ભારતમાં દક્ષિણ પશ્ચીમી મોન્સૂનનું આગમન કેવી રીતે થાય છે ?
મોન્સુન શબ્દની ઉત્પતિ અરબી શબ્દ મોસિન પરથી થઇ છે
ઠંડી હવા દરિયામાંથી પસાર થઇને આવેલી હોવાથી તે ભેજવાળી હોય છે જે વરસાદ લાવે છે.
મોન્સુન શબ્દની ઉત્પતિ અરબી શબ્દ મોસિન પરથી થઇ છે. જેનો અર્થ મૌસમ થાય છે. જો કે સામાન્ય રીતે ચોમાસાના આગમનને મોન્સુન કહેવાનું પ્રચલિત થયું છે. નવાઇની વાત એ છે કે દેશના અર્થતંત્રથી માંડીને જીવ માત્રને હંફાવનાર મોન્સુનનું ભારતમાં આગમન કેવી રીતે થાય છે તે જાણવું રસપ્રદ છે.
પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોવાના કારણે તેનો કેટલોક ભાગ અમુક સમય માટે સૂર્યથી દૂર જતો રહે છે.જેને સૂર્યનું ઉતરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. પૃથ્વી પર બે કાલ્પનિક રેખાઓ કર્કવૃત અને મકરવૃત છે. સૂર્ય ઉતરાયન વખતે કર્ક વૃત અને દક્ષિણાયન સમયે મકર વૃત રેખા પર હોય છે. પૃથ્વી પરના આ ફેરફારના કારણે જ શિયાળો અને ઉનાળાનો અનુભવ થાય છે. જેમાં ભારત જેવા અનેક દેશોમાં વરસાદના આગમનની પણ ચોકકસ ઋુતુ હોવાથી ત્રણ ઋતુઓ ગણાય છે.
ઉનાળાનો સમય માર્ચથી જુન ગણાય છે. જયારે જુન થી સપ્ટેમ્બર સુધીનો સમય વરસાદનો છે.મોસમમાં આવતા પરિવર્તન મુજબ હવા પણ બદલાતી રહે છે. જયા વધારે ગરમી પડે છે ત્યાં હવા ગરમ થઇને ઉપર જાય છે. આથી સમ્રગ વિસ્તારમાં હવાનું લો પ્રેશર ઉભું થાય છે. આથી હવાના આ ખાલિપાને ભરવા માટે ભારે દબાણવાળી ઠંડી હવા ધસી આવે છે. આ ઠંડી હવા દરિયામાંથી પસાર થઇને આવેલી હોવાથી તે ભેજવાળી હોય છે જે વરસાદ લાવે છે.
પૃથ્વીની ગતિના કારણે મોન્સૂનના પવનો વિષુવવૃતથી પાછા ફરે છે
જયારે શિયાળો બેસે ત્યાંરે સૂકી હવા જમીનથી દરિયા તરફ વહેતી હોય છે આથી ઠંડી પડે છે. ઉનાળામાં ૨૪ માર્ચથી સુર્ય ઉતરાયણ થઇને ૨૧ જુનના રોજ કર્કવૃત રેખા પર આવે છે આથી મધ્ય એશિયાનો ભાગ ખૂબજ ગરમ થાય છે. આથી હવા ગરમ થઇને આકાશમાં જાય છે. જે વરસાદ સ્વરૃપે જમીન પર આવે છે. હવા વિષુવવૃતને પાર કરીને ફેરલના નિયમ અનુસાર ડાબી તરફ ઝુકે છે.ફેરલના જણાવ્યા અનુસાર પૃથ્વીની ગતિના કારણે હવા ડાબી બાજુ ઝુકે છે.આ હવા ભારત,બર્મા, દક્ષિણ પુર્વી એશિયા,ઉતરી ઓસ્ટ્રેલિયા,પશ્ચીમ આફિકાના ગીનીના દરિયાકાંઠા તથા કોલંબિયાના પ્રશાંત મહાસાગર તટ સુધી જોવા મળે છે.
તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વર્ષમાં બે ચોમાસા બેસે છે
૨૩ સપ્ટેમ્બર પછી સુર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરતો હોવાથી મોન્સુન પ્રદેશોમાં હવાનું દબાણ વધી જાય છે. આ હવા ઠંડી હોવાથી ઉતર પુર્વી પવનો શિયાળો લાવે છે. કાતિલ ઠંડી આપતા આ પવનો જે દરિયા તરફ પાછા ફરે છે.ભારતમાં વિશાળ હિમાલય પર્વતની શ્રેણીના કારણે આ ઠંડા પવનો ભારતમાં પ્રવેશી શકતા નથી. જયારે આ હવા બંગાળની ખાડી પાર કરે ત્યારે ભેજવાળી બનતી હોવાથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ પડે છે જેને લોકો ચોમાસુ પાછુ ફર્યુ એમ કહે છે.