પાસવર્ડ સાથે હવે છેડછાડ થશે તો હવે Google કરશે એલર્ટ, Chrome માં અપડેટ થયું આ ફીચર
અમદાવાદ, તા. 10 ઓક્ટોબર 2020, શનિવાર
ગૂગલ ક્રોમએ એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ માટે પાસવર્ડ સુરક્ષા સુવિધાને અપડેટ કરી છે. જો તમે ગુગલ ક્રોમ બ્રાઉઝર પર પાસવર્ડ સેવ કર્યો છે અને તેની સાથે ચેડા થાય છે, તો બ્રાઉઝર ચેતવણી આપશે. આ પછી, યુઝર ચેન્જ પાસવર્ડ પર જઈને પાસવર્ડ બદલી શકે છે. ક્રોમ તમારા યુઝરનેમ અને પાસવર્ડની એક કૉપીને વિશેષ એન્ક્રિપ્શન ફોર્મમાં ગૂગલ પર મોકલશે. આ પછી, ગૂગલ તમારા યુઝરનેમ અને પાસવર્ડ સાથે ચેડા કર્યા વિના આપવામાં આવેલી માહિતીની તપાસ કરશે.
યુઝર પાસવર્ડને સરળતાથી બદલવામાં સક્ષમ થવા માટે, ગૂગલ ક્રોમ સાથે વેબ સ્ટાન્ડર્ડ સુવિધા ઉમેરવામાં આવી છે. આ ફીચર પાસવર્ડ ચેન્જ કરવા માટે યૂઆરએલની સુવિધા આપે છે. આનાથી યુઝર માટે પાસવર્ડ બદલવો ખૂબ જ સરળ બને છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, ક્રોમ યુઝર્સને ચેતવણી આપશે જો તેમના પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવે તો. એટલું જ નહીં, આ સુવિધા યુઝર્સને સીધા વેબપેજ પર લઈ જાય છે જ્યાં પાસવર્ડ બદલી શકાય છે.
ગૂગલે ક્રોમ 86માં કેટલાક અન્ય સિક્યોરિટી ફીચર પણ ઉમેર્યા છે. તેન મદદથી યુઝરને એન્ડ્રોઇડ પર સેફ બ્રાઉઝિંગની સુવિધા મળશે. આ ઉપરાંત, ક્રોમ બ્રાઉઝરની નવી સુવિધા યુઝર્સને ફિશિંગ, માલવેર અને ખતરનાક સાઇટ્સ સામે રક્ષણ પૂરું પાડશે. આ માટે, રીઅલ ટાઇમ ડેટા ગૂગલ સેફ બ્રાઉઝિંગ સર્વિસ સાથે શેર કરવામાં આવે છે.
આટલું જ નહીં, ક્રોમે આઇઓએસમાં ઓટોફિલિંગ પાસવર્ડ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુવિધા ઉમેરી છે. યુઝર ફે ફેસ આઇડી, ટચ આઇડી અને ફોન પાસકોડ દ્વારા ઓથેંટિકેશન સેટ કરી શકે છે. જો તમે સેટિંગ્સમાં ક્રોમ ઓટોફિલ ચાલુ કરો છો, તો ક્રોમ પાસવર્ડ મેનેજર તમને આઇઓએસ એપ્લિકેશનો અથવા બ્રાઉઝર્સમાં પાસવર્ડ્સને ઓટોફિલ કરવાની મંજૂરી આપે છે.