હવે બની શકશે કોઇ પણ વ્યક્તિ પત્રકાર: Google લાવી રહ્યું છે નવી App
- Bulletin નામની Appથી લોકો પોતાના વિસ્તારની સ્ટોરી મુકી શકશે
- હાલ તો આ એપ ઑકલેન્ડ, કોલિફોર્નિયા અને નૈશવિલમાં શરૂ કરવામાં આવી છે
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2018, રવિવાર
Google હવે Bulletin નામની એક નવી App લાવી રહ્યું છે. જેના દ્વારા ઉપયોગકર્તા પોતાના વિસ્તારના સમાચાર પોસ્ટ કરી શકશે. લોકલ સમાચારોમાં પોતાની જગ્યા બનાવવા માટે ગૂગલે આ નવી એપ લોન્ચ કરી છે. હાલ તો આ એપ ઑકલેન્ડ, કોલિફોર્નિયા અને નૈશવિલમાં શરૂ કરવામાં આવી છે. જેનો ત્યાંના સ્થાનિત લોકો ઉપયોગ કરી શકશે.
આ Bulletin App ની મદદથી ઉપયોગકર્તા સીધા તેના ફોનથી ફોટો, વીડિયો અને મેસેજ પોસ્ટ કરી શકશે. જે માટે ઉપયોગકર્તાને બ્લોગ કે વેબસાઇટની જરૂર નહી રહે. Bulletinની સ્ટોરીઝ પબ્લીક રહેશે અને તેને ગૂગલ સર્ચ દ્વારા રજૂ કરવામાં આવશે.
આ App અંગે ગૂગલ દ્વારા જણાવવમાં આવ્યું કે, આ એપ લોકો દ્વારા સમાજ માટે સ્ટોરી બનાવવા માટે છે. આ એપ એ સ્ટોરી માટે બનાવવામાં આવી છે, જે વેબ પર આવી શકે નહી. આ એપથી ઉપયોગકર્તા પોતાની સ્ટોરી ફોટો અને વીડિયો સાથે અપલોડ કરી શકશે. આથી આ એપ આવવાથી દરેક સ્માર્ટ ફોન ધરાવતો વ્યક્તી પોતાના વિસ્તારનો પત્રકાર બની શકશે. જોકે હજૂ ભારતમાં આ એપ આવી નથી.