Get The App

જાણો ઈંટરનેટની શરૂઆત કેવી રીતે થઈ, કોણે કરી અને શા માટે

Updated: Jul 4th, 2019

GS TEAM


Google News
Google News
જાણો ઈંટરનેટની શરૂઆત કેવી રીતે થઈ, કોણે કરી અને શા માટે 1 - image


નવી દિલ્હી, 4 જુલાઈ 2019, ગુરુવાર

ઈંટરનેટ એવો શબ્દ થઈ ગયો છે જેનાથી આજે નાનકડું બાળક પણ અજાણ્યું નથી. પ્રાથમિક શિક્ષણ લેતા બાળકો પણ ઈંટરનેટની મદદથી અભ્યાસ કરતાં થઈ ગયા છે. આજે પરિસ્થિતી એવી છે કે જો ઈંટરનેટ થોડા સમય માટે પણ બંધ થાય તો યૂઝર્સ બેચેન થઈ જાય છે. ત્યારે એક પ્રશ્ન થાય કે લોકોના જીવનનો અગત્યનો ભાગ બની જાય તેવી આ વ્યવસ્થાની શરૂઆત કોણે કરી, ક્યારે કરી અને કયા ઉદ્દેશથી કરી હશે. 

જાણીને આશ્ચર્ય થશે પરંતુ ઈંટરનેટની શરૂઆત 4 ઓક્ટોબર 1957માં એક લડાઈના કારણે થઈ હતી. પૃથ્વી પર એક અદ્ભુત ઘટના ઘટી જેનાથી દુનિયાને બદલી દેનાર આ શોધ થઈ. આ દિવસે સોવિયત સંઘએ દુનિયાનું પહેલું માનવસર્જિત સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા હતા. અમેરિકાને આ ખબર જાણી આશ્ચર્ય થયું કારણ કે તે સમયે અમેરિકા સેટેલાઈટ બનાવી રહ્યું હતું. પરંતુ સોવિયત સંઘએ આ કામ પહેલા કરી બતાવ્યું. આ કારણે બંને વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ. 

આ ઘટના બાદ 1958માં એક એજન્સીનું ગઠન કરવામાં આવ્યું જે દેશની ટેકનિકલ તાકાતને ઝડપથી આગળ વધારે. આ એજન્સીના નામમાં શરૂઆતથી 1996 સુધીમાં અનેકવાર ફેરફાર થયા પરંતુ અંતે તેનું નામ DARPA રાખવામાં આવ્યું. આ એજન્સીની શરૂઆત કરવા પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉદ્દેશ હતો કે દેશમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અન્ય દેશોની સરખામણીમાં આગળ હોય. ઉલ્લેખનીય છે કે શરૂઆતના સમયમાં કોમ્પ્યૂટરની સાઈઝ ખૂબ મોટી હતી. તે સમયે કોમ્પ્યૂટર રાખવા માટે એક રૂમની જરૂર પડતી, તે સમયે એકથી વધારે કોપ્યૂટરને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે કોઈ નેટવર્ક હતુ નહીં. આ સમયે ARPA પોતાના વિજ્ઞાનનો વિકાસ કરી રહી હતી અને આ મલ્ટીપલ કોમ્પ્યૂટર એક સાથે કામ ન કરી શકતા તે સમસ્યા તેમના માટે બાધા હતી. આ સમસ્યાને દૂર કરવા માટે  ARPA એજન્સીએ એક ટેકનિકલ કંપનીની મદદથી નેટવર્કિંગ ટેકનોલોજી પર કામ કરવાની શરૂઆત કરી. આ બંને એજન્સીનો ઉદ્દેશ સિંગલ નેટવર્કથી અલગ અલગ કોમ્પ્યૂટરને કનેક્ટ કરવાનો હતો અને એટલે જ બંનેએ આ નેટવર્કને નામ આપ્યું APRANET.

APRANET દુનિયાનું પહેલું ઈંટરનેટ કનેકશન બન્યું જેમાં ઈંટરનેટ રુલ લાગૂ કરવામાં આવ્યા. ઈંટરનેટ રૂલ એટલે ટ્રાંસમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપી એટલે ઈંટરનેટ પ્રોટોકોલ. આજના સમયમાં આઈપી એડ્રેસ ખૂબ સામાન્ય થઈ ચુક્યું છે. એટલે કે દુનિયાભરમાં ઈંટરનેટનો વિસ્તાર થવો તે APRAની દેન છે. ત્યારબાદ 1973માં ઈંજીનિયર્સ અને વૈજ્ઞાનિકોએ APRANETને પેકેટ રેડિયો સાથે જોડવાનું નક્કી કર્યું. પેકેટ રેડિયોનો ઉપયોગ ડેટા દૂર સુધી સંચારિત કરવા માટે થાય છે. સરળ ભાષામાં કહીએ તો બે કોમ્પ્યૂટરને કનેક્ટ કરવા માટે રેડિયો ટ્રાંસમિટર અને રિસિવરનો ઉપયોગ કરવામાં આવતો. આ કામ કરવા માટે 3 વર્ષ સતત કામ કરવું પડ્યું. ત્યારબાદ 1 વર્ષે સેટનેટ એટલે કે સેટેલાઈટ નેટવર્ક કનેક્ટ થયું, જે દુનિયાભરને ઈંટરનેટ સાથે કનેક્ટ કરવા જરૂરી હતું. 

દુનિયાભરના અનેક નેટવર્ક સાથે જોડાયા બાદ તેનું નામ ઈંટર નેટવર્કિંગ રાખવામાં આવ્યું. આ નામનું શોર્ટ ફોર્મ એટલે આજનું ઈંટરનેટ. ત્યારબાદ 1989માં એક વૈજ્ઞાનિકએ નવી સિસ્ટમમ તૈયાર કરી જેના માધ્યમથી દુનિયાની દરેક વ્યક્તિ ઈંટરનેટ પર એક યુઆરએલના માધ્યમથી સર્ચ કરી શકે. આ સિસ્ટમને વર્લ્ડ વાઈડ વેબ એટલે કે WWW નામ આપવામાં આવ્યું. વર્તમાન સમયમાં આ ક્રાંતિના કારણે દરેક વ્યક્તિ સરળતાથી નેટનો ઉપયોગ કરી શકે છે અને આગામી સમયમાં દરેક વસ્તુ ઈંટરનેટ સાથે જોડાઈ જશે અને લોકોનું જીવન વધારે સરળ બનશે. 


Tags :