'' અરે જોરથી બોલો, સંભળાતું નથી... ''

- nuLzMkux {uLÞwVuõ[®høk ftÃkLkeyku yLku xur÷fkuBMku M{kxoVkuLk{kt ðkuRMk õ÷urhxe Ãkh Ãkqhíkwt æÞkLk ykÃÞwt LkÚke
- {kuçkkR÷Lke
yk sqLke íkf÷eVLkk Lkðk WÃkkÞ
હ... લ્લો... ના... સંભળાતું નથી, જરા ઊંચેથી બોલો...! એક જમાનામાં જે ગણ્યાંગાંઠ્યાં મોભાદાર ઘરોમાં કાળાં ડબલાં જેવા ટેલિફોનની સુવિધા હતી, એ ઘરોમાં આવા અવાજ સામાન્ય હતા. ટ્રંક કોલ્સનો એ જમાનો વીતી ગયા પછી, એ જ જૂના, લેન્ડલાઇન ટેલિફોનમાં અવાજની સ્પષ્ટતા ખાસ્સી વધી ગઈ હતી. હવે મોટા ભાગનાં
ઘરોમાંથી લેન્ડલાઇન ફોને વિદાય લઈ લીધી છે,
એટલે સ્માર્ટફોનથી
ટેવાયેલી જનરેશનને લેન્ડલાઇન ફોનમાં વોઇસ ક્લેરિટી વધુ સારી હતી એવું કહીએ તો કોઈ
માને નહીં! પરંતુ આ હકીકત છે.
આપણે મોબાઇલમાં વાત કરતા હોઈએ ત્યારે આપણને કે સામેની વ્યક્તિને સ્પષ્ટ અવાજ
સંભળાય નહીં ત્યારે આપણે ઘર કે ઓફિસની બાલ્કનીમાં જઈને, બહેતર સિગ્નલ શોધવાનો પ્રયાસ કરીએ. વાસ્તવમાં, તકલીફ નબળાં સિગ્નલ ઉપરાંત, સ્માર્ટફોનના નબળા હાર્ડવેરની
પણ હોય છે!
આજે સ્માર્ટફોન વધુ ને વધુ સ્માર્ટ બનતા જાય છે, તેમાં ફોન કોલિંગ ઉપરાંત પાર વગરનાં કામ થઈ શકે છે, પરંતુ મોબાઇલ હેન્ડસેટ મેન્યુફેક્ચર કરતી કંપનીઓ અને વોઇસ-ડેટા સર્વિસ પૂરી
પાડતી કંપનીઓને સ્માર્ટફોનમાં થઈ શકતાં બીજાં બધાં કામકાજમાં એટલો રસ પડ્યો છે કે
ફોન કોલિંગના મૂળ કામ પર તેમનું ઘ્યાન ઘટી ગયું. પરિણામે મોબાઇલ ફોનમાં, જૂના જમાનાના લેન્ડલાઇન જેટલી સારી ક્લેરિટી મળતી નથી.
સદનસીબે, હવે કંપનીઓને સમજાઈ રહ્યું છે કે ફોન વાતચીત માટે પણ છે અને એટલે તેમાં વોઇસની ક્લેરિટી તો હોવી જોઈએ! આથી એપલ, ગૂગલ, સેમસંગ વગેરે કંપનીઓ પોતપોતાના સ્માર્ટફોનમાં હાર્ડવેર ઉપરાંત, સોફ્ટવેરથી અવાજની સ્પષ્ટતા વધારવાની કોશિશ કરી રહી છે. આ કંપનીઓના મોંઘા ફોન ઉપરાંત, અન્ય ફોનમાં આપણે વોઇસની ક્લેરિટી કઈ રીતે વધારી શકીએ અને બેકગ્રાઉન્ડ નોઇસ કેવી રીતે ઘટાડી શકીએ એની વાત કરીએ.
yuÃk÷Lkk
ykRVkuLk{kt ‘ðkuRMk ykRMkku÷uþLk’Lke MkwrðÄk
આઇફોન બધી જ વાતે તેની ક્વોલિટી માટે જાણીતા છે, તેમ છતાં, જુદાં જુદાં ઘણાં કારણોસર
તેમાં વોઇસની ક્લેરિટી બાબતે તમને સંતોષ ન હોય તેવું બની શકે (આઇફોનમાં આવી સ્થિતિ
હોય તો બીજા ફોનમાં તો એવી તકલીફ હોય જ!).
પરંતુ આઇફોનમાં હવે એવું ફીચર ઉમેરાયું છે જેને કારણે વોઇસની ક્લેરિટી
ખાસ્સી સુધરી શકે છે.
જો તમારા આઇફોનમાં આઇઓએસ ૧૫ કે ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમે તેમાં વોઇસ આઇસોલેશન નામના એક ફીચરનો લાભ લઈ શકો
છો. નામ મુજબ, આ ફીચર વાતચીત માટેના અવાજને
વાતાવરણના બીજા ઘોંઘાટથી આઇસોલેટ - અલગ કરી આપે છે! હજી હમણાં સુધી આ ફીચર માત્ર
અમુક એપ્સમાંથી થતા કોલ માટે કામ કરતું હતું,
પરંતુ આઇઓએસ ૧૬.૪
વર્ઝનથી તેનો રેગ્યુલર ફોન કોલ માટે પણ લાભ લઈ શકાય છે.
જોકે એક વાત ખાસ નોંધવા જેવી છે - આ ફીચર આપણે જેમને ફોન કોલ જોડ્યો હોય તેમને
માટે આપણો અવાજ વધુ સ્પષ્ટ બનાવી દે છે. આપણને પોતાને તેનો લાભ મળતો નથી (સિવાય કે
સામેની વ્યક્તિએ પણ તેમના ફોનમાં આ ફીચર ઇનેબલ કર્યું હોય).
આનો અર્થ એ થયો કે તમે શહેરના ટ્રાફિક વચ્ચે રસ્તે ઊભા રહીને કોઈ મહત્ત્વની
વ્યક્તિ (બોસ કે શ્રીમતીજી!)ને ફોન કોલ જોડો ત્યારે આઇફોનમાં આ ફીચર ઇનેબલ્ડ હોય
તો સામેની વ્યક્તિને તમારો અવાજ સાંભળવામાં ટ્રાફિકનો ઘોંઘાટ નડે નહીં! પરંતુ તમને
પોતાને તેમનો અવાજ સાંભળવામાં તકલીફ થઈ શકે છે.
આ મર્યાદા સાથે, વોઇસ આઇસોલેશન ફીચરનો લાભ લેવા માટે...
ફોન કોલ ચાલુ કર્યા પછી સ્ક્રીનના ઉપલા જમણે ખૂણે નીચેની તરફ સ્વાઇપ કરી
કંટ્રોલ સેન્ટર ઓપન કરો.
તેમાં માઇક મોડ શોધીને તેને ટેપ કરો. હવે જે વિકલ્પો
જોવા મળે તેમાં વોઇસ આઇસોલેશન ઓપ્શન પસંદ કરો.
આપણે ફોનમાં વોઇસ આઇસોલેશન ઇનેબલ કર્યા પછી વાતચીત કરીએ ત્યારે સામેની વ્યક્તિને બેકગ્રાઉન્ડ વોઇસ બહુ ઓછો નડતરરૂપ બને છે. જોકે આપણો અવાજ સુધારવાની પ્રક્રિયામાં ફોનનું સોફ્ટવેર આપણા અવાજમાં થોડો ફેરફાર કરે છે એટલે સામેની વ્યક્તિને બેકગ્રાઉન્ડ અવાજ ઓછો નડે પરંતુ આપણો અવાજ સ્વાભાવિક ન લાગે એવું બની શકે. આથી તમે ઘોંઘાટભર્યા સ્થળે ન હો ત્યારે વોઇસ આઇસોલેશન ફીચર બંધ રાખવું ઠીક રહે છે.
økqøk÷
rÃkõMku÷ VkuLk{kt ‘õ÷eÞh fku®÷øk’ Ve[h
આઇફોનની જેમ ગૂગલે તેના પિકસેલ ફોનમાં અવાજની ગુણવત્તા સુધારવા માટે ક્લીયરકોલિંગ નામનું એક ફીચર ઉમેર્યું છે.
પિકસેલ ફોનનું લેટેસ્ટ વર્ઝન લોન્ચ કરતી વખતે ગૂગલે આ ફીચરની જાહેરાત કરી હતી.
પરંતુ ફોન લોન્ચ થયા એ સમયે તેમાં આ ફીચર સામેલ નહોતું. એ પછી ડિસેમ્બર ૨૦૨૨થી
પિકસેલ ૭ રેન્જના ફોનમાં આ ફીચર ઉમેરાઈ ગયું છે. જોકે એક તકલીફ એ છે કે આ ફીચર
માત્ર પિકસેલ૭ અને પિકસેલ૭પ્રો માં જ ઉપલબ્ધ છે!
ગૂગલનું આ ફીચર એપલ કરતાં બિલકુલ ઊંધી રીતે કામ કરે છે. તે વાતચીત વખતે આપણા
પોતાના માટે સામેના છેડાથી આવતો અવાજ વધુ સ્પષ્ટ બનાવી દે છે! અલબત્ત ફોનમાં
ઇન્ટરનેટ કનેકશન ઓન હોય ત્યારે જ આ ફીચર કામ લાગે છે. જો તમારી પાસે પિકસેલ૭ કે
પિકસેલ૭પ્રો ફોન હોય તો ક્લીયરકોલિંગ ફીચર ઇનેબલ કરવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.
ફોનના સેટિંગ્સમાં જાઓ.
તેમાં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન શોધી કાઢો.
તેમાં ક્લીયરકોલિંગ શોધી તેને ટેપ કરો.
હવે યૂઝ ક્લીયરકોલિંગ ઓન કરી દો.
ગૂગલ સ્પષ્ટતા કરે છે કે આ ફીચર કેટલી સારી રીતે કામ કરી શકશે તેનો આધાર ફોનમાં ઇન્ટરનેટ કનેકશન કેટલું સારું છે તેના પર છે. પરંતુ એપલથી વિપરીત, ગૂગલ પિકસેલમાં આપણે આ ફીચર સતત ઓન રાખી શકીએ છીએ.
Mku{MktøkLkk
rðrðÄ VkuLk{kt ‘ðkuRMk VkufMk’Lkku ÷k¼ Au
આ બધી વાત તો એપલ અને ગૂગલના મોંઘા ફોનમાં અવાજની સ્પષ્ટતા કઈ રીતે વધારી શકાય તેની થઈ. અન્ય કંપનીઓના અને પ્રમાણમાં ઓછી કિંમતના ફોનમાં શું? અન્ય કંપનીઓમાં આ બાબતે સેમસંગ મોખરે છે. સારી વાત એ છે કે તેના મીડરેન્જ ફોનમાં પણ આવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. સેમસંગ આ ફીચરને વોઇસ ફોકસ તરીકે ઓળખાવે છે. એપલ અને ગૂગલ બંને કરતાં સેમસંગનું વોઇસ ફોકસ ફીચર એક વાતે ચઢિયાતું છે - તે કોલના બંને છેડાની વ્યક્તિ માટે અવાજ વધુ સ્પષ્ટ બનાવી દે છે! તે જે વ્યક્તિ બોલતી હોય તેના અવાજની ફ્રીકવન્સી વધારે કરે છે, સાથોસાથ બેકગ્રાઉન્ડ વોઇસ ઘટાડે છે. રેગ્યુલર કોલ્સ ઉપરાંત આ ફીચર વોટ્સએપ, ઝૂમ, ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ વગેરેમાં વોઇસ/વીડિયો કોલિંગ દરમિયાન પણ કામ કરે છે. ભારતમાં અત્યારે સેમસંગના વિવિધ હાઇરેન્જ અને મીડરેન્જ ફોનમાં આ ફીચર ઉપલબ્ધ થવા લાગ્યું છે. તેનો લાભ લેવા માટે તમારા સેમસંગ ફોનના સેટિંગ્સમાં સર્ચ કરી જુઓ: Voice Focus.
yðksLke
MÃküíkk ðÄkhðkLkk çkeò hMíkkyku Ãký Au
અત્યાર સુધી આપણે જે વાતો કરી એ બધી,
સોફ્ટવેરની મદદથી
વાતચીતના અવાજ પરના પ્રોસેસિંગની વાત થઈ. આ પ્રક્રિયામાં વ્યક્તિના અવાજ અને
વાતાવરણના અવાજને અલગ કરીને અવાજ સુધારવાનો પ્રયાસ થાય છે. તેમાં દર વખતે સારું જ
પરિણામ મળે એવું નથી - હાલ પૂરતું તો નથી. એ ધ્યાને લેતાં (અને તમારી પાસે મોંઘા
ફોન ન હોય તો) અવાજની ક્લેરિટી વધારાના કેટલાક સાદા ઉપાય અજમાવી શકાય. સૌથી સહેલો
રસ્તો ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરવાનો છે. સસ્તા ઇયરફોનમાં પણ ફોન કરતાં વધુ સારી
ક્લેરિટી મળી શકે છે.
જ્યારે પણ તમને ફોનમાં સારું નેટ કનેક્શન મળતું હોય ત્યારે ફોન એપને બદલે નેટ
પર વોઇસ કોલિંગની સગવડ આવતી, વોટ્સએપ જેવી કોઈ પણ એપનો
ઉપયોગ કરી જુઓ.
એ ઉપરાંત, સ્માર્ટફોન અને મોબાઇલ કંપનીઓ
ઇન્ટરનેટ ડેટા પર બધું ધ્યાન આપવા લાગી તેમાં ફોનમાં વોઇસ ડેટા બાજુએ રહી ગયો, પણ આપણે પાવરફુલ ઇન્ટરનેટ ડેટા કનેક્શનનો પણ લાભ લઈ શકીએ છીએ. હવે લગભગ બધી
ટેલિકોમ વાઇ-ફાઇ કોલિંગની સગવડ આપે છે, ફોનના સેટિંગ્સમાં તેને
શોધીને ઇનેબલ કરી દો, તો વોઇસ સિગ્નલ્સ નબળાં હોય, પણ વાઇ-ફાઇ ડેટા કનેક્શન સારું હોય તો કોલિંગ આપોઆપ તેના પર સ્વિચ થાય છે અને
તેમાં અવાજની સ્પષ્ટતા વધુ સારી મળે છે. જોકે એવો લાભ ઘર અને ઓફિસમાં જ મળે, જો આઉટડોર - સ્ટેડિયમ, એરપોર્ટ કે સ્ટેશન જેવી
જગ્યાએ પબ્લિક વાઇ-ફાઇમાં તેનો લાભ લેવા જઇએ તો પણ પૂરતો ફાયદો ન મળે એવું થઈ શકે.

