Get The App

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

EV ચાર્જ કરવાની યોગ્ય રીત વિશે જાણો

વાહનને આ રીતે વાપરશો તો ક્યારે નહિ આવે તકલીફ

Updated: Mar 22nd, 2023

GS TEAM


Google News
Google News
ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન 1 - image


જો તમે ઇલેક્ટ્રિક વાહન ધારક છો તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ચાર્જ કરવાની કેટલીક રીતો છે. ઘણા ઇલેક્ટ્રિક વાહન ધારકો એવી ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમના વાહનની બેટરી ઓછી ક્ષમતા આપે છે અથવા તો બેટરી સંબંધિત સમસ્યાઓ સામે આવવા લાગે છે. આવી સ્થિતિમાં EV ચાર્જ કરવાની યોગ્ય રીત વિશે જાણવું ખુબ જ જરૂરી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન 2 - image

તડકામાં વાહનને ચાર્જ કરવાનું ટાળો

તડકામાં ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવા માટે મૂકવું ભયાનક બની શકે છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થતો હોય છે જે વધારે પ્રેશર માટે યોગ્ય માનવામાં આવતું નથી. જેના કારણે વાહન વધુ ગરમ થઈ શકે અને બેટરીને અસર કરી શકે છે. એટલા માટે જ્યારે પણ ઈલેક્ટ્રિક વાહનને ચાર્જિંગમાં લગાવો તો આ બાબતનું ધ્યાન જરૂરથી રાખજો.

બેટરી ડિસ્ચાર્જ થવાથી બચો

જો તમને સારી રેન્જ જોઈતી હોય તો બેટરી સાથે થોડી વધારે કાળજી રાખવી પડશે. ઇલેક્ટ્રિક વાહનની બેટરીને ક્યારેય પણ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ન થવા દેવી જોઈએ, કારણ કે જ્યારે તમે ચાર્જ કરવા માટે સંપૂર્ણ ડિસ્ચાર્જ થયેલી બેટરી મૂકો છો, ત્યારે શરૂઆતમાં જે ઇલેક્ટ્રિક એનર્જી લાગે છે તે વધારે હોય છે. જેના કારણે ઇલેક્ટ્રિક ચાર્જિંગ ખર્ચમાં ઘણો ફરક જોવા મળે છે. એટલા માટે આ બાબત ધ્યાને લેવી મહત્વપૂર્ણ બની જાય છે. જો બેટરી 10 થી 15 ટકા સુધી ડાઉન થઈ જાય, તો તેને સંપૂર્ણપણે ચાર્જ કરી લેવી જોઈએ.

ઓવર ચાર્જ ન કરો

બેટરીને ક્યારેય વધારે ચાર્જ ન કરવી જોઈએ. ઇલેક્ટ્રિક વાહનની બેટરી પણ સ્માર્ટફોનની બેટરી જેવી જ હોય છે. બેટરી ચાર્જ કરતી વખતે તેને 100 ટકા સુધી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળતી લિથિયમ-આયન બેટરી 30-80 ટકા ચાર્જ રેન્જમાં શ્રેષ્ઠ રીતે કામ કરે છે. બેટરીને સતત ફુલ ચાર્જ કરવાથી બેટરી પર લોડ પડે છે અને તે બેટરીને નુકશાન કરે છે.

ડ્રાઇવિંગ કર્યા પછી તરત જ ચાર્જ ન કરશો  

ઘણા લોકો જ્યારે ડ્રાઇવિંગ કર્યા પછી પાછા ફરે છે, ત્યારે તરત જ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જમાં મૂકી દે છે. આવું કરવાથી બચવું જોઈએ. મોટરને પાવર સપ્લાય કરતી વખતે લિથિયમ-આયન બેટરી વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે. બેટરી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઠંડી થયા પછી તેને ચાર્જમાં મુકવી સુરક્ષિત રહે છે.


Tags :