Get The App

ઇન્ટરનેશનલ ફ્રોડ કોલ્સ માટે સરકારની નવી સિસ્ટમ: 24 કલાકમાં 90% રિઝલ્ટ

Updated: Oct 25th, 2024

GS TEAM

Google News
Google News
ઇન્ટરનેશનલ ફ્રોડ કોલ્સ માટે સરકારની નવી સિસ્ટમ: 24 કલાકમાં 90% રિઝલ્ટ 1 - image


New System For Fraud Calls: ભારતમાં ફ્રોડ કોલ્સની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. સરકાર અને કંપનીઓ દ્વારા ઘણા નંબરને બ્લોક કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે છેતરપિંડી કરનારા ભારતની બહારના નંબરનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. આથી સરકારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમની મદદથી હવે આ પ્રકારના ફ્રોડ કોલ્સને શોધીને બ્લોક કરી શકાશે, જેથી યુઝર્સને પરેશાની ઓછી રહે અને છેતરાવવાનો ભય પણ ઓછો રહે.

24 કલાકમાં 90 ટકા રિઝલ્ટ

યુનિયન મિનિસ્ટર ઑફ કમ્યુનિકેશન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. ભારતના નાગરિકોની ડિજિટલ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિકેશન અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે મળીને આ સિસ્ટમ બનાવાઈ છે. આ સિસ્ટમનો ઉપયોગ શરુ કર્યાના પહેલાં 24 કલાકમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે 1.35 કરોડ ફ્રોડ કોલ્સને શોધીને બ્લોક કર્યા છે.

ઇન્ટરનેશનલ ફ્રોડ કોલ્સ માટે સરકારની નવી સિસ્ટમ: 24 કલાકમાં 90% રિઝલ્ટ 2 - image

વિદેશી નંબર બન્યો દેશી

ભારતમાં હાલ વિદેશી નંબર પરથી ઘણાં ફ્રોડ થઈ રહ્યા છે, પરંતુ એ નંબર જ્યારે મોબાઇલ પર આવે છે ત્યારે એ દેશી એટલે કે ભારતનો નંબર હોય એવો દેખાય છે. આ ફોન કોલ્સ મોટા ભાગે નાણાં સંબંધિત ફ્રોડ સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય માણસથી લઈને મોટા-મોટા ઑફિસર્સ અને નેતાઓ સુધીના લોકોને આ પ્રકારના ફોન આવે છે. આથી કોલર આઇડીમાં દેશી નંબર હોય, પરંતુ મૂળમાં વિદેશી નંબર હોય એને શોધીને બ્લોક કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: મેટા દ્વારા કોલેજ સ્ટૂડન્ટનું થ્રેડ એકાઉન્ટ સસ્પેન્ડ: ઝકરબર્ગ અને મસ્કના પ્રાઇવેટ જેટને કરી રહ્યો હતો ટ્રેક

સિસ્ટમને બાયપાસ કરવાનો ડર

શરુઆત ખૂબ જ સારી થઈ છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિકેશનને ડર છે કે સાયબર ક્રિમિનલ્સ આ સિસ્ટમને બાયપાસ કરવાનો રસ્તો શોધી કાઢશે. આથી સરકારે જેઓ પણ યૂઝર્સને આ પ્રકારના ફોન આવે છે, તેમને તરત જ રિપોર્ટ કરવા વિનંતી કરી છે. તેમજ સરકાર પણ જેમ જેમ ફ્રોડ થવાના નવા રસ્તા બનાવશે તેમ તેમ તેને બ્લોક કરવાની રીતો શોધશે.

Tags :