Get The App

Google Driveને ટક્કર આપવા આવી ગયું છે આ દેશી સ્ટોરેજ પ્લેટફોર્મ

Updated: Dec 24th, 2020

GS TEAM

Google News
Google News
Google Driveને ટક્કર આપવા આવી ગયું છે આ દેશી સ્ટોરેજ પ્લેટફોર્મ 1 - image

અમદાવાદ, તા.24 ડિસેમ્બર 2020, ગુરૂવાર

મેડ ઇન ઇન્ડિયા ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ DigiBoxxને નીતિ આયોગે લૉન્ચ કરી છે. આ સર્વિસ લૉન્ચ થવાથી ભારતીયોનો ડેટા દેશમાં સુરક્ષિત રહેશે. આ ક્લાઉડ સ્ટોરેજ અને ફાઇલ શેરિંગ સેવાની ઘોષણા નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્તે કરી. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપશે. DigiBoxxનુ લૉન્ચ એવા સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે તે ઘોષણા કરી છે કે તે 1 જૂન 2021થી અનલિમિટેડ ફ્રી ફોટો અપલોડ ઑફર નહી કરે.

Google Driveને ટક્કર આપવા આવી ગયું છે આ દેશી સ્ટોરેજ પ્લેટફોર્મ 2 - imageકેવી રીતે ઉપયોગ કરશો DigiBoxx ?

ક્લાઉડ એક એવી સર્વિસ છે, જેમાં યુઝર પોતાનો ડેટા ઑનલાઇન સ્ટોર રાખી શકે છે અને જરૂરિયાત પડવા પર બસ એક ક્લિક પર ડેટાને ઑનલાઇન એક્સેસ કરી શકે છે. જણાવી દઇએ કે અત્યાર સુધી આ સર્વિસ વિદેશી કંપની જ ભારતમાં ઑફર કરતી હતી. DigiBoxx દ્વારા તમે તમારી એક આઇડી બનાવીને પોતાનો ડેટા સ્ટોર કરી શકો છો અને ઇમેલ સાથે મોબાઇલ નંબર દ્વારા બીજા સાથે શેર પણ કરી શકે છે. સાથે જ DigiBoxxની ફાઇલને InstaShare દ્વારા તરત જ શેર કરી શકાશે.

DigiBoxxને હાલ વેબ એક્સેસ કરી શકાય છે. પરંતુ ટૂંક સમયમાં જ એન્ડ્રોયડ અને IOS પર પણ આ સર્વિસને લૉન્ચ કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો DigiBoxxની ફ્રી સર્વિસ પણ છે જેમાં તમને 20GBની સ્ટોરેજ મળશે અને મહત્તમ 2GB સુધીની ફાઇલ અપલોડ કરવાનો મોકો મળશે.

વધુ ડેટા સેવ કરવા પર ચુકવવો પડશે ચાર્જ

અન્ય ક્લાઉડ સર્વિસની જેમ જ DigiBoxxનો સબ્સ્ક્રીપ્શન પ્લાન વાર્ષિક અને પ્રતિમાસના હિસાબે આવે છે. DigiBoxxની ક્લાઉડ સર્વિસનું સબ્સ્ક્રીપ્શન માત્ર 30 રૂપિયા પ્રતિ માસના હિસાબે લઇ શકાય છે. તેમાં 5TB સ્ટોરેજ મળશે અને મહત્તમ 10GB સુધીની ફાઇલ અપલોડ કરી શકાશે. સાથે જ તેમાં પોતાના Gmailને પણ કનેક્ટ કરી શકાય છે. 999 રૂપિયાના પ્લાનમાં 50TB સુધીની સ્ટોરેજ મળશે અને મહત્તમ 10GBની ફાઇલ અપલોડ કરી શકાશે. તેમાં 500 લોકોને એક્સેસ મળી શકે છે.

Tags :