SASA LELE: ફ્લિપકાર્ટનો ડબલ સેલ - 2X ઓફર્સ, 2X વેલ્યુ
Flipkart SASA LELE Double Sale: ઇ-કોમર્સ સેલ્સ એક સામાન્ય વાત બની ગઈ છે. ફ્લિપકાર્ટનું લેટેસ્ટ કેમ્પેન SASA LELE આ વખતે લોકો માટે એક નવીનતા લઈને આવ્યું છે. જોકે આ ફક્ત એક પ્રમોશનલ ઇવેન્ટ નથી. ફ્લિપકાર્ટ કહીં રહ્યું છે કે ‘આ એક સેલ નથી. આ ડબલ સેલ છે.’ લોકો માટે ડબલ ઓફર હોવાથી ડબલ એક્સાઇટમેન્ટ પણ જોવા મળશે. આ કારણસર તેમને ડબલ વેલ્યુ જોવા મળશે. SASA LELE ભારતીય ગ્રાહકોનો સ્માર્ટફોનની ઓનલાઇન શોપિંગનો અનુભવ બદલવા જઈ રહ્યું છે. ઇ-કોમર્સ પર છાસવારે સેલ આવતાં રહે છે. કોઈ પણ કારણસર યુઝર્સ માટે સેલ લઈને આવવામાં આવે છે.
જોકે ફ્લિપકાર્ટનું લેટેસ્ટ કેમ્પેન SASA LELE આ સામાન્ય સેલથી એકદમ અલગ છે. એથી જ એને ‘ડબલ સેલ’ તરીકે ઓળખ આપવામાં આવી છે. ઓનલાઇન મોબાઇળ ખરીદવા માટે હવે ગ્રાહકોને ખૂબ જ ઓફર આપવામાં આવશે. યુઝરને મોબાઇલ પર એક સાથે ઘમી ઓફર આપવાની સાથે ઝડપી ડિલીવરીનો પણ ઓપ્શન આપ્યો છે. ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ, સરપ્રાઇઝ ફ્લેશ ડીલ અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ દ્વારા કસ્ટમરને ધ્યાનમાં રાખીને તેમના માટે ખાસ ડીલ તૈયાર કરવાાં આવી છે. SASA LELE ફક્ત એક કમર્શિયલ ઇવેન્ટ નથી જેમાં ફક્ત વધુ બિઝનેસ થાય એને ધ્યાન આપવામાં આવે, પરંતુ એક એવી ઇવેન્ટ છે જેમાં ગ્રાહકોને તેમણે ખર્ચેલી તમામ રકમમાં ડબલ વેલ્યુનું સામાન મળે. તેમ જ ડિજિટલ માર્કેટમાં તેમની શોપિંગનો અનુભવ પણ એકદમ અલગ જ રહે.
ફ્લિપકાર્ટ દ્વારા હાલમાં ભારતના કેટલાક મેટ્રોપોલિટન શહેરમાં દસ મિનિટમાં મોબાઇલ ડિલિવરી કરવામાં આવશે. પોતાના સમાર્ટ વેરહાઉસ અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકને ઓર્ડર આપવાથી લઈને તેમની પાસે પ્રોડક્ટ પહોંચે ત્યાં સુધીની તમામ માહિતી દેખાડવામાં આવશે. પહેલાં જે ડિલિવરી માટે ચારથી પાંચ દિવસો લાગતાં એ માટે હવે ફક્ત દસ મિનિટ લાગશે.
મોબાઇલ પર મેગા ઓફર્સ
એપલ આઇફોન 16: આઇફોનની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 59,999 છે. એપલમાં આઇફોન 16માં A18 બાયોનિક ચીપ છે જેનું પર્ફોર્મન્સ અદ્ભૂત છે. iOS18માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી યુઝર દરેક કામ ખૂબ જ સરળતાથી કરી શકશે. સુપર રેટિના XDR ડિસ્પ્લે ધરાવતા આ આઇફોનમાં 48MPની ડ્યુલ કેમેરા સિસ્ટમ છે. એના દ્વારા લો-લાઇટ ફોટોની સાથે HDR ફોટો પણ ક્લિક કરી શકાય છે. આઇફોનની ડિઝાઇનમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે અને એની બેટરી લાઇફ પણ વધુ છે. મોર્ડન યુઝરને પાવર અને સ્ટાઇલ બન્ને જોઈતું હોય છે જે આ મોબાઇલમાં મળી રહે છે.
નોથિંગ ફોન (3a): આ ફોનની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 21,999 છે. નોથિંગ ફોન (3a) સિરીઝ એક મિડ રેન્જ મોબાઇલ છે. એમાં ટ્રાન્સપરન્ટ બેક પેનલ છે જેમાં LEDનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 7s Gen 3 ચીપસેટ છે. 6.77 ઇન્ચની AMOLED ડિસ્પ્લે હોવાથી દરેક વસ્તુની સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય છે. 120Hzની રિફ્રેશ રેટ હોવાથી સ્ક્રીન પર દરેક વસ્તુને સારી રીતે જોઈ શકાય છે. 5000mAhની બેટરી ધરાવતા આ ફોનમાં 50Wનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે.
સેમસંગ ગેલેક્સી S24 5G: આ ફોનની કિંમત 44,999થી શરૂ થાય છે. સેમસંગ ગેલેક્સી S24 5G 2024ની જાન્યુઆરીમાં લોન્ચ થયો હતો. એમાં 6.2 ઇન્ચની ડાઇનામિક AMOLED 2x ડિસ્પ્લે છે જેની રિફ્રેશ રેટ 120Hz છે. આ ડિસ્પ્લેમાં HDR10+ સપોર્ટ છે જે હાઇ ગ્રાફિક્સને સપોર્ટ કરે છે. આ મોબાઇલમાં Exynos 2400 પ્રોસેસર અને 12GBની રેમ છે જેના કારણે મોબાઇલનું પર્ફોર્મન્સ ખૂબ જ સ્મૂધ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન અને સ્માર્ટ મેસેજ પણ કરી શકાય છે. આ મોબાઇલમાં ત્રણ રિયર કેમેરા છે અને મેઇન કેમેરા 50 MPનો છે. આ મોબાઇલમાં 4000 mAhની બેટરી છે જે 25W વાયર ચાર્જિંગ અને 15W વાયરેલસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લેપટોપની બ્લોકબસ્ટર ડીલ
ASUS ExpertBook P1 : The ASUS ExpertBook P1 P1403CV-I515X ને ખાસ બિઝનેસમેન માટે બનાવવામાં આવ્યું છે. એમાં 14 ઇન્ચની ફુલ હાઇ ડેફિનેશન ડિસ્પ્લે અને ઇન્ટેલ કોર i5-13420H પ્રોસેસર અને 16GB DDR5 રેમ છે. 512 GB SSD હાર્ડ ડ્રાઇવ ધરાવતાં આ લેપટોપમાં કનેક્ટિવિટી માટે ઘણાં વિક્લપ આપવામાં આવ્યો છે. USB-C, HDMI અને ગિગાબાઇટ ઇથરનેટ પોર્ટ જેવા ઘણા ઓપ્શન છે. આ લેપટોપ MIL-STD-810H સ્ટાન્ડર્ડ ડ્યુરેબિલિટી સાથે આવે છે જે એકદમ રફ એન્ડ ટફ છે.
સેમસંગ ગેલેક્સી બૂક4: સેમસંગ ગેલેક્સી બૂક4માં ઇન્ટેલ કોરi5-13 Gen પ્રોસેસર અને 16 GB રેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15.6 ઇન્ચની ફુલ HD સ્ક્રીન એકદમ સ્લીક ડિઝાઇન સાથે આવે છે અને એની ચેસિસનું વજન ફક્ત 1.55 કિલોગ્રામ છે. પ્રોફેશનલ માટે આ આ એકદમ યોગ્ય લેપટોપ છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ કરી શકાય છે. આ લેપટોપમાં ઇન્ટેલ આઇરીસ Xe ગ્રાફિક્સ છે અને 512 GB SSD હાર્ડ ડ્રાઇવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીવી પર બમ્પર ઓફર્સ
સેમસંગ 55 ઇંચ અલ્ટ્રા HD (4K) Tizen ટીવી: સેમસંગ 55 ઇંચ અલ્ટ્રા HD (4K) Tizen ટીવી એકદમ અદ્બુત ગ્રાફિક્સ સાથે આવે છે. ક્રિસ્ટલ 4K ડિસ્પ્લે અને ક્રિસ્ટલ પ્રોસેસર 4Kનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી એમાં દરેક દૃશ્યો એકદમ ક્રિસ્ટલ ક્લિયર જોવા મળશે. સિનેમેટિક એક્સપિરિયન્સ માટે કલર અને કોન્ટ્રાસ્ટને પણ એને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. આ ટીવીમાં HDR સપોર્ટની સાથે મલ્ટી વોઇસ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સ્લીક ૩-સાઇડ બેઝલ-લેસ ડિઝાઇન છે જેના કારણે સ્માર્ટ ટીવી ખૂબ જ સારી રીતે ફંક્શન કરી શકે છે.
LG 43 ઇંચ અલ્ટ્રા HD (4K) LED WebOS TV: LG 43 ઇંચ અલ્ટ્રા HD (4K) LED WebOS TVના વિઝ્યુઅલ એકદમ અનોખા છે. એમાં 4K રીઝોલ્યુશનની સાથે HDR સપોર્ટ પણ છે. આ ટીવીમાં α5 Gen5 AI પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેટ્ફ્લિક્સ અને જિયોહોટસ્ટાર જેવી ઘણા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાય છે. આ ટીવીમાં AI સાઉન્ડ આપવામાં આવ્યું છે જેના કારણે ઓડિયો ક્વોલિટી ખૂબ જ અદ્ભુત આવે છે.
સોની 65 ઇંચ અલ્ટ્રા HD (4K) LED ગૂગલ ટીવી: સોની 65 ઇંચ અલ્ટ્રા HD (4K) LED ગૂગલ ટીવીના વિઝ્યુઅલ અને સ્માર્ટ ફંક્શનાલિટીનો સમનવય જોવા મળશે. આ ટીવીમાં 4K રિઝોલ્યુશન અને ગૂગલ ટીવી ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં X1 પ્રોસેસર, મોશનફ્લો XR 100 અને ડોલ્બી ઓડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના કારણે દરેક દૃશ્ય ખૂબ જ સ્મૂધ અને કલરફૂલ જોવા મળશે. ડોલ્બી ઓડિયોને કારણે અવાજનો અનુભવ થિએટર્સ જેવો જોવા મળશે.
અન્ય ઓફર્સને અનલોક કરવા માટે તૈયાર રહો
SASA LELE સેલનો સંપૂર્ણ પણ આનંદ લેવા માટે ફ્લિપકાર્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એને ઓપન કરો. આ સેલમાં લિમિટેડ ટાઇમ માટેની ઓફર્સ પણ ઘણી જોવા મળશે. આ સાથે જ ફ્લિપકાર્ટની યુઝર્સની ચોઈઝ અનુસાર કેટલીક પર્સનલાઇઝ્ડ ઓફર પણ સજેસ્ટ કરશે. આ માટે રાહ જોવાની ભૂલ ન કરવી. સ્ટોક લિમિટેડ રહેશે અને ઓછી કિંમત ચોક્કસ સમય માટે હશે.
10000ની અંદરની કેટેગરીમાં મોબાઇલની ખરીદી કરનાર યુઝર્સ માટે Redmi A3, Realme Narzo N53 અને Infinix Smart 8 HDનો સમાવેશ થાય છે. આ તમામ મોબાઇલમાં 90Hzની ડિસ્પ્લે, 5000mAhની બેટરી અને AI કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓછી કિંમતના મોબાઇલ હોવા છતાં આ તમામ મોબાઇલનું પર્ફોર્મન્સ સારું અને આ કેટેગરીમાં અદ્ભુત કેમેરા જોવા મળશે.
યુઝરને વધુ ઓફર મળે એ હેતુથી ફ્લિપકાર્ટ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ માટે ઘણાં સમાર્ટફોન પર દસ ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. નો-કોસ્ટ EMI ઓપ્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે એપલ, સેમસંગ, શાઓમી અને વિવો જેવી કંપનીના ફ્લેગશિપ મોબાઇલ પર જોવા મળશે.
ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને ખૂબ જ મહત્ત્વની પસંદગી આપવામાં આવી છે. આ મેમ્બર્સ દ્વારા બીજી મેથી શરૂ થઈ રહેલાં સેલને અન્ય ગ્રાહક કરતાં બાર કલાક પહેલાં કરી શકશે. તેમ જ તેઓ નોટીફાઇમી જેવા ફીચર્સનો પણ ઉપયોગ કરી શકશે જેથી દરેક ડીલ તેમને પહેલાં મળે. આ તમામ મેમ્બર્સને સામાન્ય બેન્ક ઓફર અને અન્ય ઓફરની સાથે વધુ પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આથી ફ્લિપકાર્ટના લોયલ કસ્ટમર્સને પણ થોડું ખાસ ફીલ થાય એ હેતુંથી આ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.
ફ્લિપકાર્ટનો SASA LELE 1 મેથી બપોરે બાર વાગ્યે શરૂ થઈ રહ્યો છે અને આ ફક્ત કમાણી માટે નથી, પરંતુ ગ્રાહકોએ ખર્ચેલા પૈસાની તેમને ડબલ વેલ્યુ મળે, ઝડપથી પ્રોડક્ટ મળે અને નવા ઇનોવેશન માટે જાણીતો છે. કોઈ પણ યુઝર ફ્લેગશિપ મોડલ ખરીદી રહ્યું હોય કે પછી પોતાના ઉપયોગ માટે બીજો મોબાઇલ લઈ રહ્યાં હોય એટલે કે દરેક પ્રકારના યુઝર માટે મોબાઇલ ખરીદવા માટે આ ખૂબ જ સારો સમય છે.
આ માટે ફ્લિપકાર્ટની એપ્લિકેશન હમણાં જ ઓપન કરો. ડીલ્સ કોઈની રાહ નથી જોતી.