Science & Technology

VIDEO: ઇલોન મસ્કના સ્ટારશિપમાં ટેસ્ટિંગ વખતે બ્લાસ્ટ, આગની જ્વાળાઓ અને ધુમાડાથી વિસ્તારમાં હડકંપ મચ્યો

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
સ્પેસએક્સના સ્ટારશિપના ટેસ્ટિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટ બાદ તમામ મિશનને હાલમાં હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે. ટેક્સાસ સ્થિત સ્પેસએક્સની ટેસ્ટિંગ ફેસિલિટી ખાતે સ્ટારશિપનું ટેસ્ટિંગ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. સ્ટેટિક ફાયર ટેસ્ટના સ્ટેજ પહેલાં જ સ્ટારશિપ ફાટી ગઈ હતી. સામાન્ય રીતે લોન્ચ પહેલા ફાઇનલ સિસ્ટમ ચેક કરવામાં આવે છે, જેમાં રોકેટને લોન્ચ પેડ પર રાખી એન્જિન સ્ટાર્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્ટારશિપમાં આગ લાગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઇલોન મસ્કના સ્ટારશિપમાં ટેસ્ટિંગ વખતે બ્લાસ્ટ, આગની જ્વાળાઓ અને ધુમાડાથી વિસ્તારમાં હડકંપ મચ્યો

SpaceX Starship Blast: સ્પેસએક્સની સ્ટારશિપના ટેસ્ટિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટ બાદ તમામ મિશનને હાલમાં હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે. ટેક્સાસ સ્થિત સ્પેસએક્સની ટેસ્ટિંગ ફેસિલિટી ખાતે સ્ટારશિપનું ટેસ્ટિંગ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. સ્ટેટિક ફાયર ટેસ્ટના સ્ટેજ પહેલાં જ સ્ટારશિપ ફાટી ગઈ હતી. સામાન્ય રીતે લોન્ચ પહેલા ફાઇનલ સિસ્ટમ ચેક કરવામાં આવે છે, જેમાં રોકેટને લોન્ચ પેડ પર રાખી એન્જિન સ્ટાર્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્ટારશિપમાં આગ લાગી હતી.

સ્ટારશિપ પ્રોટોટાઇપને થયું ભારે નુકસાન, લોન્ચ તૈયારી રોકાઈ

ટેસ્ટિંગ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં સ્ટારશિપના ભાગો ચારે તરફ ફટી ગયા હતા. સારી વાત એ છે કે કોઈને ઇજા થઈ નથી. જોકે, બ્લાસ્ટના કારણે સ્ટારશિપના પ્રોટોટાઇપને ગંભીર નુકસાન થયું છે અને સ્પેસએક્સે તેના તમામ લોન્ચની તૈયારીઓ અટકાવી દીધી છે. સ્પેસએક્સ સ્ટારશિપની આગામી ફ્લાઇટ 29 જૂને થવાની હતી. જો આ લોન્ચ સફળ રહેત તો તે વિશ્વની સૌથી મોટી અને પાવરફુલ રોકેટ સિસ્ટમના દસમા ટેસ્ટ તરીકે નોંધાત.

સ્પેસએક્સના પ્રોગ્રામમાં વિક્ષેપ

2025માં યોજાનાર સ્ટારશિપના અનેક પ્રોગ્રામ્સ માટે આ ઘટના મોટો અવરોધ બની છે. વર્ષની શરૂઆતમાં પણ સ્પેસએક્સે બે ટેસ્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરી હતી, જે થતી સાથે જ વિસ્ફોટમાં બદલાઈ ગઈ હતી. બંને ઘટનાઓની તપાસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા કરવામાં આવી હતી. એ દરમિયાન એરસ્પેસ બંધ રાખવામાં આવ્યું હતું અને સેફ્ટી મર્યાદાઓને ધ્યાનમાં લેવામાં આવી હતી.

મિશન ટૂ માર્સ: મસ્કનો દ્રઢ નિશ્ચય

સ્પેસએક્સનું લાંબું લક્ષ્ય છે — મિશન ટૂ માર્સ. નીચેળી સફળતાઓ છતાં કંપની ઝડપી ગતિએ ટ્રાયલ્સ આગળ વધારી રહી છે. અગાઉના બે નિષ્ફળ મિશન પછી તાજેતરમાં થયું ટેસ્ટિંગ પણ બ્લાસ્ટમાં પૂરતું. છતાં સ્પેસએક્સ ટૂંક સમયમાં ફરી નવા ટેસ્ટિંગની તૈયારી કરશે. ઇલોન મસ્કે માર્સ પર માનવ વસાહત સ્થાપવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને તે માટે તમામ પ્રયત્નો કરશે.

આ પણ વાંચો: ફેસબુક પર યુઝર્સના તમામ વીડિયો હવે બની જશે રીલ્સ: વીડિયો માટેની સમય મર્યાદા કાઢી નાખી મેટાએ…

સ્ટારશિપ ફ્લાઇટની ટાઈમલાઇન અસ્પષ્ટ

સ્પેસએક્સ હવે ફેડરલ સંસ્થાઓ સાથે મળીને બ્લાસ્ટના કારણની છણાવટ કરશે. આગામી લોન્ચ પહેલાં કંપની જરૂરી ટેક્નિકલ સુધારાઓ કરશે. હજી સુધી એવું સ્પષ્ટ નથી કે સ્ટારશિપને ફરી ક્યારે લોન્ચ કરવામાં આવશે, કારણ કે એન્જિનિયરો દ્વારા નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. એ પછી સેફ્ટી પ્રોટોકોલને અનુસરવામાં આવશે. છતાં સ્પેસએક્સને વિશ્વાસ છે કે એક દિવસ સ્ટારશિપ સફળતાપૂર્વક લોન્ચ થશે અને તે પુનઃઉપયોગી બની શકશે — જેમાં માનવી અને સામાન બંનેને લઈ જવાની ક્ષમતા હશે.