Updated: May 24th, 2023
- çkk¤fku ®nMkkí{f çkLku Au íkuLkwt fkhý Võík {khÄkzðk¤e økuBMk LkÚke
અમેરિકાનું ગનકલ્ચર થોડા થોડા સમયે આપણને ચોંકાવનારા સમાચાર આપે છે. આ દેશમાં
વારંવાર શાળાઓમાં કે મોલ જેવી જાહેર જગ્યાઓએ બેફામ ગોળીબારના બનાવો બનતા રહે છે.
ઘણા કિસ્સાઓમાં સ્ટુડન્ટના હાથમાં પણ ગન આવી જાય છે અને એ સ્કૂલમાં ગન સાથે
પહોંચીને ટીચર્સ, અન્ય સ્ટુડન્ટ પર બેફામ
ગોળીબાર કરે છે.
અમેરિકામાં આવા ગન કલ્ચર અને નાની વયથી હિંસાત્મક વલણે લાંબા સમયથી ચિંતા
જગાવી છે. અત્યાર સુધી એવો અભિપ્રાય હોત કે બાળકો નાની વયે મારધાડવાળી વીડિયો
ગેમ્સ તરફ વળે છે એથી આવા કિસ્સા બને છે. પરંતુ હમણાં આ જ બાબતે વધુ ચોંકાવનારી
વાત બહાર આવી.
નવો અભ્યાસ શું કહે છે?
વોશિંંગ્ટનની એક સ્વૈચ્છિક સંસ્થાએ જારી કરેલા એક રિપોર્ટ અનુસાર યુટ્યૂબનું
અલ્ગોરિધમ વીડિયો ગેમના ફેન્સ, બાળકોને પણ હિંસાભર્યા વીડિયો
તરફ દોરે છે!
આ અભ્યાસ માટે સંશોધકોએ યુટ્યૂબ પર ચાર ફેક એકાઉન્ટ ઊભાં કર્યાં. તેમાંથી બે
એકાઉન્ટ નવ વર્ષની ઉંમરના છોકરાના અને બે એકાઉન્ટ ૧૪ વર્ષના છોકરાઓના હોવાનું
દર્શાવવામાં આવ્યું.
આ પછી આ એકાઉન્ટ્સની મદદથી યુટ્યૂબ પર વારંવાર ગેમિંગ સંબંધિત વીડિયો જોવામાં
આવ્યા. આ ઉંમરના છોકરાઓમાં સામાન્ય રીતે બનતું હોય તેમ તેમની ઉંમરને અનુરૂપ ન હોય
તેવા વીડિયો પણ આ બનાવટી એકાઉન્ટસની મદદથી જોવામાં આવ્યા. અભ્યાસનો હેતુ એ જ હતો
કે યુટ્યૂબ પર બાળકોને તેમની વીડિયો એક્ટિવિટીને આધારે કેવા પ્રકારનું કન્ટેન્ટ
બતાવવામાં આવે છે તે તપાસવું.
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ફેક એકાઉન્ટની મદદથી ગેમિંગ સંબંધિત વીડિયો
જોવામાં આવ્યા પછી તેમને યુટ્યૂબના અલ્ગોરિધમને કારણે હથિયારો, શૂટિંગ્સ અને ખૂનખરાબા દર્શાવતા વીડિયો જોવાનું પણ સૂચવવામાં આવતું હતું! આ
પછી જે એકાઉન્ટમાં આવા વીડિયો ક્લિક કરવામાં આવ્યા તેને વધુ ને વધુ પ્રમાણમાં એ જ
પ્રકારના વીડિયો સૂચવવામાં આવ્યા.
આ અભ્યાસ પછી એ સ્વૈચ્છિક સંસ્થાએ
પોતાના રિપોર્ટમાં તારવ્યું છે કે માત્ર મારધાડવાળી વીડિયો ગેમ્સને કારણે બાળકો
હિંસક બને છે એવું નથી, પરંતુ આ પ્રકારના વીડિયો
જોતાં બાળકોને વધુ ને વધુ હિંસા દર્શાવતા વીડિયો તરફ દોરવામાં આવે છે અને તેને
કારણે બાળકોમાં વધુ ને વધુ હિંસાની માનસિકતા કેળવાઈ રહી છે.
ચિંતાની વાત શી છે?
આ અભ્યાસ અને તેનાં તારણો વિશે ખાસ નોંધવા જેવી વાત એ છે કે યુટ્યૂબ પર ચારેય
ફેક એકાઉન્ટ ખોલાવતી વખતે આ એકાઉન્ટ બાળકોના હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમ
જ યુટ્યૂબની પોલિસી અનુસાર પેરેન્ટલ એકાઉન્ટ સાથે તેને લિંક પણ કરવામાં આવ્યા હતા.
મતલબ કે યુટ્યૂબની સિસ્ટમ પૂરેપૂરી રીતે જાણતી હતી કે આ એકાઉન્ટ બાળકોનાં છે, તેમ છતાં તેમને સતત હિંસાત્મક વીડિયો સૂચવવામાં આવ્યા. નવાઈની વાત એ હતી કે
આમાંના ઘણા વીડિયો યુટ્યૂબની પોલિસીનો છડેચોક ભંગ કરતા હતા તેમ છતાં યુટ્યૂબ તરફથી
તેમને અટકાવવામાં નહોતા આવ્યા. ઉલ્ટાનું બાળકોને પણ એ જોવાનું સૂચવવાાં આવતું
હતું.
રિપોર્ટના અનુસંધાને યુટ્યૂબના પ્રવકતાએ સૂફિયાણી વાતો કરતા કહ્યું કે કંપની યંગ વ્યૂઅર્સ માટે યુટ્યૂબ પર વિવિધ વિકલ્પો આપે છે અને ખાસ બાળકો
માટેની યુટ્યૂબ કિડ્સ એપ પણ ઓફર કરે છે. બાળકો અને ટીનેજર્સના પેરેન્ટ્સ તેમનો
યુટ્યૂબ એક્સપિરિયન્સ સલામત બનાવી શકે તેવા ટૂલ્સ પણ કંપની ઓફર કરે છે. યુટ્યૂબના
રેકમન્ડેશન વિશેના રિસર્ચ પર કંપની ધ્યાન આપશે અને તેના આધારે પોતાની સિસ્ટમ્સનો
અભ્યાસ કરશે. જોકે કંપનીએ આ રિપોર્ટની
મેથોડોલોજીમાં ખામીઓ હોવાનું જણાવીને હાથ ખંખેરવાનો પ્રયાસ પણ કર્યો.
વાત માત્ર અમેરિકાની નથી. આપણે પણ બહુ નાની ઉંમરથી યુટ્યૂબની ટેવ પાડીએ છીએ
અને પછી એ કેવા વીડિયો જુએ છે, સિસ્ટમ તેને કેવા વીડિયો
સૂચવે છે એ જોવાની તસદી લેતા નથી!