| Image Social Media |
જો તમે કાર વિશે થોડો પણ રસ ધરાવતા હોવ તો ‘ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કે રિયર વ્હીલ ડ્રાઈવ’ આ શબ્દો તમે સાંભળ્યાં હશે. પરંતુ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કે રિયર વ્હીલ ડ્રાઈવનો અર્થ શું છે? ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવમાં એન્જિનનો પાવર માત્ર આગળના બે વ્હીલમાં હોય છે અને તે જ કારને આગળ ધપાવે છે. આ સેટઅપમાં રિયર વ્હીલ માત્ર તેને ફોલો કરે છે અને તે સરળતાથી ચાલે છે. જ્યારે રિયર વ્હીલ ડ્રાઈવ એન્જિન માત્ર પાછળના વ્હીલને પાવર આપે છે. આ કારમાં એક્સિલેટર આપીએ ત્યારે તેમાં આગળના ટાયર ફક્ત પાછળના ટાયરને ફોલો કરે છે. હવે આ બંને અલગ- અલગ સેટઅપના ફાયદા અને નુકસાન છે. આવો આજે આપણે એ વિશે જાણીએ કે આ બંને કારમાં કઈ કાર વધુ સારી અને કઈ કાર ખરીદવી જોઈએ.
ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવના ફાયદા અને નુકસાન
ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવમાં અન્ય ડ્રાઈવ સેટઅપની તુલનામાં ઓછા કમ્પોનન્ટ્સ હોય છે, જે વ્હીલને હલકું બનાવે છે, જેના કારણે માઈલેજ વધુ આપે છે. એટલા માટે મોટાભાગની એન્ટ્રી લેવલ કારમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય છે. આ સિવાય તેમા દરેક સાધનો આગળના ભાગમાં હોય છે જેથી કરીને પાછળના ભાગમાં જગ્યા વધુ મળી રહે છે અને લગેજ રાખવા માટે પણ સારી એવી જગ્યા મળી રહે છે.
રિયર વ્હીલ ડ્રાઈવના ફાયદા અને નુકસાન
રિયર વ્હીલ ડ્રાઈવ સિસ્ટમના ઘણા ફાયદા છે. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની તુલનામાં આમાં ખૂબ સરસ રીતે હેંડલિંગ, એક્સીલેરેશન અને બ્રેકિંગ મળે છે. જો કે, ડ્રિફ્ટિંગ ન કરવું જોઈએ, પરંતુ FWD અથવા 4 WD /AWDની તુલનામાં RWD ની સાથે ડ્રિફ્ટ કરવું સરળ હોય છે.
આ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવથી મોંઘી હોય છે. એટલા માટે તમારે એન્ટ્રી લેવલની કારોમાં સામાન્ય રીતે રિયર વ્હીલ સિસ્ટમ નથી મળતી. તેમા ટ્રાન્સમિશન ટનલ અને ડ્રાઈવશાફ્ટ માટે વધારે જગ્યાની જરુર હોવાના કારણે કેબિનની સ્પેસ સાથે કોમ્પ્રોમાઈઝ કરવામાં આવે છે.


