સતત બીજા દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન, ભારત સહિત દુનિયાભરના યુઝર્સ પરેશાન
X Outage: સતત બીજો દિવસ છે જ્યારે દુનિયાના સૌથી ધનવાન ઇલોન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પ્લેટફોર્મ ફરીથી ડાઉન થઈ ગયું છે. X એપ, મોબાઈલ સાઈટ કે બ્રાઉઝર ક્યાંય X ચાલી રહ્યું નથી. ઘણા યુઝર્સને પોસ્ટ નથી થઈ રહી અને સર્ચ કરતા કોઈ એકાઉન્ટ પણ નથી ખુલી રહ્યા. કાલે પણ આવી જ મુશ્કેલીઓ આવી હતી, જેના કારણે દુનિયાભરના યુઝર્સને DMs, લાઇક્સ અનો નોટિફિકેશનમાં જેવી મુશ્કેલીઓ આવી હતી. એવી જ રીતે આ જે પણ એજ પરિસ્થિતિ છે.
કાલે શું થયું હતું?
ગુરૂવાર બપોરે X પર મુશ્કેલીઓ શરૂ થઈ હતી. હજારો યુઝર્સની ફરિયાદ હતી કે તેઓ ડાયરેક્ટ મેસેજ નથી મોકલી શકતા કે ન તો ખોલી શકતા. વારંવાર 'સમથિંગ વેન્ટ રોંગ. ટ્રાઈ રી-લોડિંગ'નો મેસેજ આવી રહ્યો હતો. DownDetectorના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં માત્ર બપોરે 2 વાગ્યા સુધી જ 6 હજારથી વધુ આઉટેજ રિપોર્ટ આવ્યા હતા.
યુઝર્સની નારાજગી
પરેશાન થયેલા યુઝર્સે પોતાની ભડાશ કાઢતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ઇલોન મસ્ક, પ્લીઝ એપ ઠીક કરો. મેસેજ ખોલી પણ નથી શકતા, આ ખૂબ ખરાબ છે.' બીજાએ લખ્યું કે, 'DMs પર નોટિફિકેશન આવી રહી છે પરંતુ કોઈ અનરીડ મેસેજ બતાઈ નથી રહ્યો.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'X પર મેસેજ, લાઇક્સ, કંઈપણ નથી ચાલી રહ્યું.'