Get The App

માર્ચ 2026થી દરેક કોલ પર દેખાશે આધાર-લિંક નામ: સ્પેમ અને છેતરપિંડી અટકાવવા માટે ભરવામાં આવ્યું પગલું, જાણો માહિતી…

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
માર્ચ 2026થી દરેક કોલ પર દેખાશે આધાર-લિંક નામ: સ્પેમ અને છેતરપિંડી અટકાવવા માટે ભરવામાં આવ્યું પગલું, જાણો માહિતી… 1 - image


Aadhaar Link Name on Incoming Call: માર્ચથી ભારતમાં જે પણ ઇનકમિંગ કોલ આવશે એ નંબર સાથે લિંક આધાર કાર્ડ પર જે નામ હશે એ હવે યુઝરને જોવા મળશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફ્રેમવર્કને મંજૂરી આપવામાં આવી હતી. આધાર કાર્ડ અથવા તો અન્ય KYC સાથે જે નંબર જોડાયેલો હશે એના પરથી જ્યારે કોલ કરવામાં આવશે ત્યારે સામેની વ્યક્તિના સ્ક્રીન પર આ નામ જોવા મળશે. આ પગલું સ્પેમ અને છેતરપિંડીને અટકાવવા માટે ભરવામાં આવ્યું છે.

કોલિંગ નેમ પ્રેઝન્ટેશન શું છે?  

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફ્રેમવર્કને સ્વીકારવામાં આવ્યું છે. આ માટે 2025ની ઓક્ટોબરમાં પરવાનગી આપવામાં આવી હતી. આ ફ્રેમવર્કના મુજબ ટેલિકોમ કંપનીઓ કોલરના વેરિફાઇડ નંબરને દર્શાવવાનું રહેશે. આ નંબર આધાર કાર્ડ અથવા તો અન્ય KYC સાથે લિંક હોય શકે છે. જે પણ વ્યક્તિના મોબાઇલ પર જેટલા પણ ઇનકમિંગ કોલ આવે ત્યારે સાચું નામ દર્શાવવાનું રહેશે. ટ્રુકોલર જેવી થર્ડ-પાર્ટી ઍપ્લિકેશન યુઝર અને ક્રાઉડસોર્સ ડેટા પર કામ કરે છે. જોકે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સીધા ટેલિકોમ ઓપરેટર્સના વેરિફાઇડ ડેટાબેઝનો ઉપયોગ કરશે. આથી છેતરપિંડી કરનાર માટે આ ખૂબ જ મુશ્કેલી ઊભી થશે.

કોલિંગ નેમ પ્રેઝન્ટેશન કેમ જરૂરી છે?  

કોલિંગ નેમ પ્રેઝન્ટેશન દ્વારા ઘણી સમસ્યાનું નિવારણ લાવી શકાશે. એના દ્વારા સ્પેમ કોલ અને રોબોકોલ્સ અટકાવી શકાશે. ફોન આધારિત સ્કેમ બંધ થઈ જશે જેમાં નાણાકીય છેતરપિંડીનો પણ સમાવેશ થાય છે. ઓળખ ચોરી કરી છેતરપિંડી કરવાનું પણ મુશ્કેલ બનશે. સ્ક્રીન પર સાચું નામ દેખાડી લોકોને ફરી વોઇસ કોમ્યુનિકેશનમાં વિશ્વાસ લાવવામાં મદદ મળશે. તેમણે હવે થર્ડ-પાર્ટી ઍપ્લિકેશનની મદદ નહીં લેવી પડે.

કેવી રીતે કામ કરશે?  

કોઈ પણ વ્યક્તિ જ્યારે કોલ કરશે ત્યારે એ નંબરને તેમના ડેટાબેઝમાં શોધવામાં આવશે. જો એ નંબરનો સમાવેશ થયો હશે તો જે વ્યક્તિ પર ફોન કરવામાં આવ્યો હશે એ યુઝરની સ્ક્રીન પર એ નામ દેખાડવામાં આવશે. જે-તે વ્યક્તિએ નંબર સેવ કર્યો હશે કે નહીં એનાથી ફરક નહીં પડે તેમને નામ સાચું જ દેખાડવામાં આવશે.

પ્રાઇવસીને લઈને ચિંતા  

કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સિસ્ટમને લઈને એક પારદર્શિતા આવશે, પરંતુ એને લઈને પ્રાઇવસીને લઈને ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. આથી યુઝરની પાસે કન્ટ્રોલ હશે. તેઓ ઇચ્છે કે તેમના નામ સામે વાળાની સ્ક્રીન પર દેખાડવામાં આવે તો એ જોવા મળશે અને તેમની ઇચ્છા નહીં હશે તો તેઓ આ સિસ્ટમમાંથી બહાર પણ નીકળી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા દરેક સ્ટેકહોલ્ડરને જણાવી દેવામાં આવ્યું છે કે ડેટા પ્રોટેક્શનની કાળજી રાખવામાં આવે અને આ માટે યુઝરની પૂરતી પરવાનગી લેવામાં આવે.

આ પણ વાંચો: ફોન પર ‘હા’ કહેવાથી બેન્ક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો શું છે ‘યસ સ્કેમ’…

ક્યારે સિસ્ટમ બની હતી?  

આ સિસ્ટમને મંજૂરી ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા 2025ની ઑક્ટોબરમાં પરવાનગી આપવામાં આવી હતી. ડિસેમ્બરથી એનું ટેસ્ટિંગ શરુ થઈ ગયું છે. આ ટેસ્ટિંગ બાદ એને માર્ચમાં અમલ કરવામાં આવશે. માર્ચથી યુઝર્સની સ્ક્રીન પર હવે સાચું નામ જોવા મળશે.