FOLLOW US

AI માનવતા માટે 'ખતરો', ગૂગલના પૂર્વ સીઈઓએ આપી ચેતવણી

ગૂગલના પૂર્વ સીઈઓએ AIને રેગ્યુલેટ કરવા નિયમો લાવવા અંગે પણ કરી વાત

ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજીને કારણે થતા નુકશાન પર અન્ય ટેક જાયન્ટ કંપની સાથે આવીને કરશે કામ

Updated: May 26th, 2023


ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઇ ચિંતા વ્યક્ત કરી છે.  તેમણે કહ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નજીકના ભવિષ્યમાં લોકોને નુકસાન પહોંચાડી શકે છે. શ્મિટે ઝડપથી વિકસતી ટેક્નોલોજીથી સંભવિત "અસ્તિત્વીય જોખમો" વિશે ચેતવણી આપી હતી અને AIને નિયંત્રિત કરવા માટેના નિયમો ઘડવા અંગે પણ વાત કરી હતી. 

AIથી લોકોને ગંભીર નુકશાન

AI પર ચિંતા વ્યક્ત કરતા ગૂગલના પૂર્વ સીઈઓએ કહ્યું હતું કે, લોકોને ગંભીર નુકશાન પહોંચાડવાથી લઈને માણસને મૃત્યુ સુધી આ AI લઈ જઈ શકે છે.બુધવારે વોલ સ્ટ્રીટ જર્નલની સીઈઓ કાઉન્સિલની બેઠક દરમિયાન બોલતા તેમણે ટિપ્પણી કરી હતી કે, આજે એટલી સમસ્યા નથી પણ નજીકના ભવિષ્યમાં ઝીરો ડે એક્સપ્લોટ, સાઈબર સમસ્યા અને નવી બાયોલોજીકલ બીમારીઓનો સામનો કરવો પડશે.

AIને  કરવા નિયમો લાવવા જરૂરી 

આ ટેકનોલોજીથી ભવિષ્યમાં થનારી મુશ્કેલીઓ અંગે ચેતવણી આપી અને AIને રેગ્યુલેટ કરવા નિયમો લાવવા અંગે પણ વાત કરી હતી. શ્મિટે 2001 થી 2011 સુધી Google CEO અને 2015 થી 2017 સુધી  આલ્ફાબેટના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી.

અન્ય મોટી મોટી ટેક કંપનીઓએ પણ વ્યક્ત કરી ચિંતા 

ગૂગલના  પૂર્વ સીઈઓ ઉપરાંત યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પણ હાલમાં OpenAI, Google DeepMind અને Anthropicના માલિકો સાથે મુલાકાત કરી AI પરના ખતરા વિશે વાત કરી હતી. આ કંપનીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજીને કારણે થતા નુકશાન માટે તેઓ સાથે મળીને કામ કરશે. જોકે, કેટલી ટેક કંપનીના CEOએ તેમનો વિરોધ પણ કર્યો છે.

Gujarat
IPL-2023
Magazines