Get The App

iPhone યુઝર્સ પણ હવે સુરક્ષિત નથી, સાયબર ફ્રોડથી બચવા માટે સરકારે જાહેર કર્યું એલર્ટ

Updated: Jul 11th, 2024

GS TEAM

Google News
Google News
cyber fraud


iPhone Users Trapped In Cyber Fraud: આ ડિજિટલ યુગમાં સ્કેમર્સ રોજ નવી રીતથી લોકોની સાથે ફ્રોડ કરી રહ્યા છે. સાયબર ફ્રોડથી અત્યાર સુધી સુરક્ષિત માનતાં આઈફોન યુઝર્સ પણ હવે ફ્રોડનો શિકાર બની રહ્યા છે. જેના માટે કેન્દ્ર સરકારને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. સાયબર ફ્રોડ કરનારા આઈફોન યુઝર્સને નકલી ઈન્ડિયા પોસ્ટ ડિલિવરી મેસેજ મોકલી સ્કેમ કરી રહ્યા છે. માહિતી અનુસાર, ભારતમાં આઈફોન યુઝર્સને સરકારે એક નવા ટ્રાન્સનેશનલ સ્કેમ વિશે જાગૃત્તિ અને સુરક્ષા રાખવા સંબંધિત એલર્ટ મોકલ્યું છે. તેમાં જણાવાયું છે કે, ફેક ઈન્ડિયા પોસ્ટ ડિલિવરી મેસેજ મારફત આઈફોન હેક થઈ શકે છે. આ રીતે હેકર યુઝર્સના બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

આ રીતે કરે છે ઠગાઈ

સાયબર દોસ્ત પર કેન્દ્ર સરકારે શેર કરેલા એલર્ટ પ્રમાણે સ્કેમર્સ આઈફોન યુઝરને મેસેજ મોકલે છે કે, ‘તમારું પાર્સલ વેરહાઉસ પર આવી ગયું છે અને અમે બે વાર ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધૂરા સરનામાના કારણે અમે ડિલિવરી કરવા અસમર્થ છીએ. કૃપા કરીને લિંક પર ક્લિક કરી 48 કલાકની અંદર તમારા સરનામાની વિગતો અપડેટ કરો. નહીં તો પાર્સલ કંપનીમાં રિટર્ન થઈ જશે.’

iPhone યુઝર્સ ચેતજો! ભારત સહિત 91 દેશોમાં સ્પાયવેર ઍટેકનો ખતરો, Apple એ જાહેર કરી ચેતવણી

વેબસાઇટની લિંક પર ક્લિક કરી તમે જેવું ડિલિવરી સરનામું અને બેન્ક એકાઉન્ટ સંબંધિત માહિતી અપડેટ કરો છો, તે તમામ વિગતોનો ઉપયોગ કરી સ્કેમર્સ થોડા જ સમયમાં તે વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આવી સ્થિતિમાં, સરકાર લોકોને ચેતવણી આપી રહી છે કે તેઓ અજાણ્યા સ્ત્રોતથી આવતા મેસેજમાં આપવામાં આવેલી કોઈપણ લિંક પર ક્યારેય ક્લિક ન કરે. સરકાર લોકોને સુરક્ષા એલર્ટ મોકલીને જણાવે છે કે આ ચેતવણી ગંભીર છે. આ નકલી મેસેજના કારણે, તમે URL દ્વારા નકલી વેબસાઇટ્સ પર વ્યક્તિગત વિગતો શેર કરી છેતરપિંડીનો ભોગ બની શકો છો. તેથી લોકોને આવા મેસેજથી સાવધ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારના સાયબર સિક્યોરિટી ડિવિઝન સાયબર દોસ્ત તરફથી આઈફોન યુઝર્સને એલર્ટ મોકલવામાં આવ્યું છે. સામાન્ય રીતે આઈફોન અત્યંત સુરક્ષિત ડિવાઈસ ગણાય છે. પરંતુ પેગાસસ સ્પાયવેર જેવા કિસ્સાએ આઈફોન યુઝર્સનો તણાવ વધાર્યો છે. ભારતમાં આઈફોન યુઝર્સ સાથે છેતરપિંડી થઈ રહી છે.

આ ફ્રોડથી કેવી રીતે બચવું જોઈએ?

ભારત સરકારે આઇફોન યુઝર્સને ચેતવણી આપી છે કે તેઓ આવા મેસેજથી દૂર રહે. આ સાથે જો તેમને આવો કોઈ મેસેજ મળે તો તેની જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.

- કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો.

- આવા સંદેશા માટે રીડ રિસિપ્ટ સેટિંગ ડિસેબલ્ડ કરો.

જો તમે આવી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનો છો, તો તરત જ 1930 પર કૉલ કરી તમારી ફરિયાદ નોંધાવો.

ઓનલાઇન ટાસ્ક-રિવ્યૂના નામે કમાણી કરવા જતાં હજુ પણ છેતરાતા લોકો

iPhone યુઝર્સ પણ હવે સુરક્ષિત નથી, સાયબર ફ્રોડથી બચવા માટે સરકારે જાહેર કર્યું એલર્ટ 2 - image

Tags :