Get The App

Google Meet પર હવે લાંબી મીટિંગ માટે પૈસા આપવા પડશે

- Google એ ગૂગલ મીટમાં ફ્રીમાં મીટિંગ કરવા માટેની સમય મર્યાદા નક્કી કરી

Updated: Sep 28th, 2020

GS TEAM

Google News
Google News
Google Meet પર હવે લાંબી મીટિંગ માટે પૈસા આપવા પડશે 1 - image

નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2020, સોમવાર 

ટેકનોલોજી દિગ્ગજ Googleએ પોતાના વીડિયો ચેટ પ્લેટફૉર્મ Google Meetને લઇને એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2020 બાદ Google Meetના ફ્રી વર્જનનો માત્ર 60 મિનિટ સુધી જ ઉપયોગ કરી શકાશે. 60 મિનિટથી વધારે સમય આ સર્વિસને લેવા માટે પૈસા આપવા પડશે. હાલમાં Google Meet પર ફ્રી અનલિમિટેડ વીડિયો કૉલિંગની સુવિધા મળે છે. 

Googleના પ્રવક્તાએ The Vergeને એક ઇમેલમાં જણાવ્યું, 'પ્રોમો અને એડવાન્સ ફીચર્સની એક્સપાયરીમાં કોઇ ફેરફાર સંબંધિત અમારી પાસે તાજેતરમાં કોઇ માહિતી નથી. જો કંઇ એવું થાય છે તો અમે જરૂર તેની માહિતી આપીશું.'

ઉલ્લેખનીય છે કે હાલ ગૂગલ એકાઉન્ટની સાથે કોઇ પણ વ્યક્તિ Google Meet મારફતે 100 લોકોની સાથે ફ્રી વીડિયો કોલ કરી શકે છે, જેના માટે કોઇ ટાઇમ લિમિટ નથી. ગૂગલે તેની જાહેરાત એપ્રિલમાં કરી હતી અને કહ્યું હતું કે આ સુવિધા 30 સપ્ટેમ્બર સુધી હશે. 

ધી વર્જનાં રિપોર્ટ અનુસાર, 30 સપ્ટેમ્બરની આ સમય મર્યાદા G Suite અને G Suite for Education કસ્ટમર્સ માટે એડવાન્સ્ડ ફીચર્સના એક્સસ પર પણ લાગૂ થશે. તેમાં 250 લોકો સુધી મીટિંગ, સિંગલ ડોમેન પર એક લાખ લોકો સુધી લાઇવ સ્ટ્રીમ, ગૂગલ ડ્રાઇવ પર ગૂગલ મીટિંગનું રેકોર્ડિંગ સેવ કરવા જેવી સુવિધાઓ સામેલ છે. આ ફીચર્સ પણ 30 સપ્ટેમ્બર સુધી ફ્રીમાં રહેશે. 

આ ફીચર્સ માત્ર G Suiteના 'એન્ટરપ્રાઇઝ' ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. તેની કીંમત પ્રતિ યૂઝર 25 ડોલર, એટલે કે લગભગ 1800 રૂપિયા પ્રતિ માસ છે. 

કોરોના વાયરસ મહામારીથી વધી વીડિયો કૉલિંગ પ્લેટફૉર્મ્સની માંગણી

કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વભરમાં વીડિયો કૉલિંગ પ્લેટફૉર્મ્સની માંગણી વધી ગઇ છે. શરૂઆતમાં ઝૂમ એપનો ઉપયોગ વધ્યો, જેને જોતાં ગૂગલે પણ Google Meetને લઇને કેટલાય અપડેટ જાહેર કર્યા. પહેલા ગૂગલ મીટનો ઉપયોગ માત્ર જીસૂઇટ યૂઝર્સ જ કરી શકતા હતા, પરંતુ હવે તેને તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. 

Tags :