mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઈલેક્ટ્રિક કારનો મોહ ન રાખતા, પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ ખતરનાક, IITના અભ્યાસમાં આવ્યું સામે

બેટરી ઈલેક્ટ્રિક કાર અન્ય વાહનો કરતાં 15-50% વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે

પરંપરાગત એન્જિન ધરાવતી કારની સરખામણીમાં હાઇબ્રિડ કાર પર્યાવરણ માટે વધુ અનુકૂળ

Updated: May 26th, 2023

ઈલેક્ટ્રિક કારનો મોહ ન રાખતા, પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ ખતરનાક, IITના અભ્યાસમાં આવ્યું સામે 1 - image


આજના આ સમયમાં લોકો ઈલેક્ટ્રિક વાહનો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત તેના પર સરકાર દ્વારા પણ ઘણી સબસીડી આવામાં આવે છે અને તેને પ્રમોટ કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલ અને અન્ય પરંપરાગત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ તેને એક વિકલ્પ તરીકે જોવાય છે પરંતુ તાજેતરના એક અભ્યાસ મુજબ પરિસ્થિતિ તેનાથી બિલકુલ વિપરીત છે.

IIT Kanpurના અભ્યાસનો ચોંકાવનારો ખુલાસો  

IIT Kanpurના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અભ્યાસ મુજબ, બેટરી ઈલેક્ટ્રિક કાર અન્ય વાહનો કરતાં 15-50% વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે.

જાપાની એક સંસ્થા સાથે મળીને  IIT Kanpur એ અભ્યાસ કર્યો 

IIT Kanpur એ જાપાની એક સંસ્થાની મદદથી આ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં વાહનોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.

  • પરંપરાગત કાર
  • ઇલેક્ટ્રિક કાર
  • હાઇબ્રિડ કાર

ત્રણેય પ્રકારના વાહનોની લાઇફ સાઇકલ એનાલિસિસ અને માલિકીની કુલ કિંમતની ગણતરી કરવામાં આવી હતી. IIT Kanpur અભ્યાસ એ દાવાને પડકારે છે કે ઇલેક્ટ્રિક કાર હાઇબ્રિડ કાર અને પરંપરાગત ઇન્ટરનલ કમ્બશન એન્જિન કાર કરતાં વધુ પર્યાવરણને અનુકૂળ છે.

અભ્યાસમાં શું સામે આવ્યું?

IIT Kanpurની એન્જીન રિસર્ચ લેબના અભ્યાસ અહેવાલ મુજબ, ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન, ઉપયોગ અને સ્ક્રેપિંગ હાઇબ્રિડ અને પરંપરાગત એન્જિન કાર કરતાં 15 થી 50% વધુ ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરે છે. પ્રોફેસર અવિનાશ અગ્રવાલની આગેવાની હેઠળના અભ્યાસમાં જણાવાયું છે કે, બેટરી ઈલેક્ટ્રિક કાર અન્ય વાહનોની તુલનામાં વિવિધ શ્રેણીઓમાં 15-50% વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. IIT Kanpurના આ અભ્યાસમાં પ્રતિ કિલોમીટર વાહનોનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, ઇલેક્ટ્રિક વાહનોનો ખર્ચ, જાળવણી અને વીમો પણ 15-60% મોંઘો છે.

હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર પર્યાવરણને અનુકૂળ 

અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર પર્યાવરણને અનુકૂળ છે. પરંપરાગત એન્જિન ધરાવતી કારની સરખામણીમાં હાઇબ્રિડ કાર પ્રતિ લિટર દોઢથી બે ગણી માઇલેજ મેળવે છે.

વીજળીથી ચાર્જિંગ, કોલસાથી વીજળી!

આ અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, ‘બૅટરી ઇલેક્ટ્રિક વાહનોને વીજળીથી ચાર્જ કરવાની હોય છે, જ્યારે હાલમાં દેશમાં 75% વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે અને આ કોલસો કાર્બન-ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. હાઇબ્રિડ અને પરંપરાગત કારની સરખામણીમાં બેટરી કાર ખરીદવા, વાપરવા અને જાળવવાનો ખર્ચ કિમી દીઠ 15-60% વધારે છે.

હાઈબ્રિડ કારને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ

હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો અન્ય બે શ્રેણીના વાહનોની તુલનામાં સૌથી ઓછો ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જિત કરે છે, પરંતુ અન્ય બે શ્રેણીની કાર કરતાં સહેજ વધુ ખર્ચાળ છે. હાઇબ્રિડ કારની ઊંચી કિંમત પાછળનું એક કારણ સરકાર દ્વારા તેના પર લાદવામાં આવેલો ઊંચો ટેક્સ છે.

Gujarat