Get The App

ચેટજીપીટીમાં વોટ્સએપની જેમ ગ્રૂપ ચેટિંગ !

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ચેટજીપીટીમાં વોટ્સએપની જેમ ગ્રૂપ ચેટિંગ ! 1 - image

- nðu £uLzTMk, Vur{÷e fu fr÷øMkLke MkrnÞkhe [[ko{kt yuykRLku Ãký MkkÚku hk¾e þfkþu

તમે વોટ્સએપમાં તમારા ફેમિલી ગ્રૂપમાં, અન્ય મેમ્બર્સ સાથે કોઈ ગેટ-ટુગેઘરનું પ્લાનિંગ કરતા હો ત્યારે તેમાં મેટા એઆઇ પોતાના સજેશન સાથે ટપકી પડે તો તમને ગમે? એ કહે કે તમારે ફલાણી નહીં, પણ ઢીકણી જગ્યાએ જવું જોઈએ, તો? અત્યારે એવું થતું નથી, પણ તમે ઇચ્છો તો ગ્રૂપમાં ચાલતી ચર્ચામાં @Meta AI લખીને, તેને ચર્ચામાં સામેલ કરી શકો. જોકે સ્વાભાવિક છે કે આપણને આપણી અંગત વાતોમાં  એઆઇ ડબડબ કરે એ ગમે નહીં. પણ વાત, કોલેજના કોઈ ગ્રૂપ એસાઇન્ટમેન્ટની હોય કે ઓફિસ પ્રોજેક્ટની હોય તો?

તો બની શકે કે આપણે ઇચ્છીએ કે ટીમના બધા મેમ્બર્સ અલગ અલગ રીતે એઆઇ ચેટબોટની સલાહ લે (કોપી-પેસ્ટ નહીં!) તેને બદલે આપણે સૌ સાથે મળીને એઆઇ સાથે બ્રેઇનસ્ટોર્મિંગ કરીએ.

ચેટજીપીટીમાં આવી જ સગવડ આવી રહી છે - વોટ્સએપ જેવું જ ગ્રૂપ ચેટિંગ, જેમાં ચેટજીપીટી પણ એક ટીમ મેમ્બર હોય! આ ફીચર શરૂઆતમાં ચેટજીપીટી ફ્રી, ગો, પ્લસ અને પ્રો પ્લાન્સમાં ઉપલબ્ધ થશે. ઉપરાંત શરૂઆતમાં તે માત્ર જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં ઉપલબ્ધ થશે, પણ વહેલામોડું આપણને પણ મળશે જ.

yk VuhVkhLke ykÃkýk [u®xøk Ãký þe yMkh Úkþu?

ykÃkýu RåAeyu íÞkhu [uxSÃkexe MkkÚkuLkk [u®xøk{kt yLÞ ÷kufkuLku W{uhe þfeþwt, ¾kMMkk ftxÙku÷ MkkÚku.

ચેટજીપીટી સર્વિસે પહેલાં ગૂગલ સર્ચને જબરજસ્ત ધક્કો પહોંચાડ્યો. એ પછી કંપનીએ તેનું પોતાનું એઆઇ બ્રાઉઝર પણ લોન્ચ કર્યું અને હવે લાગે છે કે કંપનીનું નવું નિશાન સોશિયલ મીડિયા પર છે - ખાસ કરીને વોટ્સએપ પર! કેમ કે ચેટજીપીટીમાં ગ્રૂપ ચેટની સુવિધા આવી ગઈ છે, અલબત્ત, આપણે માટે એમ કહેવું પડશે કે હજી આવી રહી છે.

આ સુવિધાનો લાભ લઇને આપણે ચેટજીપીટી સાથે ચેટિંગ કરતા હોઇએ ત્યારે તેમાં અન્ય લોકોને સામેલ કરી શકીશું.

આનો અર્થ એ થયો કે જેમ અત્યારે આપણે ફેમિલીમાં કોઈ નાની ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા હોઇએ ત્યારે વોટ્સએપના ગ્રૂપમાં તે વિશે અન્ય લોકો સાથે ચર્ચા કરીએ, બરાબર એ રીતે, એવી જ ચર્ચા ચેટજીપીટી ચેટમાં કરી શકીશું.

ફેર એટલો કે આપણી ચર્ચામાં ચેટજીપીટી પણ સામેલ થશે. અથવા કહો કે એ જ સેન્ટરમાં રહેશે!

ચેટજીપીટી પરના આવા ગ્રૂપ ડિસ્કશનમાં, ‘ડિસેમ્બરના વેકેશનમાં ઉદયપુર જવું ઠીક રહેશે કે ગોઆ’ એ વિશે ફેમિલીના સભ્યો ઉપરાંત આપણે ચેટજીપીટીનો પણ અભિપ્રાય લઈ શકીશું.

ફેમિલીમાં કોઈ અનુભવી ટ્રાવેલર હોય તો એ દિવસ-તારીખ મુજબ આખી ટૂરનું પ્લાનિંગ કરી આપે, બરાબર એ જ રીતે ચેટજીપીટી એ ભૂમિકા નિભાવીને દિવસ, તારીખ ઉપરાંત આપણા બજેટ અનુસાર વિવિધ હોટેલ સૂચવશે. ઉપરાંત, સવારે સાઇટસીઇંગ (કે આપણા ટુર ઓપરેટર્સની ભાષામાં ‘સાઇટસીન’!) માટે ક્યાં જવું, બપોરનું લંચ ક્યાં લેવું, સાંજે ક્યાં ફરવા જવું, ક્યાં ડિનર લેવું વગેરે બધી બાબતો ઝીણવટપૂર્વક પ્લાન કરી આપશે.

ચેટજીપીટી સાથેની આ આખી ચર્ચામાં આપણે ફેમિલીના જુદા જુદા સભ્યો એક સાથે ભાગ લઈ શકીશું.

બરાબર એ જ રીતે કોલેજના સ્ટુડન્ટ્સ કોઈ એક પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરતા હોય કે ઓફિસની ટીમ સાથે કામ કરતી હોય તો તેના વિશે તેઓ ગ્રૂપમાં ચેટજીપીટીને સાથે રાખીને ડિસ્કશન કરી શકશે.

એ ખાસ યાદ રાખવા જેવું છે કે ચેટજીપીટીમાં લોગઇન થઈને આપણે તેની સાથે વ્યક્તિગત ચર્ચા કરીએ એ બધી વાતચીત ગ્રૂપ ચેટ્સથી બિલકુલ અલગ રહેશે. ગ્રૂપ ચેટિંગ વખતે આપણી પર્સનલ ચેટજીપીટી મેમરી અન્ય લોકો સાથે શેર કરવામાં આવશે નહીં.

આ ફીચર કેવી રીતે કામ કરશે?

ચેટજીપીટીમાં ગ્રૂપ ચેટ ફીચરનો લાભ મળ્યા પછી આપણે કોઈ પણ નવી કે હાલની ચેટને ગ્રૂપ ચેટમાં ફેરવી શકીશું. એ માટે

ચેટના સ્ક્રીન પર હોઇએ ત્યારે જમણી તરફ ઉપરના ભાગે ‘પીપલ’ આઇકન જોવા મળશે.

તેને ક્લિક કરતાં ચેટજીપીટી આપણી ચેટની કોપી તૈયાર કરશે. આપણે એ કોપી થયેલી ચેટની લિંક અન્ય વ્યક્તિને મોકલી શકીશું.

જે રીતે અત્યારે આપણે ચેટજીપીટી કે અન્ય કોઈ પણ એપમાં શેર બટનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર એના જેવી જ આ વાત છે. આપણે ચેટજીપીટીની ચેટની લિંક એક વ્યક્તિથી શરૂ કરીને ૨૦ વ્યક્તિને મોકલી શકીશું.

આપણી ગ્રૂપ ચેટમાં જોડાયેલી વ્યક્તિ ચેટની લિંક અન્ય લોકોને શેર કરી શકશે.

ચેટજીપીટીમાં ગ્રૂપ ચેટ શરૂ કરતાં આપણને એક નાનો પ્રોફાઇલ સેટ કરવાનું કહેવામાં આવશે. તેમાં આપણે પોતાનું નામ, યૂઝરનેમ તથા ફોટો ઉમેરી શકીશું, જેથી ગ્રૂપ ચેટમાં જોડાતી અન્ય વ્યક્તિઓ એકબીજા વિશે વધુ જાણી શકે.

ચેટજીપીટીની એપમાં ડાબી પેનલમાં ગ્રૂપ ચેટ્સનું એક અલગ સેકશન ઉમેરાઈ જશે, જેથી આપણે પોતાની ગ્રૂપ ચેટ્સ સહેલાઈથી આગળ વધારી શકીશું.

ચેટબોટને નવેસરથી ટ્રેનિંગ

વોટ્સએપ પરના ગ્રૂપ ચેટિંગ કે અન્ય કોઈ પણ એપમાં વીડિયો મીટિંગ વખતે આપણો અનુભવ છે કે બે-ચારથી વધુ વ્યક્તિ સાથે મળીને ચર્ચાનો પ્રયાસ કરે ત્યારે ચર્ચાને બદલે શોરબકોર વધુ થતો હોય છે. ટીવી પરની ન્યૂઝ ડિબેટ્સમાં તો આપણે રોજ આનો અનુભવ કરીએ છીએ - પછી દિલ્હીના બ્લાસ્ટના ન્યૂઝ હોય, બિહારની ચૂંટણીનાં પરિણામો હોય કે કોઈને ખાસ ફેર ન પડતો હોય એવો કઈ મુદ્દો હોય. એવે સમયે ન્યૂઝ ચેનલના એન્કર પોતાની મરજી મુજબ અન્ય લોકોના અવાજને દબાવી શકે છે કે તેમને સ્ક્રીન પરથી દૂર કરી શકે છે.

ચેટજીપીટી પરની ગ્રૂપ ચેટમાં આવું કંઈ ન થાય અને ચેટજીપીટી આખી ચર્ચાને ડોમિનેટ ન કરે એટલે ન્યૂઝ એન્કરની જેમ પોતે જ બધી ચર્ચા ચલાવ્યા કરે, બીજા કોઈને બોલવા ન દે કે બીજાનું સાંભળે નહીં એવું ન થાય એ વાતની  ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

ચેટજીપીટીને ગ્રૂપ ચેટમાં વાતચીત કરવા માટે ‘નવી સોશિયલ બીહેવિયર’ શીખવવામાં આવી રહી છે. આથી ચર્ચામાં ક્યારે ઝૂકાવવું અને ક્યારે ચૂપ રહેવું એ ચેટજીપીટી બરાબર સમજશે.

આપણે ઇચ્છીએ ત્યારે ગ્રૂપમાંના અન્ય લોકો સાથેની વાતચીત દરમિયાન મેસેજમાં ચેટજીપીટીનો ઉલ્લેખ કરીને તેને પોતાનો અભિપ્રાય આપવા જણાવી શકીશું. વોટ્સએપ પરના ગ્રૂપ ચેટિંગની જેમ ચેટજીપીટીમાં પણ ગ્રૂપ ચેટિંગ દરમિયાન ગ્રૂપના અન્ય સભ્યો તથા ચેટજીપીટી પોતે પણ ઇમોજીથી પ્રતિસાદ આપી શકશે.

Tags :