ગૂગલ ક્રોમ પર કરી શકશો વીડિયો પ્લે અને પોઝ, જાણો કેવી રીતે
સૈન ફ્રાંસિસ્કો, 8 જુલાઈ 2019, સોમવાર
ગૂગલએ પોતાના ક્રોમ બ્રાઉઝરના ટૂલબારમાં પ્લે અને પોઝ બટન એક્ટિવ કરવાની યોજના બનાવી છે. તેનાથી યૂઝર્સને બ્રાઉઝરમાં ચાલતા વીડિયોને પોઝ કરવાની કે તેને ફોરવર્ડ કરવાની સુવિધા પણ મળશે.
વીડિયો કોઈપણ ડિવાઈસમાંથી આવેલો હોય તેને પણ આ ફીચરથી ચલાવી શકાશે. સૂત્રોના જણાવ્યાનુસાર ગૂગલ ક્રોમના નવા ફીચરને ગ્લોબલ મીડિયા કંટ્રોલ કહેવામાં આવે છે અને હાલ તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
આ બટનથી ઓડિયો અને વીડિયો બંને કંટેંટ પર કામ કરી શકાશે. ક્રોમની અનેક વિંડોઝ પર આ ફીચર એક્ટિવ થઈ શકશે. આ સંદર્ભે જાહેર થયેલા રિપોર્ટ અનુસાર યૂઝર્સ આ ફીચરની મદદથી અલગ વિંડો પર ચાલતા વીડિયોને પણ પોઝ કરી શકશે, એટલે કે જરૂરી નથી કે તે એક જ વિંડોમાં ચાલતો વીડિયો જ હોય.આ બટન વિંડો, મૈક અને લાઈનક્સના ડેસ્કટોપ વર્ઝન પર ઉપલબ્ધ હશે.