Get The App

પેન્શન માટે જીવન પ્રમાણ સર્ટિફિકેટ મેળવો ઘેરબેઠાં !

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
પેન્શન માટે જીવન પ્રમાણ સર્ટિફિકેટ મેળવો ઘેરબેઠાં ! 1 - image

ભારતમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)  લોકોના પેન્શનનું મેનેજમેન્ટ પણ કરે છે. વયોવૃદ્ધ પેન્શનધારકોને તેમનું પેન્શન વિના અવરોધ મળતું રહે એ માટે બેંકની મુલાકાત લઇને પોતે હયાત હોવાની ખાતરી આપવી પડતી હોય છે. ઇપીએફઓ દ્વારા આ કામ સ્માર્ટફોનની મદદથી રૂબરૂ મુલાકાત વિના પણ થઈ શકે એવી વ્યવસ્થા કરી છે. હાલમાં ‘જીવન પ્રમાણ સર્ટિફિકેટ’ મેળવવાની વ્યવસ્થા ‘આધાર’ આધારિત ડિજિટલ સર્વિસ છે. જેની મદદથી પેન્શનધારકો પેન્શન ઓફિસમાં રૂબરૂ ગયા વિના પોતાના બાયોમેટ્રિક્સ આપીને પોતાનું જીવન પ્રમાણ આપી શકે છે. આ વ્યવસ્થા કેન્દ્ર તથા રાજ્ય સરકારોના તમામ પેન્શન ધારકો તથા પેન્શન સેકશન ઓથોરિટી તથા જીવન પ્રમાણ પ્લેટફોર્મ પર સક્રિય તમામ સરકારી સંસ્થાઓને લાગુ પડે છે.

પરંતુ સ્માર્ટફોનની મદદથી લાઇફ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂરી ન કરી શકતા વૃદ્ધોને હવે નવી રીતે મદદ કરવામાં આવશે. એ માટે ઇપીએફઓ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની મદદ લેવામાં આવી છે.

આ પહેલ હેઠળ ઇન્ડિયા પોસ્ટના ટપાલીઓ કે ડાક સેવક પેન્શનધારકના ઘરે રૂબરૂ જઇને તેમને ‘જીવન પ્રમાણ’ તરીકે ઓળખાતું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવામાં મદદ કરશે. આ માટે પેન્શનધારકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં (જોકે અમુક લોકોનો અનુભવ છે કે આ માટે હાલમાં રૂ. ૭૦નો ચાર્જ લેવામાં આવે છે).

ઘેર બેઠાં ટપાલીની મદદથી જીવન પ્રમાણ સર્ટિફિકેટ સબમિટ કરવાની વ્યવસ્થાનો લાભ લેવા માટે પેન્શન ધારક કે તેમના પરિવારના સભ્યોએ નજીકની પોસ્ટ ઓફિસ કે ઇન્ડિયા પોસ્ટ્સ પેમેન્ટ બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરવાનો રહેશે. તેમની વિનંતી રજિસ્ટર થયા પછી ટપાલી કે ડાક સેવક પેન્શન ધારકની રૂબરૂ મુલાકાત લઇને પ્રક્રિયા પૂરી કરશે. આ સમગ્ર વિધિમાં લાંબા સમયથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રોસેસ પૂરી થઈ ન હોય તેવા પેન્ડિંગ કેસોની અગ્રતા આપવામાં આવશે. તથા માર્ચ ૨૦૨૬ સુધીના લાંબા સમયથી પેન્ડિંગ કેસિસની પ્રક્રિયા પૂરી કરી લેવા પર ભાર મૂકવામાં આવશે.