યુટ્યૂબમાં શોર્ટ વીડિયો જોતા રહેવાની આદત પડી ગઈ છે ?

- nðu ykÃkýu rËðMk{kt fux÷ku Mk{Þ þkuxo ðerzÞku òuðk íkuLke r÷r{x Mkux fhe þfeþwt
તમે દિવસમાં કેટલોક સમય યુટ્યૂબ પર વિતાવો છો? બની શકે કે તમને યુટ્યૂબ પર વીડિયો જોવાનું વ્યસન થઈ ગયું હોય. એમાં પણ હમણાં
ગયેલી દિવાળીની રજાઓ દરમિયાન બીજું કંઈ કામ ન હોય એટલે યુટ્યૂબ પર વીડિયો જોવા એ જ
આપણું મુખ્ય કામ બની ગયું હોઈ શકે.
જોકે હવે આપણે સૌ કોઈ, એક બાબત પર વધુ સમય આપીને
ફોકસ કરવાની આવડત કે ધીરજ ગુમાવી રહ્યા છીએ એટલે યુટ્યૂબ પર પણ લાંબા વીડિયોને
બદલે શોર્ટ વીડિયો વધુ પોપ્યુલર થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામની જેમ અહીં આપણે
આંગળીના લસરકે એકમાંથી બીજા શોર્ટ વીડિયોમાં જઇ શકીએ છીએ, પરિણામે લાંબો તો ઠીક, ટૂંકો વીડિયો પણ આખેઆખો
જોવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. એ સાથે યુટ્યૂબ પર શોર્ટ વીડિયો સ્ક્રોલ કરવાનું
પ્રમાણ સતત વધી રહ્યું છે.
આ વાત ધ્યાને રાખીને યુટ્યૂબ પર હવે ખાસ શોર્ટ વીડિયો માટે ટાઇમર ઉમેરવામાં આવી રહ્યું છે.
આ નવા ફીચરને કારણે હવે આપણે મોબાઇલમાં યુટ્યૂબ પર શોર્ટ્સ વીડિયો કેટલા
પ્રમાણમાં સ્ક્રોલ કરવા તેની ડેઇલી લિમિટ સેટ કરી શકીશું. એ માટે આપણે યુટ્યૂબમાં
સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીંથી આપણે આખા દિવસમાં વધુમાં વધુ કેટલો સમય શોર્ટ
વીડિયો જોવા માગીએ છીએ તેની લિમિટ નક્કી કરી શકીશું. એ પછી એ લિમિટ પૂરી થઈ જતાં
યુટ્યૂબ આપણને એક નોટિસ બતાવશે અને કહેશે કે આજના દિવસમાં તમે પોતે નક્કી કરેલી
મર્યાદા અનુસાર વીડિયો જોઈ લીધા છે.
જોકે આપણે આ નોટિસને અવગણીને વધુ શોર્ટ વીડિયો જોવા માટે આગળ વધી શકીશું! આમ
વાત આખરે તો આપણા પોતાના મનની મક્કમતા પર આવીને ઊભી રહે છે. તેમ છતાં આવી ડેઇલી
લિમિટ સેટ કર્યા પછી, સમજદારને ઇશારા તરીકે સમય
મર્યાદા વટાવી રહ્યા હોવાની નોટિસ મળે તો લોકો એ દિવસ પૂરતું શોર્ટ વીડિયો સ્ક્રોલ
કરવાનું ટાળે એવું બની શકે.
તમે જાણતા જ હશો કે યુટ્યૂબમાં કિડ્સ અને
ટીન્સ માટે એકાઉન્ટ્સ માટે પેરેન્ટ્સના સુપરવિઝન માટે પેરેન્ટલ કંટ્રોલની
સુવિધા હોય છે.
આવા એકાઉન્ટ માટે પેરેન્ટ્સ નક્કી કરી શકશે કે તેમનાં સંતાનો દિવસમાં કેટલો
સમય યુટ્યૂબમાં શોર્ટ વીડિયો જોઈ શકે.
મજાની વાત એ છે કે આ પ્રકારના પેરેન્ટલ સુપરવિઝનમાં શોર્ટ વીડિયોની ડેઇલી
લિમિટ સેટ થાય ત્યારે તે પૂરી થતાં સંતાનો તેને ડિસમિસ કરી શકશે નહીં. લિમિટ પૂરી
થયા પછી જે તે દિવસમાં તેઓ વધુ શોર્ટ વીડિયો જોઈ શકશે નહીં. જોકે આ પણ ફૂલપ્રુફ કંટ્રોલ નથી. વીડિયોના
વ્યસની બની ચૂકેલા લોકો એકાઉન્ટ સ્વિચ કરીને કે યુટ્યૂબમાંથી પોતાના એકાઉન્ટમાંથી
લોગઆઉટ થઈને વીડિયો જોવાનું ચાલુ રાખી જ શકે છે.
આ સાથે એ પણ જાણી લઈએ કે યુટ્યૂબમાં વધુ પડતા ઉપયગો સામેના એલર્ટ પણ સેટ કરી
શકાય છે. આ સુવિધા યુટ્યૂબની એન્ડ્રોઇડ તથા આઇઓએસ બંને પ્રકારની એપમાં ઉપલબ્ધ છે.
તેનો લાભ લેવા માટે આપણે પોતાના ફોનમાં યુટ્યૂબ એપ ઓપન કરીને તેમાં સેટિંગ્સમાં
જવાનું રહે. અહીં જનરલ સેટિંગ્સમાં, યુટ્યૂબના આપણા વધુ પડતા
ઉપયોગ સામે ચેતવણી મેળવવાના કંટ્રોલ મેળવી શકીએ છીએ. એ મુજબ જો આપણે યુટ્યૂબમાં
સતત ૩૦ મિનિટ, ૪૫ મિનિટ, એક કલાક કે આપણે નક્કી કરેલા સમય અનુસાર સતત વીડિયો જોતા રહીએ તો એ નિશ્ચિત
સમય પછી યુટ્યૂબ આપણને બ્રેક લેવાનું સૂચવે તેવું સેટિંગ કરી શકાય છે.
એ જ રીતે રાતના ક્યા સમય દરમિયાન આપણે વીડિયો જોતા હોઇએ ત્યારે હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે એવી ચેતવણી મળે એ પણ આપણે
નક્કી કરી શકીએ છીએ. જેમ કે રાતના ૧૧ થી સવારના ૭ દરમિયાન આપણે વીડિયો જોવાનો
પ્રયાસ કરીએ તો યુટ્યૂબ આપણું ધ્યાન દોરે છે કે આ તમારો ઊંઘવાનો સમય છે!

