Get The App

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરની નજીક રહેવા માટે એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે ઇલોન મસ્ક

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પના ઘરની નજીક રહેવા માટે એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે ઇલોન મસ્ક 1 - image


Elon Musk Pay Huge Amount To Stay With Donald Trump: ઇલોન મસ્ક એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે. અમેરિકાનું ઇલેક્શન જીત્યા બાદ ઇલોન મસ્ક હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રહે છે. સાથે એટલે કે ફ્લોરિડામાં, ડોનાલ્ડ ટ્રમ્પના આવેલા માર-એ-લાગો એસ્ટેટની નજીકના એક કોટેજમાં ઇલોન મસ્ક રહે છે. આ કોટેજનું નામ ‘બનયાન’ છે.

ઇલોન મસ્કની નેટ વર્થ 400 બિલિયન અમેરિકન ડોલર પહોંચી ગઈ છે. ઇલોન મસ્ક હાલમાં તેના ઘરમાં રહેતા નથી. તે ડોનાલ્ડ ટ્રમ્પની નજીક રોકાવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે તે તેમને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એડ્વાઇઝર તરીકે મદદ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરની નજીક રહેવા માટે એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે ઇલોન મસ્ક 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના એસ્ટેટમાં આવેલા કેટલાક કોટેજને રેન્ટ પર આપવામાં આવી રહ્યા છે. આ કોટેજોને 1990ના દાયકામાં હોટેલમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ કોટેજને રેન્ટ પર આપવામાં આવે છે. આ કોટેજનું રેન્ટ એક દિવસનું બે હજાર ડોલર એટલે કે અંદાજે 1.71 લાખ રૂપિયા છે. આ કોટેજ ટ્રમ્પના ઘરથી થોડા મીટર્સના અંતરે જ આવેલું છે.

આ પણ વાંચો: 1 જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવાશે, જાણો જનરેશનનો ઇતિહાસ

આ રકમ સામાન્ય વ્યક્તિ માટે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં રહેવા જાય, તેણે આટલી રકમ ચૂકવવી પડે છે. જોકે ઇલોન મસ્ક કેટલી રકમ ચૂકવે છે કે પછી તે રકમ નથી ચૂકવતો, એ વિશે જણાવવામાં આવ્યું નથી. ઇલોન મસ્ક હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રહે છે અને દરેક સ્ટાફ મીટિંગમાં પણ હાજરી આપે છે. ફોરેન લીડર્સ સાથેની મીટિંગમાં પણ ઇલોન મસ્ક હાજર હોય છે. કોઈ પોઝિશન પર કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવે તે પણ સલાહ આપે છે.

Tags :