તમે ફોનમાં કેવું સ્ક્રોલિંગ કરો છો ?
- ykÃkýLku MkkiLku swËk swËk «fkhu M¢ku®÷økLkwt ÔÞMkLk ÚkE økÞwt Au
નેટફ્લિક્સ પર સોશિયલ ડાઇલેમા નામની એક અસાધારણ ડોક્યુમેન્ટરી છે, એ તમે જોઈ છે? ફેસબુક, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ વગેરે કંપનીમાં છેક
શરૂઆતથી અને ટોચ પર કામ કરનારા લોકોના તેમાં ઇન્ટરવ્યૂ છે. એમાંથી ઘણાના માથે જે
તે કંપની માટે કમાણીના રસ્તા ઊભા કરવાની જવાબદારી હતી, કોઈને માથે વધુ ટ્રાફિક લાવવાની જવાબદારી હતી, તો કોઈએ નવી નવી સર્વિસ-ફીચર્સ ઉમેરવાનાં હતાં.
આ બધાં કામ એ લોકોએ દિલ દઈને કર્યાં. કોઈએ પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ પર હવે કાયમી થઈ ગયેલી ઇન્ફાઇનાઇટ સ્ક્રોલિંગની પદ્ધતિ શોધી.
આપણે નવા પેજ પર જવાની ઝંઝટ જ નહીં, નીચે જતા જાઓ એટલે નવું નવું
કન્ટેન્ટ આવતું જ રહે. કોઈએ ટેગિંગ અને તેના નોટિફિકેશનની પદ્ધતિ વિક્સાવી, એટલે આપણે કોઈ સોશિયલ મીડિયા સાઇટથી થોડો સમય દૂર જઈએ તો પણ, તેના તરફથી ટપકી પડેલું નોટિફિકેશન જોઈને ફરી એ સાઇટના પ્રવાહમાં તણાઈ જઈએ. આ
સૌ લોકોની મુખ્ય જવાબદારી એક જ હતી - યૂઝર્સને એટલે કે આપણને શક્ય એટલો વધુ સમય
સોશિયલ મીડિયામાં પરોવાયેલા રાખવા.પણ વાત માત્ર સોશિયલ મીડિયાની નથી. વીડિયો સાઇટ્સ, ન્યૂઝ સાઇટ્સ વગેરે પર ણ એવી જાતભાતની ટ્રિક્સનો ઉપયોગ થાય છે કે આપણે તેનાથી
દૂર જઈએ જ નહીં.
એ સૌ લોકો પોતાના કામમાં સફળ થયા, પણ હવે તેઓ એક અવાજે કહે છે કે તેમણે ભૂલ કરી! આપણે સૌ સ્માર્ટફોનના એવા અઠંગ વ્યસની બની ગયા છીએ કે તેની સીધી અસર આપણા સ્વભાવ અને સંબંધો પર પડી રહી છે. થોડો સમય કાઢીને, નીચે આપેલા જુદા જુદા સ્ક્રોલિંગમાંથી તમને શેની આદત છે એ તપાસી જુઓ ને જરૂરી લાગે તો તેમાંથી છૂટવાનો પ્રયાસ કરી જુઓ.
zq{M¢ku®÷øk : níkkþk íkhV Ëkuhe síkwt M¢ku®÷øk
સ્માર્ટફોન જેવા પરમ શક્તિશાળી સાધનનો કદાચ સૌથી ખરાબ ઉપયોગ એટલે આ
ડૂમસ્ક્રોલિંગ. કોરોના જેવી આખી દુનિયાને આવરી લેતી આફત હોય, પ્લેન ક્રેશની દુર્ઘટના હોય કે પછી અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીએ કરેલી બીજા
વિદ્યાર્થીની હત્યાની વાત હોય
આ બધું ચોક્કસ દુઃખદ છે, પણ એક સમય પછી આપણે જીવનને આગળ ધપાવવું જ પડે. તેને બદલે, સ્માર્ટફોનને કારણે આપણે જાણે-અજાણે આવી દુઃખદ ઘટના કે સમાચારમાં વિના કારણ
વધુ ને વધુ ઊંડા ઊતરતા જઈએ છીએ. એકની એક વાતો આપણે જુદી જુદી સાઇટ પર જઈને તપાસીએ, બીજાને ફોરવર્ડ કરીએ, કોઈ કંઈ પણ પોઝિટિવ એંગલ
જોવાનો પ્રયાસ કરે તોય આપણે તેને નકારીએ...
આ બધું છેવટે આપણને હતાશા, નિરાશા ને ખોરવાયેલી ઊંઘ તરફ
દોરી જાય છે. ડૂમસ્ક્રોલિંગ ખોટું છે, ખરાબ છે એ જાણવા છતાં આપણને
લાગે કે જે તે બાબતનાં દરેકેદરેક પાસાં આપણે જાણવાં જ જોઈએ. તમે વારંવાર આવા
કળણમાં ખૂંપતા હો તો સમયસર ચેતજો.
zÙe{M¢ku®÷øk
: MkÃkLkktLke ËwrLkÞk{kt ¾kuðkðkLke {ò
ડૂમસ્ક્રોલિંગથી બિલકુલ સામેના છેડાના સ્ક્રોલિંગની આદત ડ્રીમસ્ક્રોલિંગ તરીકે ઓળખાય છે. તમને ઇન્સ્ટા, પિન્ટરેસ્ટ, ફેસબુક વગેરેમાં રાતદિવસ
દેશદુનિયાનાં એક્ઝોટિક ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ,
ફેશન ટ્રેન્ડ્સ, લક્ઝરી હોમ્સ વગેરેને લગતું કન્ટેન્ટ જોતા રહેવાની ટેવ હોય તો તમને પણ
સ્માર્ટફોનમાં સપનાં જોવાની ટેવ છે એવું કહી શકાય.
આવી ટેવ આપણને દુનિયા ફરી વળવાનું જોશ
આપે, સક્સેસફુલ લોકોની જેમ
સફળતાનાં શિખરો સર કરવાની હોંશ જગાવે ત્યાં સુધી આમાં કંઈ ખોટું નથી. આખો દિવસ
બેઢંગી રફતારથી થાક્યા પછી થોડો સમય આવું ડ્રીમસ્ક્રોલિંગ થોડું ફીલ-ગુડ ફેક્ટર
આપે તોય વાંધો નહીં.
સતત ફેન્ટસી-લાઇફ જેવું કન્ટેન્ટ જોયા કર્યા પછી આપણને પોતાની અસલી જિંદગી
બેહદ કંટાળાજનક લાગે, કાયમ અસંતોષ રહે, ગમે તે ભોગ પૈસા કમાવાનો ઉન્માદ જાગે એવી સ્થિતિ જોખમી છે. જે છે તેનો આનંદ
માણવાને બદલે, સતત જે નથી તેનો વસવસો કરવાની
ટેવ ન પડે, તો જ ડ્રીમસ્ક્રોલિંગ
આનંદદાયક બની શકે.
ø÷q{M¢ku®÷øk
: WËkMkeLkk Zk¤ Ãkh Mkíkík økçkzíkk hnku
સ્માર્ટફોનમાં સતત થતા સ્ક્રોલિંગ માટે એક નવો શબ્દ પણ જન્મ્યો છે -
ગ્લૂમસ્ક્રોલિંગ. ડૂમ શબ્દ આખી દુનિયાનું ધનોતપનોત નીકળી
જવાનું છે એવો અણસાર આપે છે, તો ગ્લૂમ ગમગીની, ઉદાસીનો ભાવ સૂચવે છે.
ડૂમસ્ક્રોલિંગ કરતાં ગ્લૂમસ્ક્રોલિંગ જુદું એ વાતે કે પહેલાંમાં આપણે આસપાસની
દુનિયાના સમાચારોમાં પરોવાયેલા રહીએ છીએ,
જ્યારે
ગ્લૂમસ્ક્રોલિંગમાં ફસાયેલી વ્યક્તિ, મોટા ભાગે સોશિયલ મીડિયામાં
સેડ સ્ટોરીઝ, ટ્રેજેડી કે વધુ પડતી ઇમોશનલ
વાતોમાં ડૂબવા લાગે છે. ગ્લૂમસ્ક્રોલિંગ વધુ વ્યક્તિગત છે. હવેના સમયમાં નાની એવી
વાતે આપણને ઘણું લાગી આવતું હોય છે, આપણે એવા ઢાળવાળા લપસણા મૂડમાં હોઈએ ત્યાં
એકાદી, આપણા મૂડને મળતી આવતી વાત
જોવા-વાંચવા મળે તો આપણે સડેડાટ લપસવા લાગીએ! પરિવારના લોકો તરફથી માની લીધેલું રીજેક્શન કે મનગમતી વ્યક્તિ તરફથી
હાર્ટબ્રેક જેવા સંજોગમાં આપણે વધુ ને વધુ ગ્લૂમસ્ક્રોલિંગ કરીએ. ક્યારેક જાતે જ
બ્રેક લો અને તપાસો, તમે આવા ઢાળ પર ગબડી રહ્યા
નથીને?
M¢ku÷u®õMkøk
: he÷uõMk Úkðk {kxuLkwt M¢ku®÷øk
સ્ક્રોલેક્સિંગ - આ વળી નવો શબ્દ, એવો વિચાર આવ્યો? હકીકતે એ જે બે શબ્દોમાંથી જન્મ્યો છે તે બંને શબ્દોને આપણે બરાબર જાણીએ છીએ-
સ્ક્રોલિંગ અને રીલેક્સિંગ! પહેલાં ઓફિસમાં સતત, એકધારું કામ કરીને આપણે કંટાળીએ એટલે કોફી મશીન કે ચાની કીટલી જવાનો બ્રેક
લેતા. હવે એવા મોટા બ્રેક વચ્ચે નાના બ્રેક લેવાની સૌને આદત પડવા લાગી છે. આપણે
ફોન હાથમાં લઈએ અને પછી અમસ્તા જ સોશિયલ મીડિયા, યુટ્યૂબ કે ન્યૂઝ સાઇટ્સના કન્ટેન્ટ પર આંગળી ફેરવીએ. કંઈ ચોક્કસ શોધતા ન
હોઈએ. ખરેખર કોઈ ન્યૂઝ, ટ્રેન્ડ જાણવાની કે મોટિવેટ
થવાની કોઈ અપેક્ષા પણ ન હોય. ફક્ત બે ઘડીનું રીલેક્શેશન. એ બે ઘડીનું જ રહે, તમે તાજામાજા થઈને ફરી કામે વળગો, તો સ્ક્રોલેક્સિંગ મજાની
પ્રવૃત્તિ બની શકે. પણ ધીમે ધીમે આવા બ્રેકનો સમય લંબાતો જાય, તમે કોઈને ઘેર મળવા ગયા હો ત્યારે પણ હાથમાં ફોન લઈને તેમાં સ્ક્રોલિંગ કરવાનો
મનમાં સળવળાટ થતો રહે અને છેવટે તમે એ ચળને દબાવી ન જ શકો તો સમજી લો કે તમે પાતળી
લાઇન ક્રોસ કરી ગયા છો!
husM¢ku®÷øk
: çkeÃke ðÄu íkkuÞ òuðkLkwt íkku yu s çkÄwt
ડૂમસ્ક્રોલિંગ કે ગ્લૂમસ્ક્રોલિંગ જેવી આદત, પણ કદાચ વધુ ખતરનાક! રેજ એટલે ગુસ્સો અને રેજ સ્ક્રોલિંગ એટલે એવું સ્ક્રોલિંગ
જેને કારણે આપણો પારો વધુ ને વધુ ઊંચે જતો જાય! ડૂમ કે ગ્લૂમ સ્ક્રોલિંગમાં આપણે
દુઃખદ કે નિરાશાજનક વાતોમાં પરોવાયેલા રહીએ,
જ્યારે
રેજસ્ક્રોલિંગમાં કોઈ ને કોઈ વિવાદાસ્પદ,
વાંધાજનક કે સામાજિક
મુદ્દે આપણા મનમાં ભરાયેલા ઊભરાને વેગ આપે એવું ક્ન્ટેન્ટ આપણે વધુમાં વધુ જોતા
રહીએ. આવું કન્ટેન્ટ પેલી આતા માઝા સટકલી ટાઇપનું હોય, જે જોઈને આપણને વધુ ચાનક ચઢે.
પોતે સમજીએ કે આપણા ગુસ્સાથી કંઈ વળવાનું નથી, ઉલટાનું એ કન્ટેન્ટ જોઈને આપણું જ બીપી વધવાનું છે, છતાં આપણે એવું કન્ટેન્ટ જોયા વિના રહી ન શકીએ. સરવાળે આપણો સ્ટ્રેસ વધે.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જે જોઈએ એ જ વધુ દેખાય, એટલે આપણે બ્રેક ન મારીએ ત્યાં સુધી આ સાઇકલ અટકે નહીં. એની અસર આપણા માનસિક
સ્વાસ્થ્ય કે નજીકના લોકો સાથેના સંબંધો પર દેખાય ત્યાં સુધી રાહ જોશો નહીં. બ્રેક
મારજો.
M¢ku÷økúu®Íøk
: yk{ íku{ VhðkLkwt, fþwt {u¤ÔÞk rðLkk
ક્યારેક તમે સ્માર્ટફોનમાં પરોવાયેલા ન હો ત્યારે બાલ્કનીમાં પંખીઓને થોડું ચણ
નાખી જોજો. શાંતિનાં પ્રતીક ગણાતાં કબૂતર ચણ માટે એકબીજાને કેવાં માથાં મારે છે એ
જોવા મળશે! એ પાછાં, એક જગ્યાએ શાંતિથી ટકી રહીને, શાંતિથી ચણની મજા લઈ શકતાં નથી. એ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ માથું મારતાં
રહે છે. સ્માર્ટફોન આપણા હાથમાં હોય ત્યારે આપણે પણ આવી જ રીતે વર્તતા હોઈએ છીએ.
ઘડીક ઇન્સ્ટાગ્રામમાં આંગળી લસરાવીએ, વળી યુટ્યૂબમાં ખાબકીએ, ત્યાંથી ફેસબુકમાં જઈએ, વળી ટ્વીટર ને ત્યાંથી કોઈ
ન્યૂઝ સાઇટમાં
આપણે કોઈ એક જગ્યાએ, શાંતિથી, જે જોઈતું હોય એ શોધી પણ શકતા
નથી. આવું સ્ક્રોલગ્રેઝિંગ ટૂંકા ગાળા માટે ચાલે. કોઈને રિસેપ્શનમાં જઈને હોય એટલી
બધી વરાઇટી ઝાપટીએ એના જેવું, પણ રોજેરોજ એવું કરવા જઈએ તો
પેટ અચૂક બગડે. રોજેરોજનું, સતત ને સતત થતું, વિના કારણ, વિના સમજણનું સ્ક્રોલિંગ આપણા
મગજ પર ભારે વિપરિત અસર કરતું રહે છે.
M¢kuÕLkurþÞk
: nuíkw þku níkku, yu s ¼q÷kE òÞ
સ્ક્રોલિંગ અને એમ્નેશિયા (આપણી ભાષામાં સ્મૃતિભ્રંશ)ને જોડીને બનેલો શબ્દ. ક્યારેક આપણે કોઈ સાથે વાત
કરતા હોઈએ, અચાનક કોઈ ખાસ મુદ્દે વાત
કરવાનો વિચાર આવે, પણ બીજી ક્ષણે એ મુદ્દો મગજમાંથી
ગાયબ થઈ જાય! આ જ છે ક્ષણિક સ્મૃતિભ્રંશ (તમે એનો અનુભવ કર્યો જ હશે, અત્યારે ભૂલી ગયા હશો!!).
આવું સ્માર્ટફોનને કારણે હવે આપણી સાથે વારંવાર થાય છે. આપણે કોઈ ચોક્કસ
મુદ્દે, ચોકક્સ જાણકારી મેળવવા માટે
ફોન હાથમાં લઈએ, પછી થોડું ગૂગલિંગ કરીએ, સંતોષ ન થાય એટલે ચેટજીપીટીને પૂછવા જઈને, ત્યાંથી વળી સોશિયલ મીડિયામાં પહોંચીને પછી ક્યાંક એવા આડે પાટે ચઢી જઈએ કે
મૂળ શું સર્ચ કરવા માટે ફોન હાથમાં લીધો હતો એ જ ભૂલી જઈએ.
સ્ક્રોલ્નેશિયાની આદત બતાવે છે કે સ્માર્ટફોનમાં વધુ પડતા ઓપ્શન્સ આપણને કેટલા બેધ્યાન બનાવી
શકે છે. તમારી સાથે આવું વારંવાર થતું હોય તો એ તરફ જરા વધુ ધ્યાન આપી જુઓ.
RÂLVLkeM¢ku®÷øk
: fLxuLxLkku õÞkhuÞ Ãkkh Lk ykðu
આજના સોશિયલ મીડિયાની સૌથી મોટી ખાસિયત છે આ ઇન્ફિનીસ્ક્રોલિંગ. ઘણા સમયથી, લગભગ બધી જ સોશિયલ સાઇટમાં આપણા સ્ક્રોલિંગને ઇન્ફાઇનાઇટ, અનંત બનાવી દેવામાં આવ્યું છે. આપણે ગમે તેટલું નીચેની તરફ જતા જઈએ, કન્ટેન્ટનો કોઈ છેડો આવે જ નહીં. સોશિયલ કંપનીઓ આ જ ઇચ્છે છે, આપણે એક પછી બીજું ને બીજા પછી ત્રીજું કંઈ ને કંઈ જોતા જ રહીએ. પાછું દરેક
કન્ટેન્ટ આપણા મગજને ડોપામાઇન કે બીજી કોઈ ને કોઈ રીતે કિક લગાવે, એટલે આપણે થાક્યા વિના આગળ વધીએ!
હકીકતમાં, લાંબા ગાળે આવા અસીમ
સ્ક્રોલિંગથી મગજ થાકતું જાય છે, જે તે સમયે આપણને ખ્યાલ આવતો
નથી, પણ આપણા સ્વભાવમાં, પરિચિતો સાથેના વર્તનમાં તેની અસર વર્તાવા લાગે છે. ઇન્ફિનીસ્ક્રોલિંગ આપણને ટાઇમ બ્લાઇન્ડ પણ બનાવે છે, આપણે બે ઘડી રીલેક્સ થવાનું વિચાર્યું હોય પણ પછી કલાકોના કલાકો એમાં જ
ખૂંપેલા રહીએ, સાવ બેધ્યાનપણે, ખરેખર કશું મેળવ્યા વિના!