2025માં 146 મિશન લોન્ચ કરીને સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યો લોન્ચિંગ રેકોર્ડ, જાણો વિગત…

SpaceX Mission: ઇલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સ્પેસએક્સ દ્વારા 2025માં 146 મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. તેમના છેલ્લા મિશનમાં સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટને ફ્લોરિડાના કેપ કેનાવેરલમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એ વખતે 29 સ્ટારલિંક સેટેલાઇટ્સને લો-અર્થ ઓરબિટમાં લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે સ્પેસએક્સ દ્વારા ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે.
2019થી અત્યારની સફર
સ્પેસએક્સ દ્વારા 2019માં ફક્ત 13 ઓરબિટલ લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્પેસએક્સ દ્વારા ઘણાં મિશન અને ઘણી સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી હતી. સ્પેસએક્સ દ્વારા 2024માં કુલ 138 લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ વર્ષે સ્પેસએક્સ દ્વારા પોતાનો જ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. ઇલોન મસ્કની કંપની દ્વારા આ વર્ષે 146 મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે અને હજી આ વર્ષ પૂરું થવામાં ઘણાં દિવસ બાકી છે.
100થી વધુ સ્ટારલિંક સેટેલાઇટ મિશન
સ્પેસએક્સ દ્વારા આ વર્ષે જેટલાં પણ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે, એમાં 100થી વધુ મિશન સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. છેલ્લા મિશનમાં સ્પેસએક્સ દ્વારા 29 સેટેલાઇટ મોકલવામાં આવી છે. સ્પેસએક્સ દ્વારા હવે બહુ જલદી તેમના નેટવર્કમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેમની પાસે હવે 8,800 એક્ટિવ સેટેલાઇટ્સ છે, જે વિવિધ દેશોમાં ઇન્ટરનેટ પૂરો પાડે છે.
આ પણ વાંચો: ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાઇબર વોર: પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું...
ફાલ્કન 9 ફર્સ્ટ-સ્ટેજ બૂસ્ટરની પાંચમી ફ્લાઇટ
ફાલ્કન 9 ફર્સ્ટ-સ્ટેજ બૂસ્ટરની આ પાંચમી ફ્લાઇટ હતી. આ બૂસ્ટરનો ઉપયોગ અગાઉ બે વાર અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં લઈ જવા માટે અને સ્પેસ સ્ટેશનમાં સપ્લાય લઈ જવા માટે પણ કરવામાં આવ્યો હતો. લોન્ચ થયાની 8.5 મિનિટ બાદ સ્ટેજ સેપરેશન પછી એ દરિયામાં લેન્ડ થઈ ગયું હતું અને બીજો ભાગ ઓરબિટમાં ગયો હતો અને સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.

