Get The App

ગૂગલે એન્ડ્રોઇડ યુઝર માટેનું ડેડિકેટેડ સર્ચ બટન કાઢી નાખ્યું...

Updated: Aug 22nd, 2024

GS TEAM


Google News
Google News
ગૂગલે એન્ડ્રોઇડ યુઝર માટેનું ડેડિકેટેડ સર્ચ બટન કાઢી નાખ્યું... 1 - image

 

Google Remove Search-Bar: ગૂગલે તેની એન્ડ્રોઇડ ઍપ્લિકેશન માટે સર્ચ બટનને કાઢી નાખ્યું છે. ગૂગલ સતત તેની દરેક પ્રોડક્ટમાં અપડેટ કરતી રહી છે. આ અપડેટ હંમેશાં યુઝર્સ માટે બેનિફિટ્સ વાળી હોય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એન્ડ્રોઇડની ઍપ્લિકેશનમાં નીચે એક સર્ચ બાર છે. આ બારને ગૂગલે કાઢી નાખ્યું છે, પરંતુ ટોપમાં પ્રાઇમરી સર્ચ બાર છે એને એમનું એમ રાખવામાં આવ્યું છે.

બોટમ સર્ચ બટન કાઢવાનું કારણ

ગૂગલ દ્વારા તેમના દરેક ફંક્શન અને ફીચર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ યુઝર્સ ભાગ્યે જ બોટમ સર્ચ બટનનો ઉપયોગ કરે છે. ગૂગલ હાલમાં તેના લૂકમાં બદલાવ કરી રહ્યું છે. ગૂગલે ગયા મહિને જ તેના નવા સર્ચ ટેબને પ્લે સ્ટોરમાં જાહેર કર્યું હતું. યુઝર ઇન્ટરફેસમાં એડજસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને એથી જ સર્ચ ટેબ કાઢવામાં આવ્યું હોય એવું બની શકે છે. એન્ડ્રોઇડ વર્ઝન 15.32.37.28.arm64 માટેની ગૂગલ એપમાં આ મોડિફિકેશન જોવા મળ્યું છે. જો કે આ ફાઇનલ વર્ઝનમાં ગૂગલ સર્ચ ટેબ જોવા મળશે કે નહીં એ હજી સવાલ છે. ગૂગલ હવે તેના સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિનીનો સમાવેશ કરી રહી છે અને એ કારણસર આ બદલાવ કરવામાં આવ્યો હોય એ પણ બની શકે છે.

આ પણ વાંચો: ગૂગલે બનાવ્યું નવું AI ટૂલ, હેક થયેલા યૂટ્યુબ એકાઉન્ટ્સને રીકવર કરી શકાશે

ગૂગલે એન્ડ્રોઇડ યુઝર માટેનું ડેડિકેટેડ સર્ચ બટન કાઢી નાખ્યું... 2 - image

લેઆઉટ સાથે એક્સપરિમેન્ટ્સ

ગૂગલ હાલમાં ઘણાં લેઆઉટ સાથે એક્સપરિમેન્ટ્સ કરી રહ્યું છે. જો કે એમાંના એક પણ લેઆઉટમાં બોટમ સર્ચ બારનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ બોટમ સર્ચ બારને કેમ કાઢવામાં આવ્યું એ વિશે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ ઓફિશિયલ કમેન્ટ કરવામાં નથી આવી. યુઝરના ડેટા આ મોડિફિકેશનનું મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ મોડિફિકેશનને કારણે ઍપ્લિકેશનની કાર્ય કરવાની ક્ષમતા પર કોઈ અસર નહીં પડે. તેમ જ ગૂગલ દ્વારા સર્ચ બાર વિજેટને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતાને પણ લિમિટેડ કરી નાખવામાં આવી છે.

Tags :