યાં હિમાલય છે પહેલા ત્યાં ટેથિસ નામનો દરિયો હતો

પશ્ચિમથી પૂર્વ સુધીની હિમાલયની લંબાઈ લગભગ 2500 કિલોમીટર છે

Updated: Mar 4th, 2024

GS TEAM

Google News
Google News
હિમાલયનું સર્જન કેવી રીતે થયું? એક મિનિટનો હતપ્રભ કરી દેતો વીડિયો, જાણો કેટલો સમય લાગ્યો હતો... 1 - image


Himalaya : આપણા હિમાલયની પર્વતમાળા અસ્તિત્વમાં કેવી રીતે આવી, શું તમને એનો ખ્યાલ છે? જો ના હોય તો આ અહેવાલ તમને ખૂબ જ કામ લાગશે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમને હિમાલયના સર્જનનો ખ્યાલ આવી જશે. ભારત એક ટાપુ હતો. પછી તે એશિયાની નજીક આવીને તેની સાથે ટકરાયો. આ ટક્કરથી હિમાલયનું નિર્માણ થયું હોવાનો દાવો કરાયો છે. આ સમગ્ર કહાની તમને એક મિનિટના વીડિયોમાં જોવા મળી જશે.

ક્યારે આ પ્રક્રિયા શરુ થઈ?

8.80 કરોડ વર્ષ પહેલા ભારત એશિયા તરફ આગળ વધ્યું હતું. ત્યારે ભારત એક વિશાળ ટાપુ હતો. તે સમયે દુનિયામાં ટેક્ટોનિક પ્લેટો ખૂબ જ નાની-નાની હતી. જ્યારે આ પ્લેટો સરકવા લાગી તો એકબીજા સાથે અથડાવા લાગી. તેનાથી મહાટાપુઓનું નિર્માણ થયું. ભારતની પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ હતી. તેનાથી અત્યંત તીવ્ર દબાણ સર્જાયું હશે.

ટેથિસ નામનું સમુદ્ર હતું હિમાલયના સ્થાને

આ દબાણને કારણે ઊંચા ઊંચા શિખરોની પર્વતમાળાનું સર્જન થયું. એવું કહેવાય છે કે આજે અહીં હિમાલય અસ્તિત્વમાં છે. ત્યાં પહેલા ટેથિસ નામનું સમુદ્ર હતું. આ સમુદ્ર ગોંડવાના અને અંગારલેન્ડ વચ્ચે આવેલું હતું. જ્યારે ભારત યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે ત્યારે સમુદ્રનો અંત આવી જાય છે. અહીં દબાણને કારણે ઊંચા ઊંચા શિખર અસ્તિત્વમાં આવી જાય છે.

પશ્ચિમથી પૂર્વ સુધી હિમાલય 2500 કિ.મી. હોવાનો દાવો

હિમાલયના આકાર લેવાની પ્રક્રિયાની શરૂઆત 4 થી 5 કરોડ વર્ષ પહેલા શરૂ થઈ હતી. ભારતીય અને યુરેશિયન પ્લેટોની ટક્કરને કારણે સબડક્શન થયું ન હતું. તેનો અર્થ એ છે કે કોઈ પ્લેટ એકબીજાની નીચે ન ખસી. તે સમયે જમીનનો ભાગ સીધો ઉપર ઉઠવા લાગ્યો. પશ્ચિમથી પૂર્વ સુધીની તેની લંબાઈ લગભગ 2500 કિલોમીટર છે. તેનો પશ્ચિમ કિનારો નંગા પર્વત નજીક સિંધ નદીના ઉત્તરીય વળાંક પાસે આવેલો છે. તેનો પૂર્વ કિનારો નામચા બરવા એટલે કે યાર્લુંગ ત્સાંગપો (બ્રહ્મપુત્રા) નદીની પશ્ચિમે આવેલો છે. હિમાલયની પહોળાઈ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ છે. ક્યાંક 150 કિલોમીટર તો ક્યાંક 350 કિલોમીટર સુધી.

હિમાલયમાં 10 શિખરોની ઊંચાઈ આઠ કિ.મી.થી વધુ

કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયનો વિસ્તાર 2500 કિમીથી વધુ લાંબો છે. સિંધુ ખીણમાં નંગા પર્વતથી ઉત્તર-પૂર્વમાં નામચા બરવા સુધી જો તમે ઉપરથી હિમાલયને જોશો તો તમને દેખાશે આ આખો પટ્ટો ભારત તરફ લટકી રહ્યો છે એટલે કે એક વાટકાની જેમ. આ એ જ હિમાલય છે જ્યાં વિશ્વના 14 શિખરોમાંથી 10 શિખરો 8 કિમીથી પણ ઊંચા છે. પૃથ્વીના સૌથી ઉપરના સ્તર એટલે કે ક્રસ્ટના સંકોચનને કારણે હિમાલય પર્વતોની રચના થઈ હતી. જો આપણે હિમાલયના ઉત્તર-પશ્ચિમ તરફ જોઈએ તો હિંદુકુશ, પામિર અને નંગા પર્વત વિસ્તારોમાં ક્રસ્ટની જાડાઈ 75 કિમી છે જે જમ્મુ અને કાશ્મીરમાં 60 કિ.મી. જેટલી છે.

હિમાલયનું સર્જન કેવી રીતે થયું? એક મિનિટનો હતપ્રભ કરી દેતો વીડિયો, જાણો કેટલો સમય લાગ્યો હતો... 2 - image

Tags :