Get The App

ગૂગલે વીડિયો કોલિંગનાં પ્રીમિયમ ફીચર્સ ફ્રી રાખવાની મુદત વધારી

Updated: Oct 9th, 2020

GS TEAM

Google News
Google News
ગૂગલે વીડિયો કોલિંગનાં પ્રીમિયમ ફીચર્સ ફ્રી રાખવાની મુદત વધારી 1 - image


 
કોરોના વાઇરસના પ્રસારને પગલે સમગ્ર વિશ્વમાં વીડિયો કોલિંગ એપના ઉપયોગમાં રીતસર જુવાળ આવ્યો અને ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ તથા ગૂગલ મીટ વચ્ચે આ બાબતે ખાસ્સી સ્પર્ધા જોવા મળી. 

ગૂગલે તેની મીટ એપને જીમેઇલમાં સાંકળી લીધી અને તેનાં પ્રીમિયમ ફીચર્સ પણ સપ્ટેમ્બર 30,2020 સુધી સૌને માટે ફ્રી ઉપલબ્ધ કર્યાં હતાં. પ્રીમિયમ ફીચરમાં એક કલાકની મર્યાદા વિના વીડિયો કોલિંગ કરવાની સુવિધા છે, પરંતુ સપ્ટેમ્બર 30 સુધી આ મર્યાદા વિના ગૂગલ મીટનો ઉપયોગ કરી શકાશે તેવી ગૂગલે જાહેરાત કરી હતી.

હવે કોરોના સંબંધિત સ્થિતિમાં લગભગ કોઈ ફેરફાર થયો ન હોવાથી અને ઘણી ખરી જગ્યાએ વર્ક ફ્રોમ હોમ ચાલુ રહ્યું હોવાથી ગૂગલે તેનાં પ્રીમિયમ ફીચર્સ માર્ચ 31, 2021 સુધી ફ્રી રાખવાની જાહેરાત કરી છે. એટલે કે આ તારીખ સુધી ગૂગલ મીટમાં કોઈ મર્યાદા વિના વીડિયો કોલિંગ થઈ શકશે. 

Tags :