Get The App

એશિયા અને આફ્રિકાની ધૂળના કારણે હિમાલયનો બરફ પિગળી રહ્યો છે, વિજ્ઞાનીઓ ચિંતિત

Updated: Oct 9th, 2020

GS TEAM

Google News
Google News


એશિયા અને આફ્રિકાની ધૂળના કારણે હિમાલયનો બરફ પિગળી રહ્યો છે, વિજ્ઞાનીઓ ચિંતિત 1 - image

દિલ્હી, તા. 9 ઓક્ટોબર 2020, શુક્રવાર

એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે હિમાલયનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે. એક નવા સંશોઘનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમિ હિમાલયના ઉંચા પર્વતો ઉપર ઉડતી ધૂળ બરફ પિગળવાના મુખ્ય કારણોમાંનુ એક છે. નેચર ક્લાઇમેન્ટ ચેંજ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે બરફથી ઢંકાયેલા પહાડો ઉપર ઉડતી ધૂળના કારણે બરફ પિગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. એવું એટલા માટે થયું છે કે ધૂળ સૂર્યના પ્રકાશને શોષિત કરી શકે છે. જેના કારણે આસપાસના ક્ષેત્ર ગરમ થાય છે.

સંશોધનમાં સામે આવ્યું છએ કે આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં સેંકડો માઇલ દૂરથી ઉડતી ધૂળ વધારે ઉંચાઇ ઉપર ઉતરવાને કારણે હિમાલય ક્ષેત્રનો બરફ પિગળવાની ક્રિયા ઉપર વ્યાપક અસર થઇ રહી છે. શોધમાં આ દાવો કરનાર યૂં કિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની પેસેફિકવ નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીમાં વિજ્ઞાની છે.

તેમણે કહ્યું કે ઝડપથી પિગળી રહેલો બરફ ચિંતાનો વિષય છે. નિયમિત બરફ પિગળવો એ પણ પ્રાકૃતિક પરિસ્થિતિનો ભાગ છે. ગ્લેશિયરમાંથી જે મીઠુ પાણી વહીને નીચે ઉતરે છે તે જ નદીઓના રુપમાં વહે છે. એક અનુમાન પ્રમાણે દક્ષિણ પૂર્વ એશિયાના 700 મિલિયન લોકો મીઠા પાણી માટે હિમાલયના બરફ ઉફર આધાર રાખે છે. 


Tags :