Get The App

હવે TV પર જોઈ શકશો Reels, સ્માર્ટ ટીવી માટે આવી ગઈ નવી Instagram App!

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
હવે TV પર જોઈ શકશો Reels, સ્માર્ટ ટીવી માટે આવી ગઈ નવી Instagram App! 1 - image


Image Source: AI Image

Instagram Launches Reels Focused TV App: તમે તમારા સ્માર્ટફોનમાં કલાકોના કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા રહો છો? સ્માર્ટફોન ઉપરાંત કમ્પ્યૂટરના વેબ બ્રાઉઝરમાં પણ આપણે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હવે શક્યતા છે કે આપણે ટીવીના મોટા સ્ક્રીન પર પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ શકીશું!

હમણાં માર્ક ઝકરબર્ગે ઇન્સ્ટાગ્રામ પરની પોતાની બ્રોડકાસ્ટ ચેનલમાં આ મોટી જાહેરાત કરી. તેમણે લખ્યું કે ‘‘ઇન્સ્ટાગ્રામ ફોર ટીવીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રીલ્સ પોતાના ટીવી પર જોવાનો આ એક નવો રસ્તો છે. તેને કારણે ફ્રેન્ડ સાથે મળીને રીલ્સ જોવાની મજા માણી શકાશે. અત્યારે એમેઝોન ફાયર ટીવી (Amazon Fire TV) પર તમે તેની અજમાયશ કરી શકો છો. ટૂંક સમયમાં વધુ રસ્તા પણ મળશે.’’

હાલમાં યુએસમાં એમેઝોન ફાયર ટીવીની મદદથી સ્ટ્રીમિંગ કરીને ટીવીના સ્ક્રીન પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ શકાય છે. અત્યારે આપણે પોતાના સ્માર્ટ ટીવીમાં યુટ્યૂબ એપમાં યુટ્યૂબના લોંગ કે શોર્ટ વીડિયો જોઈ શકીએ છીએ. બરાબર એ જ રીતે ટીવી પર ઇન્સ્ટાગ્રામની રીલ્સ પણ જોઈ શકાશે!

વેબની જેમ ટીવી પર પણ આ રીલ્સ વર્ટિકલ વીડિયોના ફોર્મેટમાં જોવા મળશે. હાલમાં ઇન્સ્ટાગ્રામ એપમાં ત્રણ મિનિટ કે તેથી ઓછી લંબાઈની રીલ્સ અપલોડ કરી શકાય છે, એ મર્યાદા ટીવી પરની રીલ્સને પણ લાગુ થશે. લોકો તેમના ઇન્ટરેસ્ટ અનુસાર સ્પોર્ટસ, મ્યુઝિક કે ટ્રાવેલ જેવી ચેનલ્સ મુજબ ઓર્ગેનાઇઝ થયેલી રીલ્સ જોઈ શકશે. ટીવી માટેના એકાઉન્ટમાં લોકો પોતાનાં પાંચ ઇન્ડિવિજ્યૂઅલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉમેરી શકશે. અલબત્ત શરૂઆતમાં વાત કરી તેમ હાલમાં આ પ્રયોગ ફક્ત યુએસમાં અને એ પણ એમેઝોન ફાયર ટીવી પૂરતો મર્યાદિત છે. તેને પ્રોત્સાહિક પ્રતિસાદ મળશે તો ઝડપથી અન્ય દેશોમાં અન્ય પ્રકારના ટીવીમાં પણ તે ઉપલબ્ધ થઈ જવાની પૂરી શક્યતા છે.