Twitter Down : વિશ્વભરમાં ઈલોન મસ્કનું X પ્લેટફૉર્મ ડાઉન, હજારો યુઝર્સ પરેશાન
X Twitter Down News : માઇક્રોબ્લોગિંગ પ્લેટફૉર્મ X (Twitter) આજે (10 માર્ચ) ટાઉન થતાં વિશ્વભરમાં અનેક યુઝર્સ પરેશાન થયા છે. અબજોપતિ બિઝનેસમેન અને ટેસ્લાના CEO ઈલોન મસ્કની માલિકીનું એક્સ ડાઉન થયું હોવાના કારણે યુઝર્સો વિવિધ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
X ડાઉનના 30,000 રિપોર્ટ
ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, ભારતમાં લગભગ 2000, અમેરિકામાં 18,000 અને યુકેમાં 10,000 લોકોએ એકાઉન્ટ એક્સના કારણે સમસ્યા થઈ હોવાનો રિપોર્ટ કર્યો છે. હાલ આ મુદ્દે કંપની દ્વારા કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
યુઝર્સ પરેશાન
સોમવારે બપોરે 2.00 વાગ્યા બાદ ટ્વિટર ડાઉન થયાના અહેવાલો સામે આવ્યા છે. ટ્વિટરની આ ટેકનિકલ સમસ્યા કેટલીક મિનિટો માટે થઈ હતી, જેના કારણે સાઇટ પર પેજ લોડ થઈ શકતું ન હતું. યુઝર્સને સ્ક્રીન પર એક મેસેજે દેખાઈ રહ્યો હતો. ભારત, અમેરિકા અને બ્રિટનમાં એક્સમાં ટેકનિકલ ખામી ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે.
Xમાં ખામીનું કારણ અકબંધ
વિશ્વભરના અનેક એક્સ એકાઉન્ટ યુઝર્સ ટેકનિકલ સમસ્યાથી પરેશાન થયા છે. જોકે કયા કારણોસર આ ખામી સર્જાઈ? તેની હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ અંગે ટ્વિટર દ્વારા પણ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે કેટલાક સમય બાદ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર કામ શરુ થઈ ગયું છે.
આ પણ વાંચો : યુક્રેનના બદલે ફક્ત મારી સામે ફાઈટ કરો, રશિયન પ્રમુખ પુતિનને મસ્કનો ખુલ્લેઆમ પડકાર