ફેસબ્રુક તેના ગ્રુપ્સ ફીચરની ડિઝાઇન બદલી ડિસ્કોર્ડ જેવી બનાવી રહી છે

Updated: Jul 5th, 2022


ફેસબુકમાં ગ્રૂપ ફીચરને રીડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. ફેસબુક તેના ગ્રૂપ્સને હવે ‘ડિસ્કોર્ડ’ જેવો લૂક આપવાનો પ્રયાસ કરી રહી છે. ફેસબુક ગ્રૂપ વિશે તો તમે જાણતા જ હશો. તેમાં વિવિધ ટોપિક આધારિત ગ્રૂપ્સ બનાવીને અન્ય યૂઝર્સને તેમાં સામેલ કરી શકાય છે. ગ્રૂપ્સ પ્રાઇવેટ અથવા ઓપન હોઈ શકે છે. પ્રાઇવેટ ગ્રૂપમાં માત્ર ગ્રૂપ એડમિનની સંમતિ પછી જોડાઈ શકાય છે જ્યારે ઓપન ગ્રૂપમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે અને કંઈ પણ પોસ્ટ કરી શકે છે (મોટા ભાગે એવું બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટોપિક કે હેતુને ધ્યાનમાં રાખીને ફેસબુકમાં ગ્રૂપ ક્રિએટ કરવામાં આપે પરંતુ તેને ઓપન રાખવા જતાં તેમાં જોડાયેલા અન્ય લોકો ગ્રૂપમાં મૂળ હેતુ કે ટોપિક સિવાયની બાબતો પોસ્ટ કરવા લાગે, વોટ્સએપમાં પણ આવું જ થતું હોય છે!). ફેસબુક એમાં તો કંઈ કરી શકશે નહીં, પણ ઓનલાઇન મલ્ટિ-પ્લેયર્સ ગેમ્સ રમતા લોકોમાં ‘ડિસ્કોર્ડ’ ચેટિંગ અત્યંત પોપ્યુલર છે. તેમાં વિવિધ ગેમ્સની ચેનલ બનાવી અન્ય યૂઝર્સ સાથે ચેટ કરી શકાય છે. ફેસબુકના ગ્રૂપ્સને ડિસ્કોર્ડ જેવી જ ફીલ આપવામાં આવી છે.

    Sports

    RECENT NEWS