તમે યુટ્યૂબ જુઓ છો કે યુટ્યૂબ તમને ?
- Þwxâqçk ðerzÞku òuðk{kt çkunË Mk{Þ ¾[koÞ, Ãký Mkk{u ¾hu¾h fþwt {¤u Lknª yuðwt ík{khe MkkÚku ÚkkÞ Au?
તમે યુટ્યૂબ પર ક્યા વીડિયો જોવા તે કઈ રીતે નક્કી કરો છો? આ સવાલના બે-ત્રણ જવાબ હોઈ શકે. એક, આપણા પર વોટ્સએપ, ફેસબુક કે અન્ય કોઈ રીતે કોઈ વીડિયોની લિંક આવી હોય અને આપણે તેને ક્લિક કરીને
ઓપન કરીએ. બે, આપણા પોતાના મનમાં કોઈ વિષય
રમતો હોય અને તેના વિશે આપણે યુટ્યૂબની એપ કે વેબસાઇટ પર વીડિયો સર્ચ કરીએ અને પછી
ઉપયોગી લાગે તેવો વીડિયો જોઇએ. ત્રીજી પદ્ધતિ એ હોઈ શકે કે યુટ્યૂબ પર આપણે કોઈ
વીડિયો જોઇ લઇએ તે પછી આપણને સૂચવવામાં આવતા વીડિયો આપણે જોઇએ.
પહેલી બે પદ્ધતિમાં, આપણે યુટ્યૂબને સ્પષ્ટ રીતે
જણાવીએ છીએ કે આપણને કેવા વીડિયો પસંદ છે અને એને જ આધારે, ત્રીજી પદ્ધતિ એટલે કે યુટ્યૂબ તરફથી થતી વીડિયોની ભલામણ નક્કી થાય છે.
વીડિયોની પસંદગી કે વીડિયો જોવાની શરૂઆત આપણે કોઈ પણ રીતે કરીએ, યુટ્યૂબ આપણને જે વીડિયો જોવાની ભલામણ કરે છે તેમાં આપણી વૉચ હિસ્ટ્રી બહુ
મોટો ભાગ ભજવે છે.
તમે એક વાર કોઈ મિત્રે મોકલેલી રેસિપીનો વીડિયો યુટ્યૂબમાં ઓપન કરો એ પછી યુટ્યૂબમાં એવા જ વીડિયોની ભરમાર થવા લાગે. બધી
સોશિયલ સાઇટ્સમાં આવું થતું હોય છે. આપણને ખરેખર રેસિપીમાં રસ હોય તો વાંધો નહીં, પણ રસ ન હોય તો યુટ્યૂબનાં સજેશન્સ કે રેકમેન્ડેશન્સ કંટાળાજનક બની જાય.
એ જ કારણે, બધી સોશિયલ સાઇટ્સની જેમ, યુટ્યૂબના અલ્ગોરિધમ એટલે કે આપણી એક્ટિવિટી પર નજર રાખવાની આવડતને આપણે પોતાના કંટ્રોલમાં રાખવી પડે.
ÃkkuíkkLke
ðkp[ rnMxÙe Ãkh Lksh hk¾eyu
યુટ્યૂબ વીડિયોની ભલામણ કરતી વખતે આપણી ઘણી બાબતોને ધ્યાનમાં લે છે. વૉચ
હિસ્ટ્રી તેના પર સૌથી વધુ અસર કરે છે.
ઘણી વાર એવું બને કે આપણે યુટ્યૂબમાં કોઈ વીડિયો ઓપન કરીએ, તે આપણને ખાસ ઉપયોગી ન લાગે છતાં તે આપણી વૉચ હિસ્ટ્રીમાં ઉમેરાઈ જાય પરિણામે
એ જ પ્રકારના વીડિયો આપણને વધુ પ્રમાણમાં બતાવવાની શરૂઆત થાય.
મતલબ કે આપણી વૉચ હિસ્ટ્રી ખરેખર વીડિયો માટેની આપણી પસંદ-નાપસંદ સ્પષ્ટ રીતે
દર્શાવતી નથી. છતાં વીડિયોની ભલામણ તેના જ આધારે કરવામાં આવે છે.
આવું થતું ટાળવા માટે પહેલો સાદો ઉપાય એ કરી શકાય કે આપણે થોડા થોડા વખતે
યુટ્યૂબ એપ કે વેબસાઇટ પર જઈ તેમાં આપણે લોગ ઇન હોઇએ ત્યારે વૉચ હિસ્ટ્રી તપાસીએ.
તેમાં આપણને જે વીડિયોમાં વધુ રસ ન હોય તેને વૉચ હિસ્ટ્રીમાંથી ડિલીટ કરતા રહીએ.
આમ કરવાથી યુટ્યૂબની વૉચ હિસ્ટ્રીમાં મોટા ભાગે આપણને ખરેખર ઉપયોગી લાગ્યા હોય
એવા જ વીડિયો જળવાશે. યુટ્યૂબની સિસ્ટમ આવા વીડિયોને આધારે નવા વીડિયો આપણને
સૂચવશે, જે આપણે માટે ખરેખર કામના હોઈ
શકે.
યુટ્યૂબને આપણી પસંદ-નાપસંદ જણાવવાનો આ સૌથઈ સાદો રસ્તો થયો, પરંતુ એમાં જવાબદારી ઘણા અંશે આપણે માથે રહે છે. આપણે પોતે, ખરેખર ઉપયોગી શકે તેવા વીડિયો જ ઓપન કરવાનું ધ્યાન રાખવું પડે અને એમાં કાચું કપાય તો વૉચ હિસ્ટ્રી પર વળતી નજર રાખીને નકામા વીડિયો દૂર કરતા રહેવું પડે.
sYh ÷køku
íkku ðkp[ rnMxÙe rz÷ex fheyu
યુટ્યૂબ પરની આપણી વૉચ હિસ્ટ્રી થોડા થોડા સમયે તપાસીને તેમાંથી બિનઉપયોગી
લાગતા વીડિયો તારવીને તેમને ડિલીટ કરવા એ સારી પદ્ધતિ છે. પરંતુ તેમાં બધી
જવાબદારી આપણા શિરે રહે છે. થોડા થોડા
સમયે વૉચ હિસ્ટ્રી તપાસવાનું કામ ઝંઝટભર્યું બની શકે.
આથી જો તમને એવું લાગે કે વૉચ હિસ્ટ્રીમાં અમસ્તા જ ઓપન કરી દીધેલા પરંતુ આખા
જોયેલા ન હોય તેવા વીડિયોનું પ્રમાણ વધતું જાય છે તો આખેઆખી વૉચ હિસ્ટ્રી ડિલીટ
કરવી વધુ સારી રહે.
એ રીતે યુટ્યૂબની સિસ્ટમ તરફથી જે વીડિયોની ભલામણ કરાય તેના મૂળ આધાર સમાન વૉચ
હિસ્ટ્રી કોરી પાટી જેવી બની જશે. એ પછી આપણે નવેસરથી એકડો ઘૂંટી શકીશું. આપણે
માટે કામના વીડિયો વધુ પ્રમાણમાં જોતા જઇએ તેમ તેમ નવેસરથી વૉચ હિસ્ટ્રી બિલ્ડ થતી
જાય અને યુટ્યૂબનું વીડિયો ભલામણ કરવાનું અલ્ગોરિધમ આપણા કહ્યામાં રહે.
જો તમે આખેઆખી વૉચ હિસ્ટ્રી ડિલીટ કરવા ન માગતા હો તો કમસે કમ અમુક નિશ્ચિત
સમય પછી વૉચ હિસ્ટ્રી ડિલીટ થતી રહે તેવું પણ સેટિંગ કરી શકાય.
આપણે ત્રણ મહિનાથી લઇને ૩૬ મહિના સુધીનો સમયગાળો પસંદ કરીને તેનાથી જૂના
વીડિયોની વૉચ હિસ્ટ્રી આપોઆપ ડિલીટ થાય એવું સેટિંગ કરી શકીએ.
માની લો કે આપણે આવી રીતે ત્રણ મહિનાથી જૂની વૉચ હિસ્ટ્રી આપોઆપ ડિલીટ થાય તેવું સેટિંગ કર્યું તો પાછલા ત્રણ મહિનામાં આપણે જે વીડિયો જોયા હોય માત્ર તેને જ આધારે નવા વીડિયો સૂચવવામાં આવશે. જૂના વીડિયો યુટ્યૂબ તરફથી થતા રેકમેન્ડેશન પર અસર કરશે નહીં.
ðkp[ rnMxÙe
rzMkuçk÷ Ãký fhe þfkÞ
યુટ્યૂબ પર ક્યા વીડિયો જોવા અને ક્યા ન જોવા એ વાત પર તમે પૂરે પૂરો કંટ્રોલ
મેળવવા ઇચ્છતા હો તો વૉચ હિસ્ટ્રી સદંતર ડિસેબલ કરવાનો વિકલ્પ પણ અજમાવી જોઈ શકાય.
એવું સેટિંગ કરીએ તો યુટ્યૂબ પર આપણે શું જોઇએ છીએ તેનો કોઈ રેકોર્ડ યુટ્યૂબના
આપણા એકાઉન્ટમાં સચવાશે નહીં. એ કારણે યુટ્યૂબ તરફથી આપણને કોઈ વીડિયોની ભલામણ
કરવામાં આવશે નહીં અને આપણો સમય ખોટા વીડિયોમાં વેડફાશે નહીં.
હવે પછી આપણે જ્યારે પણ યુટ્યૂબ એપ ઓપન કરીશું ત્યારે પેજ લગભગ કોરું કટ
દેખાશે અને કહેવામાં આવશે કે આપણે વૉચ હિસ્ટ્રી બંધ રાખી છે.
દેખીતું છે કે યુ્ટ્યૂબ તરફથી આપણને વૉચ હિસ્ટ્રી ઓન કરવાની ભલામણ કરવામાં
આવશે જેથી તે આપણી પસંદ અનુસારના નવા વીડિયો સૂચવી શકે. આપણે આ સૂચનને અવગણીને પોતાની રીતે નવેસરથી
વીડિયો સર્ચ કરીને આગળ વધી શકીએ.
જોકે આ વાતનો એક ગેરફાયદો છે. સોશિયલ મીડિયાની બધી સાઇટ્સમાં અલ્ગોરિધમ એટલે
કે આપણે શું જોવું તે નક્કી કરવાની પદ્ધતિ હંમેશાં બેધારી તલવાર જેવી હોય છે. તે
ઘણી વાર ખરેખર ઉપયોગી સૂચન પણ કરી શકે છે.
એમ, યુટ્યૂબ તરફથી ભલામણ કરવામાં આવતા વીડિયો દરેક વખતે બિનઉપયોગી હોય એવું નથી. આપણે માટે ખરેખર ઉપયોગી છતાં રડારની બહાર રહેતા વીડિયો સુધી પહોંચવાનો એ એક અસરકારક રસ્તો છે. આથી વૉચ હિસ્ટ્રી સદંતર બંધ રાખવાને બદલે વૉચ હિસ્ટ્રી પર વૉચ રાખવી વધુ યોગ્ય છે.
WÃkÞkuøke
[uLkÕMk MkçkM¢kEçk fheyu
આપણે જોયું તેમ યુ્ટ્યૂબ પર આપણી વૉચ હિસ્ટ્રી આપણે માટે કામની સુવિધા છે. ફક્ત, આપણે રેન્ડમલી ઓપન કરેલા વીડિયોનું પ્રમાણ વૉચ હિસ્ટ્રીમાં વધતું જાય તો લાંબે
ગાળે તે આપણે માટે નુકસાનકારક બની શકે. આથી સારો રસ્તો એ છે કે આપણને કેવા
વીડિયોમાં રસ છે તે આપણે પોતે યુટ્યૂબની સિસ્ટમને જણાવતા રહીએ.
એ માટેનો સૌથી અસરકારક રસ્તો આપણને ગમતા વીડિયો આપતી ચેનલ્સને સબસ્ક્રાઇબ
કરવાનો છે.
આજકાલ દરેક વીડિયો ક્રિએટર વીડિયોની શરૂઆત થતાંવેંત આપણને તેમના વીડિયો
સબસ્ક્રાઇબ કરવાનું સૂચન કરતા હોય છે. તેનું કારણ આ જ છે.
યૂટ્યૂબ પર ખાસ્સી પોપ્યુલર ચેનલ્સના ક્રિએટર્સનો અનુભવ છે કે તેમના વીડિયો
નોંધપાત્ર સંખ્યામાં જોવાતા હોવા છતાં ચેનલના સબસ્ક્રાઇબરની સંખ્યા ખાસ વધતી નથી.
કારણ કે ઘણા ખરા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વિના તેમના વીડિયો જોઇને આગળ
વધવાનું પસંદ કરતા હોય છે.
જો આપણે ઉપયોગી-ગમતી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો એ ચેનલ માટે, ચેનલના સબસ્ક્રાઇબરની સંખ્યા વધે એ મોટો ફાયદો તથા યુટ્યૂબના સરેરાશ યૂઝરને
સબસ્ક્રાઇબ કરેલી ચેનલના વીડિયો વધુ પ્રમાણમાં બતાવવામાં આવે એ કારણે વીડિયોની હિટ
પણ વધતી જાય છે. આપણને કોઈ ચોક્કસ ચેનલના વીડિયો ખરેખર ગમતા હોય તો તે ચેનલને
અચૂકપણે સબસ્ક્રાઇબ કરવી જોઇએ. આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીએ તો આપણો પોતાનો તથા ચેનલ
ક્રિએટર બંને માટે ફાયદો છે.